Sukanya Samriddhi Yojana Gujarati: સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી

Sukanya Samriddhi Yojana Gujarati: સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી

Sukanya Samriddhi Yojana Gujarati: શું તમારા ઘરે નાનકડી દીકરી છે અથવા તો એક દીકરી એટલે કે લક્ષ્મીનો જન્મ થયો છે? જો હા તો ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) નો લાભ લેવાનું ચૂકશો નહીં. આ યોજનાનો લાભ લેવા માટે છોકરીની ઉંમર 10 વર્ષથી નીચે હોવી જોઈએ અને વધુમાં વધુ એક ઘરમાંથી બે જ દીકરીને આ યોજનાનો લાભ મળી શકે છે.

Sukanya Samriddhi Yojana Gujarati
Sukanya Samriddhi Yojana Gujarati: ભારત સરકારની દિકરીઓ માટેની એક શ્રેષ્ટ યોજના એટલે સુકન્યા સમૃદ્ધિ યોજના.

આ યોજનાની તમામ માહિતી અને એપ્લિકેશન ફોર્મ નીચે આપેલ છે. માહિતી ધ્યાનથી વાંચવી અને ઓફિશિયલ વેબસાઈટ ઉપર પણ જવું અને સંપૂર્ણ માહિતી લઈને જ આ યોજનામાં ફોર્મ ભરી અને ખાતું ખોલાવવું. દીકરીના ભવિષ્યમાં લગ્ન અને ભણતરનો ખર્ચ અને અન્ય ખર્ચ જ્યારે દીકરી મોટી થાય ત્યારે આ યોજના દ્વારા ઉઠાવી શકો છો.

Sukanya Samriddhi Yojana Gujarati – સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી

સુકન્યા સમૃદ્ધિ યોજના 21 વર્ષે પાકતી હોય છે. આ યોજનામાં તમારે શરૂઆતના 15 વર્ષ સુધી પૈસા ભરવાના હોય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનું ખાતુ તેમના માતા પિતાના નામ પર ખુલે છે.

તમારા પરિવારમાં દિકરીના જન્મના પહેલા 10 વર્ષમાં જ દીકરીનું સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવી શકાય છે. આ ખાતું દીકરીના નામે જ ખોલાવી શકાય છે. એક જ ઘરમાં વધુમાં વધુ 2 દીકરીના નામે જ આ ખાતું ખોલાવી શકાય છે. અપવાદરૂપ કિસ્સાઓમાં જ કેટલીક છૂટ આપવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રૂપિયા 250 જમા કરાવીને ખાતું ખોલાવી શકાય છે.

ખાતું ખોલાવ્યા પછી તમારે 15 વર્ષ સુધી ખાતામાં પૈસા જમા કરાવતા રહેવું જરૂરી છે. ખાતું ખોલાવ્યા પછી 21 વર્ષે આ યોજનાની મુદ્દત પૂરી થાય છે અને ખાતેદારને જમા કરેલ પૈસા લાભ સાથે પાછા મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે દેશની કોઈપણ પોસ્ટ ઓફિસ કે સરકારી અથવા તો કોમર્શિયલ બેંકમાં આ ખાતું ખોલાવી શકો છો.

 • જો તમે દર મહિને એક હજાર રૂપિયા જમા કરાવો છો તો પાકતી મુદ્દતે તમને પાંચ લાખ રૂપિયા જેટલું મળે છે.
 • તમે દર મહિને 12,500 રૂપિયા ભરો છો 15 વર્ષ સુધી સળંગ તો તમને પાકતી મુદ્દતે 71 લાખ રૂપિયા અથવા વધારે મળી શકે છે.
 • જો તમે દર વર્ષે 60,000 રૂપિયા આ ખાતામાં જમા કરાવો છો 15 વર્ષ સુધી તો પાકતી મુદતે તમને 28 લાખ અથવા તેથી વધુ રૂપિયા મળી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા શું ફાયદો થશે?

આ યોજનામાં તમે જે રોકાણ કરો છો તે આવકવેરા ધારાની કલામ ક્રમાંક 80-સી હેઠળ કરમુક્તિને પાત્ર છે એટલે કે તેમાં કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. ગરીબ પરિવાર, નીચલા મધ્યમવર્ગના અને અન્ય સામાજિક વર્ગના પરિવારોને આ યોજના દ્વારા ફાયદો થશે. આ યોજના એ લાંબા ગાળાની યોજના છે. આ યોજનામાં ચક્રવૃદ્ધિ ધોરણે વ્યાજની ચુકવણી કરવામાં આવે છે. આ જ કારણથી પાકતી મુદ્દતે મળતા નાણાંમાં પણ વધારો થાય છે.

