મિત્રો તમે જાણો જ છો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા RBI દ્વારા સત્તાવાર પરિપત્ર રજૂ કરવામાં આવ્યો હતો. Last Date to Exchange Rs.2000 Note આ પરિપત્ર તારીખ 19 મે 2023 ના રોજ એક સર્ક્યુલર જારી કર્યો હતો તેમાં જણાવ્યું હતું કે તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં રૂપિયા 2000ની નોટ જમાં કરાવવા અથવા બદલવા માટેનું જણાવવામાં આવ્યું હતું. અને એમ.પણ જણાવવામાં આવ્યું હતું કે આ પછી પણ રૂપિયા 2000ની નોટ કાયદેસર રહેશે. મિત્રો, RBI એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ 31 ઓગસ્ટ 2023 સુધીમાં 3 હજાર 56 અબજ રૂપિયાની નોટો બેંકમાં પાછી આવી ગઈ છે.

Last Date 2000 Note Exchange: 2000 રૂપિયાની નોટો બદલવાની છેલ્લી તારીખ જાણો
હજુ પણ તમે 2000 ની નોટ તમારી પાસે હોય અને જમાં કરવી ન હોય તો ફટાફટ જમાં કરવી લો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નોટો જમાં કરાવવા ની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.
રૂપિયા 2000 ની નોટ ક્યારે બહાર આવી હતી?
મિત્રો, રૂપિયા 2000 ની નોટ 2016માં બહાર આવી હતી. નવેમ્બર 2016માં રૂપિયા 2000 ની નોટ બજારમાં આવી હતી. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા 500 અને 1000ની નોટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અને નવી રૂપિયા 500 અને 2000ની નોટો જાહેર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2018-19 થી રૂપિયા 2000 ની નોટો છાપવાનું બંધ કરી દીધું હતું. અને વર્ષ 2021-22 માં રૂપિયા 38 કરોડ જેટલી 2000 રૂપિયાની નોટો નાશ પામી હતી.
રૂપિયા 2000 ની નોટો 7 ઓક્ટોબર 2023 સુધીમાં બદલી શકાશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે હવે 2000 રૂપિયાની નોટો તારીખ 07 ઓક્ટોબર 2023 સુધીમાં બદલી શકાશે. જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટો હોય તો છેલ્લી તારીખ પહેલાં બદલી શકો છો. છેલ્લી તારીખ ની રાહ જોયા વગર ફટાફટ બદલી લો કેમ કે છેલ્લી તારીખ હોય તો તે દિવસે ભીડ વધારે હોય શકે.
રૂપિયા 2000ની નોટો બદલવા માટે કોઈ ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે?
તમને જણાવી દઈએ કે રૂપિયા 2000 ની નોટો બદલવા માટે કોઈ ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે નહિ. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ ગ્રાહકોને બેંકમાં નોટ બદલવા માટે કોઈ અગવડ પડે નહિ અને ફટાફટ કામ પૂરું થાય એ માટે કોઈ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે નહિ. તમે સીધા બેંકમાં જઇને રૂપિયા 2000 ની નોટ આપીને દલી શકો છો.
દુનિયામાં સૌથી સસ્તો iPhone 15 અહીં મળે છે, જાણો ક્યાં કેટલી કિંમત છે.
શું તમારું બેંકમાં ખાતું નથી તો પણ તમે બેંકમાં 2000 રૂપિયાની નોટો બદલી શકો?
જો તમારે બેંકમાં ખાતું નથી અને તમારે 2000 રૂપિયાની નોટો બદલવી હોય તો તમે બદલી શકો છો. રૂપિયા 20,000 સુધીની નોટો તમે બદલી શકો છો. જો તમારે બેંકમાં ખાતું હોય તો કોઈ મર્યાદા લાગુ પડતો નથી.
સામાન્ય લોકો પર શું અસર થશે?
મિત્રો, જેની પાસે રૂપિયા 2000 ની નોટો છે તેમને છેલ્લી તારીખ પહેલાં બદલી લેવી જોઈએ. જેમ નોટબંધી વખતે નોટો બદલવા માટે લાંબી લાઈનો લાગતી હતી તેમ 2000ની નોટો બદલવા માટે લાઈન નથી. તમે સરળતાથી નોટો બદલી શકો છો.
પોસ્ટ દ્વારા મોકલવાની સુવિધા
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પોસ્ટ દ્વારા નોટો મોકલવાની સુવિધા પણ ઉપલબ્ધ કરી છે. જેનાથી તમે સરળતાથી પોસ્ટ દ્વારા નોટો મોકલીને સરળતાથી મોકલી શકો છો
આમ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નોટો બદલવા માટેની 07 ઓક્ટોબર 2023 છે.