જો તમે પણ બેંકમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. IDBI બેંક દ્વારા ભરતી અંગેની એક નવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આ ભરતીમાં કુલ 600 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. જો તમે પણ લાયકાત અને બેંકમાં નોકરી કરવા માટે રસ ધરાવતા હોય તો ફટાફટ અરજી કરોમ અરજી ઓનલાઈન કરવાની રહેશે અને ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે તમને વિનંતી છે કે આ લેખ પૂરો વાંચો.

IDBI Junior Assistant Manager Recruitment 2023
લેખ નું નામ | IDBI Bank Recruitment 2023 |
ભરતી બોર્ડ | IDBI Bank |
પોસ્ટ | Junior Assistant Manager |
ખાલી જગ્યા | 600 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 15 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 30 સપ્ટેમ્બર 2023 |
નોકરી પ્રકાર | બેંક જોબ |
સત્તાવાર વેબસાઇટ | idbibank.in |
Join WhatsApp Group | અહી ક્લિક કરો |
મહત્ત્વપૂર્ણ તારીખ
IDBI બેંક દ્વારા જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે.
IDBI બેંક ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત
મિત્રો, IDBI બેંક દ્વારા જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ની પોસ્ટ માટે કુલ 600 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિગત તમે નીચે ટેબલ માં જોઈ શકો છો.
પોસ્ટ | ખાલી જગ્યા |
General | 243 |
SC | 90 |
ST | 45 |
OBC | 162 |
EWS | 60 |
Total | 600 |
VI | 14 |
HI | 11 |
OH | 13 |
MD/ID | 13 |
શૈક્ષણિક લાયકાત
મિત્રો, IDBI જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત સ્નાતક છે એટલે કે અરજી કરવા માટે ઉમેદવારો સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારો પાસે કોમ્પ્યુટરમાં નિપુણતા ની અપેક્ષા રાખવામાં આવે છે. IDBI બેંક ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો એ વય મર્યાદા અંગેની માહિતી મેળવી લેવી જોઈએ. વય મર્યાદા અંગેની માહિતી જોઈએ તો ઓછામાં ઓછી વય 20 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ વય મર્યાદા 25 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદા છૂટછાટ અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી ફી
IDBI બેંકની આ ભરતી માટે અરજી ફી કેટેગરી પ્રમાણે રાખવામાં આવી છે. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 1000 અરજી ફી છે જ્યારે SC/ST અને PWD કેટેગરી માટે રૂપિયા 200 અરજી ફી છે.
પસંદગી પ્રક્રિયા
IDBI બેંક જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ની જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યુ રાઉન્ડ આધારિત છે. આ ભરતી માટે સિલેબસ અંગેની માહિતી સત્તાવાર જાહેરાતમાં આપેલ છે.
અરજી કરવાની રીત
IDBI બેંક ભરતી 2023 માટે અરજી ઓનલાઈન કરવાની રહેશે.
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાવ.
- સત્તાવાર વેબસાઇટ – idbibank.in
- હવે Career અને Current Opening પર ક્લિક કરો.
- હવે Registration કરો. જરૂરી વિગત ભરો.
- હવે તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને સહી નો ફોટો અપલોડ કરો.
- અરજી ફી ભરો.
- અરજી પત્રક સબમિટ કરો.
MyGov Chandrayan-3 Mahaquiz: ચંદ્રયાન-૩ મહાક્વિઝ રમો અને જીતો 1 લાખ રૂપિયાનું કેશ પ્રાઈઝ
JMC Recruitment 2023: જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |