Watch Chandrayaan 3 Live : મિશન ચંદ્રયાન 3નું લાઈવ લેન્ડિંગ જોવો અહીથી, આજે ચંદ્રયાન 3 નું લેન્ડર ચંદ્ર પર લેન્ડિંગ કરશે

Watch Chandrayaan 3 Live : મિશન ચંદ્રયાન 3નું લાઈવ લેન્ડિંગ જોવો અહીથી, આજે ચંદ્રયાન 3 નું લેન્ડર ચંદ્ર પર લેન્ડિંગ કરશે

મિત્રો, ચંદ્રયાન 3 પર આખા વિશ્વની નજર છે. ચંદ્રયાન – 3 આજે તેના નિર્ધારિત સમયે ચંદ્ર પર લેન્ડિંગ થશે. Chandrayaan – 3 Live Moon Landing Live Updates . આપણા દેશના સમર્થ વૈજ્ઞાનિકોની રાત દિવસ ની મહેનતનું પરિણામ આજે મળવાનું છે. માત્ર, આપણા દેશની જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની નજર ચંદ્રયાન 3 ના લેન્ડિંગ પર છે.

Chandrayan-3 Live Landing On Moon

Chandrayaan 3 Live Update

ચંદ્રયાન – 3 માટે સારી વાત એ છે કે ચંદ્ર સુધી પહોંચવાની ત્યાર સુધીની તેની સફર શાનદાર રહી છે. જે રીતે પ્લાનિંગ કર્યું હતું તે જ રીતે બધું ચાલ્યું છે. હવે આપણા બધાની આશા છે કે અંતિમ તબ્બકો સફળાપૂર્વક પાર પડે. આપણા દેશના વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે.

ચંદ્રયાન 3 લાઈવ

ચંદ્રયાન – 2 ચંદ્રની સાવ નજીક પહોંચી ગયા પછી લેન્ડિંગ ની 3 મિનિટ પહેલા જ ગુમ થઈ ગયું હતું. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના વડા કે સિવાનને ગળે વળગાડીને સાંત્વના આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રયત્ન મહત્વનો છે સફળતા અને નિષ્ફળતા ચાલ્યા કરે છે. ચંદ્રયાન થ્રી ના લેન્ડિંગ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે ઈસરોના સેન્ટરમાં હાજર ન હોય પરંતુ તેઓ દરેક સમય ની ખબર મેળવી રહ્યા છીએ.

ચંદ્રયાન મિશન 3 Live

ચંદ્રયાન 3 જ્યારે ચંદ્રની નજીક પહોંચ્યું ત્યારથી ફોટો અને વિડીયો મોકલતું રહ્યું છે. જેવું આ યાન ચંદ્ર પર લેન્ડ થશે કે તરત જ સૌર ઉર્જાથી ચાલતું રોવર ચંદ્રની ધરતી પરના ભેદ ઉકેલવા માટે કામે લાગી જશે. પૂરી દુનિયાના નિષ્ણાંતો એવી વાતો કરી રહ્યા છે કે થોડા સમયમાં ચંદ્ર પર વસવાટ શરૂ થઈ જશે. ચંદ્ર પર હોટલ અને કોલોની બનાવવાની વાતોથી લઈને તેની ડિઝાઇન કેવી હશે ત્યાં સુધીની ચર્ચાઓ થઈ છે.

ચંદ્રયાન મિશન 3 Live Tv

ચંદ્ર પર ઉતર્યા બાદ વિક્રમ લેન્ડરની એક સાઇડની પેનલ ખુલી જશે તેનાથી આપણા પ્રજ્ઞાન નામના રોવરને બહાર નીકળવાનો રસ્તો મળી જશે. વિક્રમને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે રોવર પ્રજ્ઞાનને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય. છ પૈડાવાળું રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ઉતર્યા બાદ તેના ફોટો અને વિડિયોઝ મોકલશે. આ ફોટા અને વિડિયો ના આધારે ઘણું બધું જાણવા મળશે. ચંદ્ર પર રોવર 1 મિનિટમાં 1 cm ની સ્પીડે ફરશે. ફોટા અને વિડીયો લેવાની સાથે ચંદ્ર પર જે હશે તેનું સ્કેનિંગ પણ કરશે રોવર. ચંદ્ર પર અભ્યાસ કરવા માટે લેન્ડર પાસે બે વીકનો સમય હશે. આ સમયમાં એવી ઘણી બધી વિગતો મળવાની અપેક્ષા છે જે અગાઉના સમયમાં મળેલ નથી. અલબત્ત તેના માટે નું લેન્ડીંગ સફળ થવું જરૂરી છે.

