Dunki Movie Review: શું ડંકી મૂવી જોવા જવું કે નહીં? વાંચો ડંકી મૂવીનો રિવ્યુ અહીથી

Dunki Movie Review: શું ડંકી મૂવી જોવા જવું કે નહીં? વાંચો ડંકી મૂવીનો રિવ્યુ અહીથી

Dunki Movie Review: શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની, વિક્રમ કોચર સ્ટારર ડંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેનું દિગ્દર્શન રાજકુમાર હિરાની છે. ફિલ્મના રિવ્યુની વાત કરીએ તો ફિલ્મ ફૂલ ફેમિલી સાથે જોવા જઈ શકો એમ છો. વધુ માહિતી નીચે વાંચો.

Dunki Movie Review In Gujarati
Dunki Movie Review In Gujarati: રાજકુમાર હીરાનીની ફિલ્મ હોય ને એમાં કોઈ સારો મેસેજ તેઓ ન છોડે એવું બને ખરું. ડંકી મૂવીમાં પણ એક સારો એવો મેસેજ તેઓએ પબ્લિકને આપ્યો છે અને મૂવી એકદમ સરસ અને જબરજસ્ત છે.
મૂવી રિવ્યુડંકી
કલાકારશાહરુખ ખાન, તાપસી પન્નું, વિકી કૌશલ, બમન ઈરાની, વિક્રમ કોછડ અને અનિલ ગ્રોવર અને અન્ય
લેખકરાજકુમાર ઈરાની, અભિજાત જોશી અને કનીકા ઢીલ્લો
દિગ્દર્શકરાજ કુમાર હિરાની
નિર્માતારાજ કુમાર હિરાની અને ગૌરી ખાન
રિલીઝ તારીખ21 ડિસેમ્બર 2023
મૂવી રિવ્યુ3.5/5

Dunki Review in Gujarati: શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની, અનિલ ગ્રોવર અને વિક્રમ કોચર અભિનીત ડંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેનું દિગ્દર્શન રાજકુમાર હિરાની છે. આ ફિલ્મને લઈને જબરદસ્ત હાઈપ હતી અને પછી બ્લોકબસ્ટર ડિરેક્ટર રાજકુમાર હિરાની અને બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પહેલીવાર સાથે આવ્યા હતા. પરંતુ ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે જ્યારે બે દિગ્ગજો મળે છે ત્યારે એ જરૂરી નથી કે ફિલ્મ સારી અને બ્લોકબસ્ટર જ બને.

Dunki Movie Review In Gujarati : ડંકી મૂવી રિવ્યુ ગુજરાતીમાં

રાજકુમાર હીરાનીની ફિલ્મ હોય એટલે એમાં કોઈને કોઈ સારો મેસેજ આપે જ. એમ ડંકી મૂવીમાં પણ એક સારો મેસેજ રાજકુમાર હીરાની દ્વારા આપવામાં આવ્યો છે. ફિલ્મની સ્ટોરી અને એક્ટિંગની વાત કરીએ તો તમામ એક્ટર દ્વારા એકદમ જબરજસ્ત એક્ટિંગ કરવામાં આવી છે અને ફિલ્મમાં સહેજે કંટાળો આવે એવું તમને લાગશે નહીં. સ્ટોરીલાઇન એકદમ પરફેક્ટ રીતે બતાવવામાં આવી છે.

કોમેડી, એક્શન અને ઈમોશન

મૂવીમાં થોડી કોમેડી, એક્શન અને ઈમોશનલ સીન પણ એકદમ સરસ રીતે રાજકુમાર ઈરાની દ્વારા દર્શાવવામાં આવ્યા છે. જે એકદમ સરસ રીતે રજૂ કર્યા છે. ફિલ્મની સ્ટોરીની વાત કરી તો એકદમ સિમ્પલ સ્ટોરી છે. કોઈ ખરાબ સીન કે કઈપણ એવું મૂવીમાં નથી અને તમે ફૂલ ફેમિલી સાથે મૂવી જોવા જઈ શકો છો. મૂવી એકદમ જબરજસ્ત છે અને રાજકુમાર ઈરાની હોય એટલે જોવું જ ના પડે.

