મિત્રો, તમે આયુષ્યમાન કાર્ડ વિશે માહિતી જાણતા જ હશો. આયુષ્યમાન કાર્ડ ભારત – વડા પ્રધાન જન આરોગ્ય યોજના (PM JAY) એ ભારત સરકારની આ મુખ્ય યોજના છે. આયુષ્યમાન કાર્ડ હેઠળ પહેલા 5 લાખ સુધીની સારવાર મફતમાં કરી શકાતી હતી જ્યારે હાલમાં આ સહાયમાં વધારો કરીને 10 લાખ સુધીની સારવાર માટે સહાય મળવાપાત્ર છે. આ યોજના હેઠળ સામન્ય બીમારીથી લઈને ગંભીર બીમારીઓ માટે સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી શકાય છે. હવે આ લેખમાં તમે જાણી શકશો કે આયુષ્યમાન કાર્ડ ઘરે બેસીને કઈ રીતે બનાવી શકાય.
Make Aayushman Card at home

આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગરીબ નાગરિકોમાં સ્વાસ્થ્ય અને સુખાકારી વધારવા માટે શરુ કરવામાં આવેલ એક પ્રોજેક્ટ છે. આ યોજના નો લાભ ઘણા બધા લોકો એ લીધેલ છે. આ પહેલ રાજ્યની હોસ્પિટલો અને ખાનગી સુવિધાઓ કેશલેસ સારવાર પૂરી પાડે છે જેને સરકારે મંજૂરી આપી છે. આ યોજનાનો હેતુ એ છે કે જે લોકો ઘરે બીમારીથી પીડિત છે અને પૈસા ન હોવાના કારણે તેઓ સારવાર લઈ શકતા નથી તેઓને આ યોજના હેઠળ મફતમાં સારવાર મળી રહે.
સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જઇને ચેક કરી લો કે તમે આ યોજના માટે પાત્રતા ધરાવો છો કે નહીં. જો લિસ્ટમાં તમારું નામ હશે તો તમે આ યોજના માટે પાત્રતા ધરાવતા હશો.
- સૌપ્રથમ google play store પરથી આયુષ્યમાન એપ ડાઉનલોડ કરો અથવા https://beneficiary.nha.gov.in વેબસાઈટ પર જાવ.
- હવે નામ / રાશનકાર્ડ / આધાર નંબર / કુટુંબ નંબર પરથી તમારી પાત્રતા ચકાસો.
- હવે વિગતો ભરો.
- બધી વિગતો ભર્યા બાદ મોબાઇલ માંથી તમારો ફોટો અપલોડ કરો. હવે તમારી વિગતોની ચકાસણી પ્રક્રિયા શરૂ કરો
- હવે યુઝર લોગીન બનાવવા માટે તમારો મોબાઇલ નંબર નાખો અને ઓટીપી મેળો અને ઓટીપી દાખલ કરો.
- પાત્રતા ધરાવતા લાભાર્થી પોતાના તથા પરિવારના દરેક સભ્યોની વિગતો આધાર e-kyc ના માધ્યમથી ચકાસો
- ચકાસણી પૂરી થયા બાદ તમે તમારા પરિવારના અને તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
મફત પ્લોટ યોજના: હવે તમને પણ સરકાર દ્વારા મળશે 100 ચો.વાર નો મફત પ્લોટ, વાંચો સંપૂર્ણ માહિતી
સ્ટેપ – 1 આયુષ્યમાન એપ ડાઉનલોડ કરો

સ્ટેપ – 2 યુઝર લોગીન માટે મોબાઈલ નંબર નાખો અને OTP દાખલ કરો.

સ્ટેપ – નામ / રાજ્ય / જિલ્લા / આધાર નંબર પરથી પાત્રતા ચકાસો. સ્ટેપ – 4 આધાર e-kyc માધ્યમથી પાત્રતા ચકાસો

સ્ટેપ – 5 વિગત અપલોડ કર્યા બાદ તમારો મોબાઈલ માંથી ફોટો અપલોડ કરો. અને આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો

આ રીતે, તમે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરવા વિનંતી.