WhatsApp Channels: જાણો વોટ્સએપ ચેનલ વિશે અને બનાવો તમારી પોતાની ચેનલ

WhatsApp Channels: જાણો વોટ્સએપ ચેનલ વિશે અને બનાવો તમારી પોતાની ચેનલ

What Is WhatsApp Channel And How to create WhatsApp Channel

WhatsApp Channels Gujarati: મેટા કંપની દ્વારા વોટ્સએપના એક નવા ફીચર્સને હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું નામ વોટ્સએપ ચેનલ (WhatsApp Channel) છે. આ ફીચર દુનિયાના મોંટાભાગના દેશોમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. વોટ્સએપ ચેનલ એ ટેલિગ્રામ ચેનલની જેવુ જ છે પણ તેનાથી અલગ પડે છે. અહિયાં તમને અનલિમિટેડ લોકો ફોલો કરી શકે છે અને તમે પોતે પણ ચેનલ બનાવી શકો છો.

વોટ્સએપ ચેનલ કેવી રીતે બનાવવી, વોટ્સએપ ચેનલ ખરેખર શું છે અને વોટ્સએપ ચેનલના ફીચર્સ શું શું છે તેના વિશે આજે અહિયાં માહિતી મેળવવાના છીએ. ટેચનોલૉજીનો જમાનો છે તો તમારે ટેકનોલોજીમાં થતાં દરેક અપડેટથી વાકેફ પણ રહેવુ જોઈએ. તો જાણો આજે વોટ્સએપના એક નવા ફીચર વોટ્સએપ ચેનલ (WhatsApp Channel) વિશે.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે, મળશે 15,000 ની ટૂલકીટ અને 3 લાખ સુધીની લોન

What Is WhatsApp Channel: વોટ્સએપ ચેનલ શું છે?

વોટ્સએપ ચેનલ (WhatsApp Channel) એ વોટ્સએપનું એક નવું ફીચર છે જ્યાં તમે ચેનલને ફોલો કરીને તમારા પસંદગગી મુજબની માહિતી મેળવી શકો છો. વોટ્સએપ ચેનલ (WhatsApp Channel) માં તમારી બધી જ માહિતી ગુપ્ત રહેશે જેમ કે તમારું પ્રોફાઇલ, એડમીન પણ ફૉલોઅર્સને જોઈ શકશે નહીં અને વોટ્સએપ ચેનલમાં અનલિમિટેડ મેમ્બર તમારી બનાવેલી ચેનલને ફોલો કરી શકે છે.

વોટ્સેપ ચેનલમાં પણ વોટ્સએપ ગ્રૂપની જેમ જ મેસેજ સેન્ડ કરી શકાશે પણ જેમણે ચેનલ બનાવી છે તેજ વોટ્સએપ ચેનલમાં મેસેજ સેન્ડ કરી શકે છે. વોટ્સએપ ચેનલ એ પ્રાઈવસીની રીતે સુરક્ષિત છે કેમ કે વોટ્સએપ ગ્રૂપમાં કોઈપણ મેમ્બર તમારો મોબાઈલ નંબર જોઈ શકે છે જ્યારે અહિયાં તો ખુદ વોટ્સએપ ચેનલ બનાવનાર પણ તમને જોઈ શકશે નહીં. માટે વોટ્સએપ ચેનલનો આ પણ એક સૌથી સરસ ફાયદો છે.

What Is The Features Of WhatsApp Channel: વોટ્સએપ ચેનલના ફીચર્સ કયા કયા છે?

  • તમારી વોટ્સએપ ચેનલમાં અનલિમિટેડ ફોલોવર્સ જોડાઈ શકે છે એટલે કે તમને ફોલો કરી શકે છે.
  • વોટ્સએપ ગ્રૂપમાં ગ્રુપ સંખ્યા ફૂલ થઈ જતાં નવા ગ્રુપ બનાવવા પડતાં તે હવે સીધું ચેનલ બનાવી શકો છો.
  • તમે સરકારી સંસ્થાઓ દ્વારા બનાવેલ ચેનલ દ્વારા અથવા કોઈ નેતા દ્વારા બનાવેલ ચેનલ, ન્યૂઝ ચેનલ, સેલિબ્રિટીની ચેનલમાં જોડાઈને નવી નવી અપડેટ તરત જ મેળવી શકો છો.
  • વોટ્સએપ ચેનલમાં તમારું પ્રોફાઇલ, મોબાઈલ નંબર કે અન્ય માહિતી કોઈપણ જોઈ શકતું નથી.
  • તમે ચેનલમાં આવેલી પોસ્ટને ઇમોજી દ્વારા રીએક્ટ કરી શકો છો. ચેનલમાં રીએક્ટ કરનારની સંખ્યા બતાવશે પણ તેને કોણે કોણે રીએક્ટ કર્યું તે જોઈ શકાશે નહીં.
  • જે ચેનલના નામની આગળ લીલા રંગનું ચેકમાર્ક હોય, WhatsAppએ તેની પ્રમાણિત હોવાની ખાતરી કરેલી હોય છે.
  • ચેનલ કેવા પ્રકારની પોસ્ટ અપડેટ કરે છે તે પહેલાંથી જોઈ શકો છો અને પછી તમને પસંદ આવે તો તમે તેને ફોલો કરી શકો છો.

આ પણ વાંચો: ચંદ્રયાન-3 ની ક્વિઝ રમો અને જીતો 1 લાખથી લઈને 50 હજાર સુધીના કેશ પ્રાઇઝ

How To Create A WhatsApp Channel: વોટ્સએપમાં ચેનલ કેવી રીતે બનાવવી?

  • સૌપ્રથમ તો તમારૂ વોટ્સએપ અપડેટ ન કર્યું હોય તો અપડેટ કરવું.
  • ત્યારબાદ જ્યાં સ્ટેટ્સનું ઓપ્શન આવતું હતું ત્યાં Updates કરીને ઓપ્શન આવ્યું હશે.
  • Updates ઓપ્શનમાં જઈને + બટન ઉપર ક્લિક કરવું.
  • + બટન ઉપર ક્લિક કરતાં જ તમને Find Channel અને Create Channel ઓપ્શન દેખાશે. (નોંધ: Create Channel) ઓપ્શન ના દેખાય તો થોડા દિવસમાં આવી જશે).
  • ત્યારબાદ Create Channel ઉપર ક્લિક કરવું અને તમને ચેનલના ફીચર્સનું ટેબ દેખાશે અને નીચે Continue બટન દેખાશે.
  • Continue બટન ઉપર ક્લિક કરો અને એક નવો ટેબ ખુલશે.
  • નવા ટેબમાં ચેનલનું નામ, પ્રોફાઇલ ફોટો અને ચેનલની માહિતી લખો અને Create Channel બટન ઉપર ક્લિક કરો.
  • Create Channel બટન ઉપર ક્લિક કરતાં જ તમારી ચેનલ બની જશે.
  • ચેનલ બનતા જ તમે તેમાં પોસ્ટ કરી શકો છો અને તેની લિંક પણ ચેનલના નામ ઉપર ક્લિક કરી કોપી કરી શેર કરી શકો છો.

અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવા માટે અહિયાં ક્લિક કરો.

Leave a Comment