Gujarat Police Bharti 2024: લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર, દોડ માત્ર હવે પાસ કરવાની જ રહેશે, તેના માર્કસ ગણવામાં નહીં આવે, વાંચો વિગતે

Gujarat Police Bharti 2024: લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર, દોડ માત્ર હવે પાસ કરવાની જ રહેશે, તેના માર્કસ ગણવામાં નહીં આવે, વાંચો વિગતે

લોકરક્ષક (LRD) ભરતી માટે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં હવેથી શારીરિક કસોટીમાં દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવામાં આવશે નહીં. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો Objective MCQ Test માં ભાગ લઈ શકશે. ગુજરાત પોલીસ ભરતી 2024 (Gujarat Police Bharti 2024) ની રાહ જોઈ રહેલ ઉમેદવાર આ નિયમો અને તેનો અભ્યાસક્રમ (Syllabus) ખાસ અહીથી જુઓ.

Gujarat LRD Bharati 2024 New Rules & Syllabus
Gujarat LRD Bharati 2024 New Rules & Syllabus

Gujarat LRD Bharti 2024: ગુજરાત પોલીસ ભરતી નવા નિયમો જાહેર

લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંકયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર. લોકરક્ષક ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ઓબ્જેકટિવ એમ.સી.કયુ. ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

100 ગુણના બદલે 200 ગુણનું પેપર

100 ગુણની MCQ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું પેપર લેવાશે. પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે. તેના કોઈ ગુણ રહેશે નહીં.

વજનને ધ્યાને નહીં લેવામાં આવે

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્દ કરવામાં આવ્યું છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેકટિવ ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની પરીક્ષા લેવામાં આવતી હતી. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેકટિવ ટાઈપ એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-1 અને ભાગ-2 એમ બે ભાગમાં લેવામાં આવશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.

જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડેન્સ એક્ટ જેવા વિષયો રદ્દ કરીને નીચે મુજબના વિષયો રાખવામાં આવ્યા છે.

Gujarat Police Bharti Syllabus 2024: ગુજરાત પોલીસ ભરતીનો નવો અભ્યાસક્રમ
Part-A
Reasoning And Data Interpretation30 Marks
Quantitative Aptitude30 Marks
Comprehension In Gujarati Language20 Marks
Total80 Marks
Part-B
The Constitution Of India30 Marks
Current Affaitrs, Science & Technology, General Knowledge40 Marks
History, Cultural Heritage and Geography Of Gujarat And Bharat50 Marks
Total120 Marks
Total Part A & B200 Marks
આ યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યો હશે તો મળશે વધારાના ગુણ

પહેલા લોકરક્ષક ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં પરંતુ કોર્ષના સમયગાળાના આધારે નીચે મુજબ આપવામાં આવશે.

NFSU અથવા RRU માં કરેલ કોર્સનો સમયગાળોઆપવાના થતાં વધારાના ગુણ
1 વર્ષ03 ગુણ
2 વર્ષ05 ગુણ
3 વર્ષ08 ગુણ
4 વર્ષ કે તેથી વધુ10 ગુણ

આખરી પસંદગી યાદી ઓબ્જેકટિવ ટેસ્ટ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

સમય નિકાળીને આ પણ વાંચો!

GRD Bharti 2024

Union Bank Recruitment 2024

Punjab National Bank (PNB) Recruitment 2024

ICG Navik GD Recruitment 2024

Gujarat High Court Recruitment 2024

નિષ્કર્ષ

આમ ગુજરાત લોકરક્ષક ભરતી 2024 માં હવેથી દોડ એ માત્ર પાસ થવા માટે જ રહેશે તેના માર્કસ આગળ ગણવામાં આવશે નહીં અને પહેલા જે 100 માર્કસનું પેપર આવતું હતું તે હવેથી 200 માર્કસનું અ

Credit: https://gujju247.com

આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો:

Leave a Comment