22 January 2024 Holiday: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: કેન્દ્ર સરકારે જાહેર કરી અડધા દિવસની રજા, જાણો ગુજરાતમાં પણ જાહેર થશે રજા?

22 January 2024 Holiday: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: કેન્દ્ર સરકારે જાહેર કરી અડધા દિવસની રજા, જાણો ગુજરાતમાં પણ જાહેર થશે રજા?

Ram Mandir News: કેન્દ્ર સરકાર દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે 22 જાન્યુઆરી 2024 ના રોજ કેન્દ્ર સરકારની કચેરીઓમાં અડધા દિવસની રજા (22 January 2024 Holiday) જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગોવા અને હરિયાણા રાજ્યમાં રાજ્ય સરકારો દ્વારા જાહેર રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે શું ગુજરાતમાં પણ જાહેર રજાની જાહેરાત કરવામાં આવે છે કે કેમ.

22 January 2024 Holiday
22 January 2024 Holiday

22 January 2024 Holiday: આખું ભારત અને આખા વિશ્વમાં ફેલાયેલ વિવિધ રામ ભક્તો 22 જાન્યુઆરી 2024 નો આતુરતાઠી રાહ જોઈ રહ્યા છે અને ભારતના લોકોમાં તો 22 જાન્યુઆરીને લઈને બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમ કે આ દિવસએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા આવવાના છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને સેલીબ્રેટી અને બિઝનેસમેન હાજરી આપવાના છે. લોકલાડીલા એવા આપણાં ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબ આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાના છે. આ દિવસે ગુજરાત રાજ્યમાં પણ જાહેર રજાની જાહેરાત કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. હવે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તે ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરી દેવામાં આવશે.

કયા રાજ્યોએ 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન માટે રજા જાહેર કરી છે?

નીચેના રાજ્યોએ સત્તાવાર રીતે 22 જાન્યુઆરીને જાહેર રજા તરીકે જાહેર કરી છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ 22 જાન્યુઆરીએ એક વિશાળ ઉજવણીની તૈયારી કરી રહ્યું છે, જ્યારે તમામ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. યોગી આદિત્યનાથ, મુખ્યમંત્રી, લોકોને વિનંતી કરે છે કે તેઓ તેમના નગરો અને શહેરોમાં દિવાળીની જેમ જ ઉત્સાહ સાથે દિવસ ઉજવે.

ગોવા

ગોવા 22 જાન્યુઆરીને જાહેર રજા જાહેર કરીને આ પ્રસંગની ઉજવણી કરી રહ્યું છે. મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે સરકારી ઈમારતો અને શાળાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે, જેનાથી લોકોને તહેવારો, દિવાળી જેવા વાતાવરણ સાથે દિવસની ઉજવણીનો આનંદ માણી શકાય.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ ઉજવણીનું નેતૃત્વ કરી રહ્યા છે, 22 જાન્યુઆરીએ દરેક સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે જાહેર રજા જાહેર કરી છે.

હરિયાણા

મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરની આગેવાની હેઠળના વહીવટીતંત્ર દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જેમણે કહ્યું હતું કે ભગવાન રામની મૂર્તિની સ્થાપનાની યાદમાં રજાની શરૂઆત કરવામાં આવી હતી.

છત્તીસગઢ

અયોધ્યાના રામ મંદિરમાં નવી મૂર્તિના અભિષેક સમારોહની ઉજવણી કરવા માટે છત્તીસગઢ સરકારે તમામ રાજ્યની સરકારી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.

શું 22 જાન્યુઆરી, 2024 ના રોજ કેન્દ્રીય સરકારી કાર્યાલય માટે રજા છે?

કેન્દ્ર સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 22મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં અડધો દિવસ બંધ રાખવાની જાહેરાત કરી છે.

શું 22 જાન્યુઆરીએ બેંક રજા છે?

22 જાન્યુઆરી, 2024 ના રોજ બેંકની રજા છે કે કેમ તે અંગે હાલમાં પુષ્ટિ થઈ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રજાઓની સૂચિ મુજબ, તે કાર્યકારી દિવસ છે.

Half Holiday Notification 22 January 2024
Half Holiday Notification 22 January 2024

શું ગુજરાત રાજ્યમાં પણ જાહેર રજા જાહેર કરવામાં આવશે?

સૂત્રોના જણાવ્યા મુજબ કદાચ 22 જાન્યુઆરી 2024 ના રોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓ અને શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી શકે છે. આ નિર્ણય તેઓ ટૂંક સમયમાં લઈ શકે છે અને નોટિફિકેશન જાહેર કરીને જણાવી શકે છે. વડોદરાના ધારાસભ્ય દ્વારા પણ સીએમને રજા જાહેર કરવામાં આવે તેવો પત્ર લખવામાં આવ્યો હતો. હાલ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ એવી રજા જાહેર કરવામાં આવી નથી પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.

સમય નિકાળીને આ પણ વાંચજો!

આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો:

Leave a Comment