મિત્રો, Prasuti Sahay Yojana Gujarat બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા શ્રમયોગી મહિલા કે શ્રમયોગી પુરુષની પત્નીને ગર્ભ અવસ્થા દરમિયાન પૂરતું પોષણ મળે અને તેના ગર્ભમાં રહેલ બાળકનું સંપૂર્ણ વિકાસ થાય તે માટે પ્રસુતિ સહાય યોજના અમલમાં મુકાયેલ છે આ યોજના દ્વારા મહિલાઓને ડિલિવરી માટે રૂપિયા 37,500 ની સહાય આપવામાં આવે છે આ લેખ દ્વારા તમે પ્રસુતિ સહાય યોજના ગુજરાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો જેમ કે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? સહાય કેવી રીતે ચુકવાશે? વગેરે બાબતે ની માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો અને તમારા મિત્રોને પણ શેર કરો.

Prasuti Sahay Yojana
યોજનાનું નામ | શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના |
વિભાગ | શરમ કૌશલ્ય , વિકાસ અને રોજગાર વિભાગ |
કોને સહાય મળશે? | બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગી મહિલા કે શ્રમયોગી પુરુષની પત્નીને ગર્ભ અવસ્થા દરમિયાન અને બાદ સહાય મળશે |
સહાયની રકમ | રૂપિયા 37,500/- |
ઓનલાઇન અરજી માટે | sanman.gujarat.gov.in |
ઓફલાઈન અરજી આપવા માટે | શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઓફિસ છે અથવા જિલ્લા શ્રમ કૌશલ્ય અને રોજગાર ની કચેરીએ |
Gujojas Home Page | અહી ક્લિક કરો |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |
પ્રસુતિ સહાય યોજના ની હેતુ
બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ મહિલા શ્રમયોગીને પ્રસુતિના સમયગાળા દરમિયાન પૂરતા પોષણ આહાર અને આરામની જરૂર રહેતી હોય છે મહિલા શ્રમયોગી તથા તેના બાળકને પૂરતું પોષણ મળે તેવો પોષણયુક્ત આહાર ગર્ભવસ્થા દરમિયાન મળી રહે તેવા હેતુથી યોજનાના અમલમાં મૂકવામાં આવી છે બાળક તથા માતાના સ્વાસ્થ્ય તેમજ તંદુરસ્તી અને આ સમયગાળા દરમિયાન મહિલા શ્રમિકને આર્થિક રાહત આપવાના ઉદ્દેશથી નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ રૂપિયા 37,500 ની સહાય આપવાની જોગવાઈ આ યોજના હેઠળ થયેલ છે જેના માટે પ્રસુતિ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
કોને મળશે આ યોજનાનો લાભ?
- ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ મારફત નોંધાયેલ શ્રમયોગી મહિલા કે શ્રમયોગી પુરુષની પત્નીને મળશે લાભ.
- બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજનાનો લાભ મળશે.
- નોંધણીની તારીખથી ત્રણ વર્ષે નોંધણી રિન્યુ કરાવેલ હશે તેવા મહિલા બાંધકામ શ્રમિકને જ લાભ મળશે.
- પ્રથમ બે પ્રસુતિની મર્યાદામાં પ્રત્યેક પ્રસુતિ સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
કુલ મળવા પાત્ર લાભ
- પ્રસુતિ થયા પહેલા મળવાપાત્ર લાભ – રૂપિયા 17,500/-
- પ્રસુતિ થયા બાદ મળવાપાત્ર લાભ – રૂપિયા 20,000/-
પ્રસુતિ થયા પહેલા મળવાપાત્ર લાભ
- રૂપિયા 2500+10,000+5000 = કુલ રૂપિયા 17,500/- ની સહાય મળવાપાત્ર થશે. યોજનાની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ અરજી કરો.
પ્રસુતિ થયા બાદ મળવાપાત્ર થતી સહાય
- રૂપિયા 5000+10,000+5,000= કુલ સહાય રૂપિયા 20,000/-
નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને ઉપર મુજબ પ્રસુતિ થયા પહેલા મળવાપાત્ર થતી સહાય રૂપિયા 17,500 તથા પ્રસુતિ થયા બાદ મળવાપાત્ર થતી સહાય રૂપિયા 20 હજાર મુજબ કુલ 37,500 ની સહાય ચુકવણી કરવામાં આવશે.
અરજી કરવાની રીત
- ઓનલાઈન
- ઓફલાઈન
- ઓનલાઇન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકો છો.
યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- અરજી પત્રક
- અરજદારના બે પાસપોર્ટ સાઇઝના ફોટા
- બાળકના જન્મના પ્રમાણપત્ર ની નકલ
- બોર્ડના ઓળખ કાર્ડની ઝેરોક્ષ
- નમુના મુજબનું સોગંદનામુ
- રેશનકાર્ડ ની નકલ
- બેંક પાસબુક ની પ્રથમ પાનાની કોપી
ઓફલાઈન અરજી કરવાની રીત
અરજી પત્રક સાથે જરૂરી ડોક્યુમેન્ટસ જોડીને જિલ્લાની શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કચેરી ખાતે અથવા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ખાતે મોકલી આપવાની રહેશે.
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
- શ્રમયોગી કલ્યાણ ભવન
- પાણીની ટાંકીની સામે
- જી કોલોની સુખરામ નગર
- અમદાવાદ
- 380021
ઉપયોગી લિંક
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
અરજી નું સ્ટેટ્સ જાણવા | અહી ક્લિક કરો |
પ્રસુતિ પહેલાંનું અરજીપત્રક PDF ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
પ્રસુતિ બાદ નું અરજીપત્રક PDF ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |