તમારો ફોન પણ થઈ શકે છે હેક ! : તમારો ફોન હેક ન થાય એ માટે કરો આટલા સેટિંગ, જાણો સંપૂર્ણ માહિતી

હાલમાં ઘણા લોકોના ફોન હેક થઈ જાય છે. તમને પણ કોઈક વખત વિહાર આવતો હશે કે મારો ફોન હેક તો થયો નહિ હોય? તમારા ફોન માં સિક્યોરિટી સેટિંગ રાખવા જોઈએ. જો તમે જરૂરી સેટિંગ ન કરો તો તમારો પણ ફોન હેક થઈ શકે છે. ઘણી બધી ફ્રોડ એપ્લિકેશન યુઝર ના ડેટા ચોરી કરતી હોય છે. તમારે ફ્રોડ એપ્લિકેશન થી દુર રહેવું જોઈએ. એક્સપર્ટ પણ સલાહ આપતા હોય છે કે તમારા એકાઉન્ટ ને પ્રોટેક્ટ કરો. તમે જો તમારું એકાઉન્ટ સલામત રાખ્યું નહિ હોય તો કોઈ પણ વ્યક્તિ તમારા ડેટા ની ચોરી કરી શકે છે. કોઈ પણ વ્યક્તિ તમારા ડેટા ને ચોરી કરીને તમને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે સલામત રહો, સતર્ક રહો અને સાવચેત રહો.

Anyone Can Hack a Phone ?

પ્રાઇવેટ ફોટો કે વિડીયો કેવી રીતે શેર થાય છે?

તમને જણાવી દઇએ કે તમારા પ્રાઇવેટ ફોટા કે વિડિયો થર્ડ પાર્ટી દ્વારા શેર થઈ શકે છે. જો તમે તમારો ફોન વેચી નાખ્યો હોય અને તે ફોન તમે રીસેટ કર્યો ના હોય તો તમારા ડેટા શેર થઈ શકે છે. જો તમે અન્ય કોઈ વ્યક્તિને ફોટા કે વિડિયો શેર કરો છો તો તે વ્યક્તિ બીજા કોઈ પણ વ્યક્તિને તમારા ફોટા શેર કરી શકે છે.

પ્રાઈવસી માટે કામ આટલું કરો

પ્રાઈવસી સેટિંગ્સ ચેક કરો: ફોનના પ્રાઈવસી સેટિંગ્સ ને રિવ્યૂ કરીને ખાતરી કરો કે માટે ઓફિશિયલ કોન્ટેક્ટ જ MMS ખોલીને પ્રાપ્ત કરી શકે છે. તમારે તમારા ફોનની પ્રાઈવસી સેટિંગ્સ નું ધ્યાન રાખવું જરૂરી છે.

તમારા ફોનને અપડેટ કરો: વધારે સારી સુરક્ષા મેળવવા માટે તમારા ફોન ની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સ અપડેટ કરો.

વિશ્વાસપાત્ર એપ્લિકેશન નો જ ઉપયોગ કરો: તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો પહેલા ચેક કરો કે આ એપ્લિકેશન તમારા માટે સેફ છે કે નહિ. વિશ્વાસ પાત્ર પ્લેટફોર્મ પરથી જ એપ ડાઉનલોડ કરો.

મેસેજ ને એન્ક્રિપ્ટ કરો: મેસેજ માટે વપરાતી એપને એન્ડ તો એન્ડ એન્ક્રિપ્ટ હોય તેવી એપનો ઉપયોગ કરો. જે એપ્લિકેશન મેસેજ અને અન્ય માહિતી ને એન્ક્રિપ્ટ રાખે છે તેવી એપ નો ઉપયોગ કરો.

સિક્યોર વાઈ ફાઈ કનેક્શન : સેન્સેટિવ એમએમએસ મોકલતી વખતે સુરક્ષિત ન હોય તેવા વાઇફાઇ નો ઉપયોગ કરશો નહીં. વધારાની સુરક્ષા માટે વી.પી.એન નો ઉપયોગ કરો.

ફોન ના ડેટા પર નજર રાખો : કોઈપણ અસામાન્ય અને અણધારી પ્રવૃત્તિઓને ઓળખવા માટે ફોન ના ડેટા પર નજર રાખો.

પાસવર્ડ સ્ટ્રોંગ રાખો : તમારા ફોનનો પાસવર્ડ સ્ટ્રોંગ રાખો. અમુક વ્યક્તિઓ પોતાના ફોનનો પાસવર્ડ સામાન્ય રાખે છે જે કે 12345 . સામાન્ય પાસવર્ડ રાખશો તો કોઈપણ આરામથી તમારો ફોન હેક કરી શકશે. મારા ફોન નો પાસવર્ડ સ્ટ્રોંગ રાખો.

ફોટા અને વિડિયો લીક થાય તો શું કરવું?

મેસેજ મોકલનાર અથવા રિસિવ કરનારનો સંપર્ક કરો: મિત્રો, જે વ્યક્તિ એ તમારી મંજૂરી વગર MMS શેર કર્યો છે અથવા રીસિવ કર્યો છે તેનો સંપર્ક કરો.

પ્લેટફોર્મ માંથી ડીલીટ કરવા કહો : તમારો ફોટો અથવા વિડિયો જે પ્લેટફોર્મ પર વાયરલ કે લીક કર્યો હોય તે પ્લેટફોર્મ પરથી ડીલીટ કરવા માટે કહો.

મોબાઈલ નેટવર્ક પ્રોવાઇડર સાથે સંપર્ક કરો: મોબાઈલ નેટવર્ક પ્રોવાઇડર નો સંપર્ક કરો અને તેમને પરિસ્થિતિ ની જાણ કરો. તેમની પાસે જો કોઈ નીતિ હોય તો તે તમારી મદદ કરી શકે છે.

પોલીસ ફરિયાદ કરો: જો MMS લીક થવાથી કોઈ બદલો લેવા, પોર્ન અથવા ગોપનિયતાનું ઉલ્લંઘન હોય તો પોલીસ ફરિયાદ કરો.

કાયદા નો સહારો લો : જો MMS લીક કરીને તમને નુકશાન થાય એમ થયું હોય તો કાયદાનો સહારો લો અને જરૂરી કાર્યવાહી કરો.

સાયબર ક્રાઇમ એજન્સી ને જાણ કરો : જો આવી કોઈ ઘટના તો હોય તો સાયબર ક્રાઇમ એજન્સી ને જાણ કરો.

એકાઉન્ટ ને સિકયોર કરો: જે પ્લેટફોર્મ પરથી વિડિયો કે ફોટા શેર થયા હોય તેનો પાસવર્ડ બદલો.

મોબાઈલ ચોરી થઈ જાય કે ખોવાઇ જાય તો શું કરવું ?

આમ, મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે જો તમારા ફોટા કે વિડિયો લીક થયા તો તમારે ક્યાં પગલાં લેવા જોઈએ.

Leave a Comment