PM Kisan Yojana : રૂપિયા 2000નો 15મો હપ્તો મેળવવા માટે કરી લેજો આ ત્રણ કામ, નહિ તો લાભ મળશે નહિ

મિત્રો રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ₹2,000 ના કુલ 14 હપ્તાની ચુકવણી કરવામાં આવી છે. આ યોજના ખેડૂતો માટે ફાયદાકારક છે. મોદી સરકાર દ્વારા શરૂ કરેલ આ યોજના હેઠળ કુલ 14 હપ્તા ચૂકવવામાં આવ્યા છે અને હવે 15 મો હપ્તો પણ ચૂકવવામાં આવશે.

https://pmkisan.gov.in/

PM Kisan Yojana નો 2000 રૂપિયાનો 15મો હપ્તો આ મહિનામાં આવી શકે છે, હપ્તો મેળવવા કરી લો આ ત્રણ કામ, નહિ તો હપ્તાની વંચિત રહેશો

મિત્ર, તમને ખબર જ હશે કે રાજ્ય સરકાર ગરીબ ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે વર્ષે 6000 રૂપિયા હપ્તા પેટે ચૂકવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો 14 મો હપ્તો 27 જુલાઈ 2023 ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ અત્યાર સુધીમાં 8.5 કરોડ થી વધુ ખેડૂતોને મળેલ છે. આ યોજના ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ છે. મિત્રો હવે પીએમ કિસાન યોજનાના 15માં હપ્તા માટે ખેડૂતો પાસે અરજી મંગાવવામાં આવી છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને 15 મો હપ્તો મળવા પાત્ર છે. રૂપિયા 2000 નો આ 15 મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ આ કામ કરવું જરૂરી છે નહીં તો હપ્તાથી વંચિત રહેશો.

પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે દર વર્ષે ચાર અલગ અલગ હપ્તા હેઠળ કુલ રૂપિયા 6000 ચૂકવવામાં આવે છે. આ રૂપિયા 6,000 ની ચુકવણીમાં ચાર અલગ અલગ હપ્તા હોય છે જેમાં ચાર ચાર મહિને ₹2,000 નો હપ્તો મળવા પાત્ર છે. કેન્દ્ર સરકાર દ્વારા લાયક ખેડૂતને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

પહેલું કામ

જો તમે આ યોજનામાં નવા જોડાયેલ છો અથવા પીએમ કિસાન યોજનામાં પહેલેથી જ જોડાયેલ છો અને તમે તમારા જમીનના દસ્તાવેજો પોર્ટલ પર હજુ સુધી પણ અપલોડ કર્યા નથી તો તમારે આ કામ કરવું પડશે.

બીજું કામ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થીને E-KVEC કરાવવું ફરજિયાત છે. જો તમે પણ આ ન કરાવ્યું હોય તો તમે હપ્તાથી વંચિત રહી શકો છો. તેથી યોજનાના પોર્ટલ pmkisan.goc.in પર જઈને, તમારા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને અથવા બેંકમાંથી તમે ઇ કેવાયસી કરાવી શકો છો.

ત્રીજુ કામ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા લાભાર્થીઓને પોતાના સક્રિય બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવા ફરજિયાત છે. જો આધાર કાર્ડ લિંક નહીં હોય તો હપ્તાના લાભથી તમે વંચિત રહી શકો છો.

પીએમ કિસાન યોજના માટે અરજી કેવી રીતે કરવી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના લાભ લેવા માટે આ રીતે ઓનલાઇન અરજી તમે કરી શકો છો.

  • પહેલા સત્તાવાર વેબસાઈટ પર જાવ.
  • સત્તાવાર વેબસાઈટ – pmkisan.gov.in
  • હવે Farmer Corner પર ક્લિક કરો.
  • New Farmer Registration પર ક્લિક કરો.
  • Rural Farmer Registration અથવા Urban Farmer Registration પર ક્લિક કરો.
  • હવે આધાર કાર્ડ, મોબાઇલ નંબર દાખલ કરો અને રાજ્ય પસંદ કરો.
  • મોબાઈલ પર આવેલ ઓટીપી દાખલ કરો.
  • હવે જરૂરી માહિતી દાખલ કરો.
  • હવે આધાર ઓથેન્ટીકેશન પર ક્લિક કરો.
  • ખેતી અને જમીન સંબંધિત દસ્તાવેજ અપલોડ કરો.
  • બધી માહિતી ભરીને દસ્તાવેજ અપલોડ કરીને સેવ બટન પર ક્લિક કરો.
  • હવે સ્ક્રીન પર એપ્લિકેશન કન્ફર્મેશન મેસેજ આવશે. એ રીતે તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

નોંધ – આ લેખ માત્ર માહિતી માટે છે. સત્તાવાર વેબસાઇટ પર જઇને માહિતી ચેક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *