ઓજસ (OJAS) - ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ

ઓજસ (OJAS) – ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં આવતી વિવિધ સર્વર્ગની સરકારી ભરતીના ફોર્મ ભરવા માટે, કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અથવા તો પરીક્ષા ફી ભરવા માટે જે વેબસાઈટનો ઉપયોગ થાય છે તે છે OJAS-Online Job Application System. ઓજસ એ ભારત સરકારના નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટરના ગાંધીનગર વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે.

OJAS - Online Job Application System

OJAS: Online Job Application System શું છે?

ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ: ઓજસ એ ગુજરાત સરકારના ડોમેઈન gujarat.gov.in ઉપર બનાવવામાં આવેલ છે. ઓજસની અધિકારીત વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ છે. જ્યાં ગુજરાત રાજ્યની વિવિધ સરકારી ભરતીના ફોર્મ ભરવામાં આવે છે અને આ વેબસાઈટ ગુજરાત સરકારની અધિકારીત વેબસાઈટ છે. જે નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર, ગાંધીનગર દ્વારા બનાવવામાં આવેલ છે.

OJAS માં રજીસ્ટેશન કેવી રીતે કરવું?

ઓજસમાં રજીસ્ટેશન એકવાર કરવું ફરજિયાત છે. એકવાર તમે રજીસ્ટ્રેશન કરો છો તો તમે તમામ ભરતીમાં ફોર્મ ભરતી વખતે અમુક અમુક માહિતી ભરવાનું રહે છે. ઓજસમાં રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ સ્ટેપને અનુસરો.

1) સૌપ્રથમ ઓજસની ઓફિશિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર જાઓ.

2) ત્યારબાદ મેનૂમાં જઈ રજીસ્ટ્રેશન લખ્યું હશે તેના ઉપર જાઓ અને Apply ઉપર ક્લિક કરો.

3) Apply ઉપર ક્લિક કરશો એટલે સમજ અને જાહેર સૂચનાઓ ખુલશે તે વાંચી અને I Agree ઉપર ક્લિક કરો.

4) I Agree ઉપર ક્લિક કરશો એટલે તમે એક નવી સ્ક્રીન ઉપર જશો.

5) નવી સ્ક્રીન ઉપર ગયા બાદ તમારે પોતાની માહિતી, સરનામું, અન્ય માહિતી, ભાષાની માહિતી, ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે. ફોટો અને સહી 15KB માં અપલોડ કરવાના રહેશે.

6) આટલું થઈ ગયા બાદ તમારે Save બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

7) તમારો જે રજીસ્ટ્રેશન નંબર આવે તે સેવ કરીને રાખવા. ભવિષ્યમાં જે સરકારી ભરતીમાં ફોર્મ ભરવા માંગશો તેમાં તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ નાખીને જ અરજી કરવાની રહેશે.

OJAS માં ફોર્મ કેવી રીતે ભરવું?

ઓજસમાં ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઉપર જવાનું રહેશે. વેબસાઈટ ઉપર ગયા પછી નીચે મુજબના સ્ટેપને અનુસરો.

1) ઓજસ વેબસાઈટ ઉપર ગયા પછી online Application વિકલ્પ પસંદ કરી Apply ઉપર ક્લિક કરો.

2) Apply ઉપર ક્લિક કર્યા પછી જાહેરાત પસંદ કરો જેમાં ફોર્મ ભરવા માંગતા હોય તે.

3) જાહેરાત પસંદ કર્યા પછી તમે અલગ પેજ ઉપર જશો જ્યાં જાહેરાતની માહિતી આપેલી હશે અને તેની સામે Apply બટન આપેલું હશે તેના ઉપર ક્લિક કરો.

4) Apply બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ માંગશે. રજીસ્ટ્રેશન નંબર અને જન્મતારીખ નાખી Apply With OTR ઉપર ક્લિક કરો.

5) Apply With OTR ઉપર ક્લિક કરશો એટલે તમે રજીસ્ટ્રેશન વખતે જે માહિતી તેમાં ભરી હતી તે આપોઆપ ભરાઈને નવું પેજ ખુલશે અને જેમાં માહિતી ભરેલી નહીં હોય તે બોક્સ ભરીને સેવ બટન ઉપર ક્લિક કરવું.

6) સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો એપ્લિકેશન નંબર આવશે જે સેવ કરીને રાખવો અને ત્યારબાદ તમારે મેનૂમાં જઈને Upload ઉપર ક્લિક કરવું અને પછી Photo/Signature ઉપર ક્લિક કરવું અને ફોટો અને સહી અપલોડ કરેલી આવશે તે save કરવું.

7) આટલું કર્યા પછી તમારી અરજી કન્ફર્મ કરવી અને પછી નીચે આપેલ સ્ટેપને અનુસરો.

8) અરજી ફી ભરવાની થતી હોય તો Fees લખેલું હશે ઉપર મેનૂમાં તેના ઉપર ક્લિક કરવું અને પોસ્ટ દ્વારા ભરવી હોય તો તે સિલેકટ કરવું અને ઓનલાઈન ભરવું હોય તો તે.

9) અરજી ફી ભરો તો તેની પાવતી કઢવીને જોડે રાખવી. ફી ભર્યા પછી તેનું સ્ટેટસ ચેક કરવું અને જો ભરાયેલી ફી બતાવે નહીં તો ભરતી બોર્ડનો સંપર્ક કરવો.

સકારી ભરતીની માહિતી કેવી રીતે મેળવવી?

અમે અહિયાં નીચે બે સરકારી ભરતીની માહિતી આપતી વેબસાઈટની લિંક આપીશું જ્યાં તમે તમામ સરકારી ભરતીની માહિતી મેળવી શકો છો અને અન્ય શૈક્ષણિક માહિતી પણ મેળવી શકો છો.

https://ojas247.comhttps://gujojas.com

સરકારી ભરતી માટેના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે લિંક

ગ્રૂપમાં જોડાવા માટે અહિયાં ક્લિક કરો

સરકારી ભરતી માટેની ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટેની લિંક

Join Telegram ChannelClick Here