નમસ્કાર મિત્રો, આજે અહિયાં તમને ગુજરાત સરકારની મફત પ્લોટ યોજના (Mafat Plot Yojana) અને મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મ (Mafat Plot Yojana Form) વિશે માહિતી આપવાના છીએ. આ યોજના સૌપ્રથમ ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ હતી અને ત્યારબાદ પંચમી પંચવર્ષીય યોજનાથી સ્ટેટ સેક્ટરમાં કરવામાં આવી છે. આ રીતે આ યોજનાને રાજ્ય સરકારે ચાલુ રાખેલ છે.

મફત પ્લોટ યોજના ગુજરાત રાજ્ય – Mafat Plot Yojana Gujarat
રાજ્ય સરકારના ઠરાવ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબોને પોતાનું ઘર બનાવી શકે તે ઉમદા હેતુથી 100 ચો. વારના ઘરથાળ પ્લોટ મફતમાં આપવાની આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. યોજનાનો ઉદ્દેશ્ય, વ્યાખ્યાઓ અને અન્ય તમામ માહિતી ધ્યાનથી વાંચો અને સમજો.
મફત પ્લોટ યોજનાનો ઉદ્દેશ્ય
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ઘરવિહોણા કુટુંબોને 100 ચો. વાર ઘરથાળનો મફત પ્લોટ આપવાની આ યોજના ગરીબ ઘરવિહોણા કુટુંબો પોતાનું મકાન બનાવી શકે તે હતુથી સરકાર દ્વારા આ યોજના દાખલ કરવામાં આવી છે.
મફત પ્લોટ યોજનાની વ્યાખ્યાઓ
મફત પ્લોટ યોજના હેઠળ વાપરવામાં આવેલ જુદા જુદા શબ્દો અને શબ્દ પ્રયોગોના સબળ અર્થઘટન માટે નીચે મુજબની યોજના સમાજવામાં સરળતા રહે તે ખાતર આપવામાં આવેલ છે.
- કુટુંબ: આ યોજના માટે કુટુંબ એટલે પુખ્ત વયનો વ્યક્તિ, તેવા પતિ/પત્ની (જો હોય), તેના સગીર બાળકો.
- વ્યક્તિ: આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી હોય અને યોજનાનો લાભ લેવા માટે ધોરણસરની અરજી કરી હોય તેવી વ્યક્તિ.
- ગ્રામ વિસ્તાર: ગ્રામ વિસ્તાર એટલે કે મ્યુનસિપલ કોર્પોરેશન, મ્યુનસિપાલિટી, કેન્ટોનમેન્ટ અથવા તો નોટિફાઇડ એરિયા અથવા વિસ્તાર વિકાસ સત્તા મંડળ/શહેરી વિકાસ સત્તા મંડળના કાર્યક્ષેત્રમાં ગણાયેલ હોય તે સિવાયનો વિસ્તાર, જો કોઈ વિસ્તાર વસ્તીગણતરીમાં શહેરી ગણાયેલ હોય તે સિવાયનો વિસ્તાર તરીકે સ્વીકારવો.
મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળી શકે?
આ યોજનાનો લાભ નીચે જણાવ્યા મુજબની શરતો પરિપૂર્ણ કરતાં હોય તેવા કુટુંબોને મળવાપાત્ર થશે.
- જેઓ પ્લોટ વિહોણા હોય.
- જેઓ સામાજિક-આર્થિક અને જાતિ આધારિત ગણતરી – 2011 ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા કુટુંબમાં આવેલા હોય અથવા રાજ્ય કે કેન્દ્ર સરકારની હાઉસિંગ યોજના હેઠળ મકાન સહાય માટે લાયકાત ધરાવતો હોય.
- જેઓ પુખ્ત વયના હોવા જોઈએ.
- પતિ/પત્નીના નામે રાજ્યમાં કોઈપણ સ્થળે પ્લોટ કે મકાન ન હોવા જોઈએ.
- જેઓ ગ્રામ્ય વિસ્તારમાં જે તે ગામમાં ઓછામાં ઓછા એક વર્ષથી વસવાટ કરતાં હોવા જોઈએ.
- જેના નામે ખેતીની જમીન ન હોવી જોઈએ અથવા સંયુક્ત નામે અને પિતાના નામે અને તે જમીનમાં અરજદારના કિસ્સામાં, પિયત જમીનના કિસ્સામાં તે અડધા હેક્ટરથી વધુ ન હોવી જોઈએ અને બિન પિયત જમીનના કિસ્સામાં તે એક હેક્ટરથી વધુ ધરાવતા ન હોવા જોઇએ.
જ્યારે કોઈ વ્યક્તિ/કુટુંબ આ યોજના હેઠળ અરજી કરે ત્યારે નીચે મુજબના મુદ્દાઓ પરત્વે માહિતી/વિગતો/પુરાવાઓ રજૂ કરવાના રહેશે.
- પુખ્ત વયના પુરાવા તરીકે જન્મ નોંધણીનું પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડમાંથી કોઈપણ એક.
- ઓળખ અને વસવાટના પુરાવા માટે રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડમાંથી કોઈપણ એક.
- જમીન ધારણ કરતાં નથી/વારસદાર તરીકે ભાગે પડતી જમીન મળનાર છે તે અંગે તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર અને જમીન ધારણ કરતાં હોય તો ગામ નમૂના નંબર ૭.
- અરજદાર પાસેથી તેઓ અથવા તેમના કુટુંબના કોઈ વ્યક્તિના નામે રાજ્યમાં કોઈપણ સ્થળે ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં જમીન/મકાન નથી તે મતલબનું એકરારનામું (નિયત નમૂનામાં).










મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો
નોંધ: મિત્રો ઉપર આપેલ માહિતી એ 2017 માં થયેલ મફત પ્લોટ અંગેના ઠરાવ મુજબ આપવામાં આવી છે. જો એમાં કોઈ સુધારો થયેલ હશે તો તમને તમારા ગામ અથવા તો પંચાયતના તલાટી તમને માહિતી આપશે. વધુ માહિતી તમે તમારી નજીકની પંચાયતમાં જઈને મેળવી શકો છો અને ફોર્મ પણ ત્યાંથી મળી રહેશે.