સ્ટોરીલાઇન

એક્શન મૂવી જોવાના શોખીન લોકોને મૂવી થોડી બોરિંગ લાગે બાકી બધા જ પ્રકારની મૂવી જોવા વાળાને ખબર પડી જ જાય કે મૂવી એકદમ જબરજસ્ત છે. મૂવીમાં સીન પણ એક પછી એક સરસ રીતે આવે છે કોઈ આડાઅવળી સ્ટોરીલાઇન જતી નથી. ઓવરઓલ મૂવી એકદમ જબરજસ્ત છે.

તાપસી પન્નું, SRK અને અન્ય કેરેક્ટરની એકટીંગ

તાપસી પન્નુંની એક્ટિંગ મૂવીમાં એકદમ જોરદાર છે. જે પ્રમાણે મૂવીમાં રોલ મળ્યો છે એ પ્રમાણે એકદમ જબરજસ્ત એક્ટિંગ કરી છે. SRK ની વાત કરીએ તો એક્ટિંગમાં એક્શન સીન હોય કે ઈમોશનલ સીન હોય એ પરફેક્ટ રીતે કરી જ નાખે એમ ડંકી મૂવીમાં પણ એકદમ જબરજસ્ત એક્ટિંગ કરી છે. અન્ય કેરેક્ટરની વાત કરીએ તો બમન ઈરાનીની એક્ટિંગમાં જોવું જ ના પડે. 3 ઈડિયટમાં જે પ્રમાણે એક્ટિંગ હતી એ પ્રમાણે આ મૂવીમાં એક્ટિંગ કરી છે અને અન્ય તમામ કેરેક્ટરની એક્ટિંગ એકદમ જબરજસ્ત છે.

વિકી કૌશલની એક્ટિંગ

કાલે જ મૂવી જોઈને આવ્યા અને એમાં સહેજે કંટાળો આવ્યો નથી અને એક્ટિંગ બધાની એકદમ જબરજસ્ત છે. વિકી કૌશલ થોડા સમય માટે ફિલ્મમાં આવે છે પણ એક્ટિંગમાં તો જોવું જ ના પડે. ઉરી ફિલ્મમાં જોયું હશે વિકી કૌશલની એક્ટિંગ. બસ આમાં પણ ફિલ્મની સ્ટોરી પ્રમાણે એકદમ જબરજસ્ત એક્ટિંગ કરે છે અને છેલ્લે એકદમ ઈમોશનલ સીન આપે છે.

ક્લાઇમેક્સ

મૂવીમાં ક્લાઇમેક્સ એકદમ રડાવી દે એવો છે. એટલે જ તો કીધું ઉપર કે રાજકુમાર હીરાનીએ એક્શન, કોમેડી અને ઈમોશનલ સીન એકદમ સરસ રીતે રજૂ કર્યા છે. ક્લાઇમેક્સ વિશે જે વિચાર્યું પણ નહોતું તે છેલ્લે બને છે અને એક ઇમોશનલ સીન ક્રીએટ કરે છે.

શું ડંકી મૂવી જોવા જવાય કે નહીં?

જી જરૂર તમે ડંકી મૂવી જરૂરથી જોવા જઈ શકો અને એ પણ ફૂલ ફેમિલી સાથે. રાજકુમાર હીરાની મૂવીમાં કોઈને કોઈ સારો મેસેજ આપતા જ હોય છે એમ આ મૂવીમાં પણ એક સારો મેસેજ આપે છે અને જે દરેક લોકોએ જાણવો જરૂરી છે. વધારે મૂવીની સ્ટોરીની વાત કરીએ તો તમને જોવામાં મજા ના આવે બાકી મૂવી એકદમ જબરજસ્ત છે અને સહેજે કંટાળો નહીં આવે એ આપડી ગેરંટી અને મૂવીમાં એકદમ ખરાબ સીન કે એવું કઈ જ નથી અને એકદમ સિમ્પલ સ્ટોરી છે અને જોવાની મજા પડી જશે તો જોઈ જ આવો.

બીજા કોઈપણ રિવ્યુ જોશો નહીં કે ધ્યાન આપશો નહીં. હું પોતે કાલે જોઈને આવ્યો છું ફર્સ્ટ ડે ફર્સ્ટ શો અને આ કોઈ પેઈડ રિવ્યુ નથી. મારી રીતે જ આપેલો રિવ્યુ છે અને એકદમ ઓરીજનલ રિવ્યુ છે. બાકી કોઈ સપોઇલર ઉપર ધ્યાન આપશો નહીં.

સમય કાઢીને આ પણ વાંચો

આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો:

Leave a Comment