તમને ઈચ્છા થાય તેટલા નાણાં મહિને કે વર્ષ દરમિયાન તમે આ યોજનામાં રોકાણ તરીકે કરી શકો છો. દિકરી 21 વર્ષની થઈ જાય પછી પણ આ ખાતામાંથી નાણાં ઉપાડવામાં ન આવે તો પણ જમા થયેલા નાણાં પર નિયોજીત દરે વ્યાજ મળતું રહે છે.છોકરીના માતાપિતા કે વાલી બીજા ગામ શહેરમાં સ્થળાંતર કરે તો સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું નજીકની પોસ્ટ ઓફિસ કે બેંકમાં ટ્રાન્સફર કરાવી શકાય છે.

આ યોજનામાં તમે ખાતું કેવી રીતે ખોલાવી શકાય છે?

ઘરની નજીકની પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકાય છે. પોસ્ટ ઓફિસના કર્મચારીઓની મદદથી આ પ્રકારનું ખાતું ખોલાવી શકાય છે. ખાતું ખોલાવતા પહેલા તમે સરકારની વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી તમારે ભરવાનું રહેશે. અરજી ફોર્મ સંપૂર્ણપણે ભર્યા પછી તેની સાથે જરૂરી દસ્તાવેજ જોડવા જરૂરી છે. ઓળખપત્ર અને દીકરીનું આધારકાર્ડ અને જન્મનો દાખલો રહેણાંકના પુરાવાઓ તરીકે તમે દર્શાવી શકો છો.

અરજીની સાથે ખાતું ખોલાવા માટે થોડીક રકમ આપવાની હોય છે અને એ નાણાં તમારે રોકડ, ચેક કે ડ્રાફ્ટ દ્વારા તમારે આપવાના હોય છે. આ યોજનામાં તમને ઈન્ટરનેટ બેન્કિંગના માધ્યમ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપવામાં આવે છે. ખાનગી તથા સરકારી બેન્કોમાં અ બધી માહિતી તમને વિસ્તૃતમાં મળી જશે.

આ યોજના માટે શું છે નિયમો અને શરતો?

સુકન્યા સમૃદ્ધી યોજના હેઠળ તમે ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા ન કરાવ્યા હોય તો એ ખાતું ડિફોલ્ટ ખાતું તરીકે ગણવામાં આવે છે. તમે 250 રૂપિયા ભરીને પાછું ખાતું શરૂ કરાવી શકો છો અને એ માટે તમારે 50 રૂપિયા વધારે ભરવાના હોય છે.જે છોકરીના નામે તમે ખાતું ખોલાવો છો તે 18 વર્ષની થાય પછી પોતાનું એકાઉન્ટ સંભાળી શકે છે. કોઈ ગંભીર બીમારી હોય કે કોઈ અન્ય તબીબી કારણ હોય તો મુદ્દત પહેલા તમે એ ખાતું બંધ કરાવી શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશેષતાઓ

 • નાણાકીય વર્ષમાં ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા જમા કરાવી શકાય છે.
 • ખાતું ખોલવાની તારીખે 10 વર્ષની ઉંમર ન થઈ હોય તેવા કોઈપણ વાલી દ્વારા બાળકીના નામે ખાતું ખોલાવી શકાય છે.
 • છોકરીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે.
 • એકાઉન્ટ પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકોની શાખાઓમાં ખોલી શકાય છે.
 • ખાતાધારકના ઉચ્ચ શિક્ષણમાં થતા ખર્ચને પહોંચી વળવા ખાતામાંથી ઉપાડ કરી શકાય છે.
 • છોકરી 18 વર્ષની થઈ જાય પછી તેના લગ્ન માટે એકાઉન્ટ સમય પહેલા બંધ કરી શકાય છે.
 • ખાતું દેશભરની એક પોસ્ટ ઓફિસ/બેંકમાંથી બીજી પોસ્ટ ઓફિસ/બેંકમાં ટ્રાન્સફર કરી શકાય છે.
 • ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ પૂર્ણ થવા પર ખાતું પરિપક્વ થાય છે.
 • ખાતામાં જમા રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ ઉપલબ્ધ છે.
 • ખાતામાં મેળવેલ સંપૂર્ણ વ્યાજ આવકવેરા કાયદાની કલમ 10 હેઠળ કરમુક્ત છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના દસ્તાવેજનું લિસ્ટ

 • બાળકીનુ જન્મ પ્રમાણપત્ર
 • એડ્રેસ પ્રુફ
 • આઈડી પ્રુફ
 • પાન કાર્ડ
 • પાસપોર્ટ
 • રાશન કાર્ડ
 • લાઈટબિલ
 • ડ્રાઈવિંગ લાયસન્સ
 • ફોન બિલ

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ઉપયોગી લિંકસ

ઓફિશિયલ વેબસાઈટ ઉપર જાઓઅહિયાં ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ કરોઅહિયાં ક્લિક કરો

નીચેની યોજનાઓ વિશે પણ જાણકારી મેળવો

Source: https://www.nsiindia.gov.in/ & https://gujju247.com

આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો:

Leave a Comment