SALAAR Movie Review: પોચા હ્રદય વાળા આ મૂવી ના જોવે, પ્રભાસનું જબરદસ્ત કમબેક

SALAAR Movie Review: પોચા હ્રદય વાળા આ મૂવી ના જોવે, પ્રભાસનું જબરદસ્ત કમબેક

Salaar Part 1 Ceasefire Movie Review In Gujarati: KGF જેવી જબરદસ્ત એક્શન મૂવી બનાવ્યા પછી એક બીજી ખતરનાક એક્શન ફિલ્મ Salaar Part 1 Ceasefire આજે સિનેમાઘરોમાં રીલીઝ થઈ ગઈ છે. પહેલા જ દિવસે 48 કરોડની કમાણી કરી નાખી છે.

Salaar Movie Review In Gujarati
Salaar Movie Review In Gujarati: આજે સિનેમાઘરોમાં સાલાર પાર્ટ 1 રીલીઝ થઈ ચૂકી છે અને મૂવી ફૂલ ઓફ એક્શન છે. પ્રભાસનું એકવાર ફરીથી સુપર એક્શન સાથે કમબેક થઈ ચૂક્યું છે.
મૂવી રિવ્યુસલાર પાર્ટ 1 સીઝ ફાયર
કલાકારપ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન, જગપતિ બાબુ, ઈશ્વરી રાવ, શ્રિયા રેડ્ડી, રામચંદ્રન રાજુ અને બ્રહ્મા વગેરે.
લેખકપ્રશાંત નીલ, સંદીપ રેડ્ડી બંદલા, હનુમાન ચૌધરી અને ડો.સુરી
નિર્દેશકપ્રશાંત નીલ
નિર્માતાવિજય કિરગન્દુર
રીલીઝ તારીખ22 ડિસેમ્બર 2023
મૂવી રેટિંગ4.5/5

Salaar Part 1 Ceasefire Movie Review In Gujarati: સાલાર મૂવી રિવ્યુ ગુજરાતી

મૂવીની શરૂઆત જ બે મિત્રોથી થાય છે અને પછી તો ધીમે ધીમે મૂવી જે એક્શન સીનમાં ફેરવાઇ જાય છે અને થોડીવર પછી KGF મૂવીની જેમ જ સ્ટોરી કહેવાનું ચાલુ થઈ જાય છે. જેમ જેમ મૂવી આગળ વધે તેમ તેમ મૂવી એક્શન પકડે છે અને બોસ જે પ્રભાસનું કમબેક થયું છે અને આ મૂવીમાં જે એક્શન કરી છે એકદમ ખતરનાક એક્શનથી ભરપૂર મૂવી છે.

પ્રશાંત નીલ જેમણે KGF જેવી એકદમ બ્લોકબસ્ટર મૂવી બનાવી હોય અને પછી એક પછી એક એમ મૂવી રીલીઝ કરે એટલે એમાં કઈ જોવાનું જ ના હોય. લાગે નીલ ભાઈને DC યુનિવર્સ વધારે ગમતો હશે એટલે જ તેમની મૂવીમાં ડાર્કનેસ વધારે જોવા મળતી હોય છે. પ્રશાંત નીલનું ડાયરેક્શન આ મૂવીમાં એકદમ જબરદસ્ત છે અને મૂવીની સ્ટોરીલાઇન પણ એકદમ પરફેક્ટ છે.

મૂવીમાં જે એક્શન સીન મૂક્યા છે તે તો એકદમ ખતરનાક છે. એ એક્શન સિન્સના કારણે મૂવીને A Rated Certificate આપવામાં આવ્યું છે. મૂવીને નાનાં છોકરાઓને બતાવવી યોગ્ય નથી આમ તો. એટલે મૂવી જોવા જાઓ તો નાનાં છોકરાઓને જોડે લઈ જવાનું ટાળવું કેમ કે તેમના મગજ ઉપર એક્શન સિન્સને કારણે અસર પણ પડી શકે છે. બાકી એક્શન મૂવીના રસિયાઓ તો ફરજિયાત આ મૂવી જોવા જાય અને ખૂબ મોજ કરે.

પૃથ્વીરાજ અને પ્રભાસની જોડી જે આ મૂવીમાં બતાવી છે બોસ ગજબની મજા પડી જાય છે. પહેલા સ્ટોરીમાં ગાઢ મિત્રો બનાવી રાખ્યા છે અને જેમ જેમ સ્ટોરી આગળ વધે તેમ તેમ પછી મિત્રતા દુશ્મનીમાં ફેરવાઇ જાય છે. બંનેની એક્શન એકદમ જબરદસ્ત છે અને સાથે બીજા જેટલા પણ કેરેક્ટર મૂવીમાં છે બધા જ એકદમ જબરદસ્ત છે અને બધાની એક્ટિંગ પણ એકદમ હટકે ટાઈપ છે.

સાલાર મૂવી જોવા જવું કે ના જવું?

અરે ભાઈ KGF જેવી મૂવી બનાવનાર પ્રશાંત નીલની ગમે એવી મૂવી રીલીઝ થાય એ જોવી જ પડે કેમ કે એમાં કઈ ભૂલ કે ખાંચા કાઢવાના હોય જ નહીં. મૂવી A રેટેડ છે એટલે નાની ઉંમરના બાળકોને સાથે લઈને મૂવી જોવામાં કદાચ અમુક જગ્યાએ તમને એન્ટ્રી ના પણ મળી શકે માટે બાળકોને આમ તો સાથે ના જ લઈ જવા કેમ કે અમુક એક્શન સિન્સથી એમને તકલીફ પણ પડી શકે છે બાકી મૂવી જોઈ જ આવો ભઇ.

સમય કાઢીને આ પણ વાંચો:

આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો:

Leave a Comment