પ્રજ્ઞાન નામનું રોવર વિક્રમ લેન્ડર માંથી નીકળીને ચંદ્રની સપાટી પર જઈને ભારતીય અવકાશ એજન્સી ઈસરો માટે અનેક પ્રકારના સેમ્પલ એકત્રિત કરશે જેનાથી ચંદ્ર વિશે મૂલ્યવાન માહિતી મળે તેવી અપેક્ષા છે. ભારતના આ મિશનને લઈને સમગ્ર વિશ્વને રસ એટલા માટે છે કારણ કે પૃથ્વીના નેચરલ સેટેલાઈટ ચંદ્રમાના આ ભાગ પર હજુ સુધી કોઈ પણ દેશ પહોંચી શક્યો નથી. તાજેતરમાં જ રશિયા એ તેના ચંદ્ર મિશન લુના 25ની અહીં સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ક્રેશ થઈ ગયું અને તેનું મિશન ફેલ થઈ ગયું.

ચંદ્રયાન 3 પાછળ રૂપિયા 600 કરોડ ખર્ચાયા

મિત્રો, ચંદ્રયાન 3 પાછળ રૂપિયા 600 કરોડ ખર્ચાયા છે. ચંદ્રયાન 3 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્ર સુધી પહોંચવા માટે તેને 41 દિવસનો સમય લાગવાનો હતો. આજે ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડિંગ કરશે અને નવો ઇતિહાસ રચશે.

ચંદ્ર પર ભારતની અત્યાર સુધીની સફર

  • ભારતે તેનું પ્રથમ ચંદ્રયાન મિશન 22 ઓક્ટોબર 2018 ના રોજ લોન્ચ કર્યું.
  • ચંદ્રયાન 1 એ ચંદ્ર પર પાણી શોધી કાઢ્યું અને ઇતિહાસ રચ્યો હતો.
  • ચંદ્રયાન 2 વર્ષ 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું પણ તે ક્રેશ થઈ ગયું હતું.

મિશન ચંદ્રયાન 3 વિશેના રસપ્રદ તથ્યો

  • ચંદ્રયાન 3 મિશન નો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ અને સુરક્ષિત ઉતરાયણ સુનિશ્ચિત કરવાનું છે.
  • વિક્રમ લેન્ડર નું નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા અને ઈસરોના સ્થાપક વિક્રમ સારાભાઈ ના નામ પરથી રાખવામાં આવ્યું છે.

શું છે ચંદ્રયાન 3 મિશન ?

ચંદ્રયાન 3 મિશન એ મૂળ ચંદ્રયાન 2 ના ઉત્તરાધિકારી મિશન કહી શકાય. જે કામ ચંદ્રયાન 2 થી પૂર્ણ થયું ન હતું એ જ કામ હવે ચંદ્રયાન 3 કરશે એવી આશા ઈસરો અને ભારતની છે. ચંદ્રયાન 2 કરતા ચંદ્રયાન 3 ના વિક્રમ લેન્ડર અને રોવર વધારે મજબૂત બનાવવામાં આવ્યા છે તે ગ્રહ પર શોધ કરવા માટે ખૂબ મહત્વનું છે જોકે ચંદ્રયાન 3 નું રોવર ચંદ્રની સપાટીની આસપાસ ફરશે.

ચંદ્રયાન 3 ના કેમેરા 25 સેકન્ડમાં એક ફોટો ક્લિક કરશે

સમગ્ર ભારત દેશ જે સમયની રાહ જોઈ રહ્યું હતું તે સમય આવી ગયો છે. ચંદ્રયાન ત્રણ આજે સાંજે 6:00 વાગે ચંદ્રના સાઉથ પોલ પર ઈસરોના સાયન્ટિસ્ટો દ્વારા નક્કી કરવામાં આવેલી બેમાંથી એક સાઇટ પર સોફ્ટ લેન્ડીંગ કરશે. આ બંને સાઈડનું સિલેક્શન સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર અમદાવાદના ડાયરેક્ટર નિલેશ એમ દેસાઈના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે. એટલું જ નહીં લેન્ડર અને રોવર પર લાગેલા કેમેરા પણ અમદાવાદમાં જ તૈયાર કરવામાં આવેલ છે. લેન્ડર માંથી રૂવર બહાર નીકળ્યા બાદ કેમેરા ફોટા ક્લિક કરશે. ગુજરાતી જાગરણ ન્યુઝ ટીમે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ એમ દેસાઈ સાથે વાત કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે રોવરના કેમેરા કેટલી સેકન્ડમાં ફોટો ક્લિક કરશે અને તેની પ્રોસેસ કેવી હશે.

ચંદ્રયાન-3નું ચંદ્ર ઉપર લાઈવ લેન્ડિંગ જુઓ

મિશન ચંદ્રયાન 3નું લાઈવ લેન્ડિંગ જોવો અહીથી – અહીં ક્લિક કરો

Leave a Comment