નમસ્કાર મિત્રો, SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પોતાના ગ્રાહકો માટે સગવડ વધારવા માટે હંમેશા આગળ જ રહે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં SBI WhatsApp Banking સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા થી બેંકના ગ્રાહકો માટે સગવડ માં વધારો થયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના ગ્રાહકો હવે WhatsApp દ્વારા બેંક એકાઉન્ટ ની ઘણી બધી માહિતી મેળવી શકશે.

હવે તમે અલગ અલગ પ્રકારની બેન્કિંગ સેવાઓ માટે WhatsApp Banking નો ઉપયોગ કરી શકો છો અને તમારા WhatsApp દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના તમારા એકાઉન્ટ ની માહિતી જોઈ શકશો. આ સુવિધા ખરેખર ગ્રાહકો માટે ખુબ જ ઉપયોગી થશે.
SBI WhatsApp Banking કઈ રીતે શરુ કરવું ?
એસબીઆઇ દ્વારા તાજેતરમાં જ SBI WhatsApp Banking સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા નો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી નીચે મુજબ છે. સરળ સ્ટેપ્સ ફોલો કરો અને સુવિધાનો ઉપયોગ કરો.
QR Coad સ્કેન કરો : તમારા મોબાઈલ ફોન નો ઉપયોગ કરીને નીચે આપેલ QR કોડને સ્કેન કરો. તમે આ કોડ ને સ્કેન કરશો એટલે SBI ની WhatsApp સેવા ખુલશે.

“Hi” મેસેજ મોકલો તમારા WhatsApp નંબર પરથી +919022690226 પર મેસેજ કરો: આગળ જણાવેલ નંબર પર તમારા WhatsApp નંબર પરથી Hi મેસેજ કરો. તમે મેસેજ કરશો એટલે ચેટબોટ તરફથી તમને આગળ સૂચનાઓ મળશે.

તમારું એકાઉન્ટ રજીસ્ટર કરો: જો રજીસ્ટર સફળ રીતે થશે તો તમને તમારા રજીસ્ટર મોબાઈલ નંબર સાથે લિંક કરેલ તમારા WhatsApp પર એક કન્ફર્મેશન નંબર પ્રાપ્ત થશે. હવે તમે SBI WhatsApp Banking સેવાઓનું લીસ્ટ જોઈ શકો છો.
Services Offered by SBI’s WhatsApp Banking
એસબીઆઇ WhatsApp Banking દ્વારા અનેક પ્રકારની બેન્કિંગ સુવિધાઓ આપવામાં આવે છે. જેમાંથી કેટલીક બાબતો નીચે વાંચો શકો છો તમે. તમારી નાણાંકીય સુવિધાઓને પહોંચી વળવા માટે SBI નું WhatsApp Banking ઘણી બધી સેવાઓ આપે છે જે નીચે પ્રમાણે છે.
બેલેન્સ જોવા માટે : SBI WhatsApp Banking દ્વારા તમે બેલેન્સ સરળતાથી જોઈ શકો છો. જેમાં બુક બેલેન્સ, એકાઉન્ટ રિન્યુઅલ તારીખ અને સ્ટોક સ્ટેટમેન્ટ ની છેલ્લી તારીખ જેવી માહિતી જોઈ શકો છો.
મીની સ્ટેટમેન્ટ: તમારા તાજેતરમાં કરેલ વ્યવહારો પૈકી છેલ્લા 10 વ્યવહાર તમે મીની સ્ટેટમેન્ટ દ્વારા જોઈ શકો છો.
એકાઉન્ટ સ્ટેટમેન્ટ: SBI WhatsApp Banking સુવિધા દ્વારા તમે 250 સુધીના એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોઈ શકો છો.
અન્ય સ્ટેટમેન્ટ સેવાઓ : વ્યાજ પ્રમાણપત્ર સહિત હોમ લોન અને એજ્યુકેશન લોન ના સ્ટેટમેન્ટ જોઈ શકો છો.
પેન્શન સ્લીપ સેવા : જો તમે પેન્શનર છો તો તમે તમારા પેનહન ની માહિતી સરળતાથી જોઈ શકો છો.
લોન અને ડિપોઝિટ ની માહિતી : આ સુવિધા ની મદદથી તમે વારંવાર પૂછતાં પશનો અને લોન અંગેની માહિતી તેમજ ડિપોઝિટ પ્રોડક્ટ્સ વિશે જાણી શકો છો.
NRI સેવાઓ : જો તમે બિન – નિવાસી ભારતીય હોય તો NRE અને NRO ખાતાની સુવિધાઓ અને વ્યાજ દરોની માહિતી મેળવી શકો છો.
તરત એકાઉન્ટ ખોલવું : તરત એકાઉન્ટ ખોવા માટે જરૂરી માહિતી તમે જોઈ શકો છો. જેમ કે ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે.
સંપર્ક / ફરિયાદ નિવારણ હેલ્પલાઇન: સહાય અને ફરિયાદ નિવારણ માટે જયેરી માહિતી મેળવવા SBI WhatsApp Banking ઉપયોગી છે.
અગાઉ મંજૂર થયેલ લોનના પ્રશ્ન : અહીથી તમે અગાઉ મંજૂર થયેલ કાર લોન, ટુ વ્હીલર લોન જેવી અન્ય લોનના અંગેની માહિતી મેળવી શકો છો.
ડિજિટલ બેન્કિંગ સેવાઓ: ડિજિટલ બેન્કિંગ સેવાઓ અને માહિતી મેળવવા માટે આ ઉપયોગી છે.
પ્રમોશનલ ઓફર : SBI WhatsApp Banking દ્વારા તમે પ્રમોશનલ ઓફર જોઈ શકો છો.
બેન્કિંગ ફોર્મ ડાઉનલોડ કરો : બેન્કિંગ ને લગતા ફોર્મ ઍક્સેસ કરો અને ડાઉનલોડ કરો.
હોલીડે કેલેન્ડર : રજાઓ અંગેની માહિતી પણ જોઈ શકો છો.
ડેબિટ કાર્ડ અંગેની માહિતી: SBI WhatsApp Banking દ્વારા તમે ડેબિટ કાર્ડ અંગેની માહિતી અને પ્રશ્નો અંગે માહિતી જોઈ શકો છો.
ખોવાયેલ / ચોરાયેલા કાર્ડ : જો તમારું કાર્ડ ખોવાય જાય કે ચોરાય હોય તો શું કરવું તેની માહિતી પણ મેળવી શકો છો.
નજીકનું ATM / બ્રાન્ચ લોકેશન : તમે તમારી નજીકમાં કયા ATM છે તે પણ અહીથી જોઈ શકો છો.
How to Register SBI WhatsApp Banking Via SMS?
તમે SMS એટલે.કે શોર્ટ મેસેજ સર્વિસ દ્વારા પણ માહિતી મેળવી શકો છો. જો તમે QR COAD નો ઉપયોગ કરવા ન માંગતા હોય તો તમે SMS ધવા પણ બેન્કિંગ સેવાઓ નો લાભ લઇ શકો છો. તમારા Registered મોબાઈલ નંબર પરથી નીચેના ફોર્મેટ પ્રમાણે +917208933148 પર SMS મોકલો. “WAREG એકાઉન્ટ નંબર” ઉદાહરણ તરીકે જો તમારો એકાઉન્ટ નંબર 123456789 હોય તો “WAREG 123456789” લખીને +917208933148 નંબર પર SMS મોકલો.
મિત્રો, SBI WhatsApp Banking દ્વારા તમે એસબીઆઇ ની ઘણી બધી સુવિધાઓ નો ઉપયોગ કરી શકો છો. SBI જો તમારું બેંક એકાઉન્ટ પણ SBI WhatsApp Banking સાથે જદયેલ હોય તો તમે પણ ઘરે બેઠા ઘણી બધી સુવિધાઓ નો લાભ લઇ શકો છો.
SBI WhatsApp Banking સુવિધાઓ
SBI WhatsApp Banking ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે જેમાં બેલેન્સ જોવા માટે, લોન અંગેની માહિતી માટે, મીની સ્ટેટમેન્ટ, લોન અને ડિપોઝિટ માહિતી, નજીક ની બ્રાન્ચ અને ATM લોકેશન મટે, બેંકના અગત્યના ફોર્મ ડાઉનલોડ કરવા માટે, ડેબિટ કાર્ડ અંગેની માહિતી માટે, બેન્કિંગ હોલીડે, પ્રમોશનલ ઓફર જોવા, ખોવાયેલ / ચોરાયેલા કાર્ડ માટે શું કરવું તે જોવા, અગાઉ મંજૂર થયેલ લોનના પ્રશ્ન, પેન્શન સ્લીપ માટે વગેરે સુવિધા મળે છે.
FAQ On SBI WHATSAPP BANKING
પ્રશ્ન 1, SBI WhatsApp Banking શું છે?
જવાબ: SBI WhatsApp Banking એ ગ્રાહકોને ઘની બધી સુવિધાઓ WhatsApp દ્વારા આપવા માટે ઉપયોગી છે. WhatsApp દ્વારા નાણાંકીય સેવાનો લાભ લઈ શકો છો.
પ્રશ્ન.2. SBI WhatsApp Banking શરુ કઈ રીતે કરવું?
જવાબ. 2. “Hi” મેસેજ મોકલો તમારા WhatsApp નંબર પરથી +919022690226 પર મેસેજ કરો: આગળ જણાવેલ નંબર પર તમારા WhatsApp નંબર પરથી Hi મેસેજ કરો. તમે મેસેજ કરશો એટલે ચેટબોટ તરફથી તમને આગળ સૂચનાઓ મળશે.
પ્રશ્ન 3. : SBI WhatsApp Banking દ્વારા કઈ સેવાઓ નો લાભ મળશે?
જવાબ.3 . WhatsApp Banking દ્વારા તમે બેલેન્સ જોવા માટે, લોન અંગેની માહિતી માટે, મીની સ્ટેટમેન્ટ, લોન અને ડિપોઝિટ માહિતી, નજીક ની બ્રાન્ચ અને ATM લોકેશન મટે, બેંકના અગત્યના ફોર્મ ડાઉનલોડ કરવા માટે, ડેબિટ કાર્ડ અંગેની માહિતી માટે, બેન્કિંગ હોલીડે, પ્રમોશનલ ઓફર જોવા, ખોવાયેલ / ચોરાયેલા કાર્ડ માટે શું કરવું તે જોવા, અગાઉ મંજૂર થયેલ લોનના પ્રશ્ન, પેન્શન સ્લીપ માટે વગેરે સુવિધા મળે છે.
શું WhatsApp Banking સુરક્ષિત છે?
જવાબ.4. હા, WhatsApp Banking સુરક્ષિત છે. કોઈ પણ ચિંતા વગર તમે આ સુવિધાઓ ઉપયોગ કરી શકો છો.
પ્રશ્ન. 5. શું ભારત સિવાય બીજા દેશમાં WhatsApp Banking નો.ઉપયોગ કરી શકાય?
જવાબ.5. જો તમારૂ WhatsApp એકાઉન્ટ હોય અને નેટવર્ક સાથે જોડાયેલ હોય તો તમે WhatsApp Banking નો.ઉપયોગ કરી શકો છો.
પ્રશ્ન.6. WhatsApp Banking માટે જરૂરી ફોર્મ ડાઉનલોડ કેવી રીતે કરવું?
જવાબ.6. એસબીઆઈના વોટ્સએપ બેંકિંગ દ્વારા સંબંધિત બેંકિંગ ફોર્મ્સને ઝડપથી એક્સેસ કરવાની અને ડાઉનલોડ કરવાની શક્યતા છે. આ કાર્ય સેવા દ્વારા ઉપલબ્ધ છે.
પ્રશ્ન.7. શું WhatsApp Banking દ્વારા ગ્રાહક આધાર ઉપલબ્ધ છે?
જવાબ.7. હા, એસબીઆઈની વોટ્સએપ બેંકિંગ તમારી સુવિધા માટે ફરિયાદો દાખલ કરવા માટે સંપર્ક માહિતી અને હેલ્પલાઈન ઓફર કરે છે. જો તમને મદદની જરૂર હોય અથવા કોઈ સમસ્યા હોય તો તમે WhatsApp દ્વારા કોઈનો સંપર્ક કરી શકો છો.