ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, દર મહિને મળશે 1000 થી 1250 સુધીની સહાય, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમારા ઘરમાં પણ કોઈ સભ્ય 60 વર્ષ કે તેથી વધુ વયના હોય તો સરકારની આ યોજના હેઠળ રૂપિયા 1000 થી 1250 રૂપિયાની સહાય દે મહિને મળવાપાત્ર છે. મિત્રો આ યોજનાનું નામ ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે ? અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે ? કોને કોને વૃદ્ધ પેન્શન યોજના નો લાભ મળશે ? આ બધી માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના

Indira Gandhi Vrudh Pension Yojana

લેખનું નામ ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
યોજનાઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના
સહાય1000 થી 1250 રૂપિયા
લાભાર્થી60 વર્ષથી વધુ વય હોય તે વ્યક્તિ
સહાય ની ચૂકવણી બેંક એકાઉન્ટ દ્વારા
યોજનારાષ્ટ્રીય યોજના
Gujojas Home Page Click here
Join WhatsApp Group Click here

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને કોને મળે?

મિત્રો, આ યોજના નો લાભ મેળવવા માટે વય મર્યાદા 60 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. ગરીબી રેખાની યાદીમાં 0 થી 20 સ્કોરમાં નામ નોંધાયેલ કુટુંબનો સભ્ય હોવો જોઈએ.

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ મળવાપાત્ર સહાય

આ યોજના અંતર્ગત 60 થી 79 વર્ષના લાભાર્થીને રૂપિયા 1000/- તથા 80 કે તેથી વધારે વય ના લાભાર્થીને દે મહિને રૂપિયા 1250/- સહાય મળવાપાત્ર છે.

વયસહાય
60 થી 79 વર્ષરૂપિયા 1000/-
80 કે તેથી વધુ વયરૂપિયા 1250/-

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનું અરજી ફોર્મ ક્યાંથી મળશે ?

  • જિલ્લા કલેકટર કચેરી
  • મામલતદાર કચેરી એથી પણ વિના મૂલ્યે અરજી ફોર્મ મળશે.
  • ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય.

ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટ્સ

જો તમે પણ આ યોજનાનું ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવતા હોય તો તમે ફોર્મ સાથે નીચેના જણાવેલ ડોક્યુમેન્ટ જોડીને ફોર્મ જમા કરાવી શકો છો.

1.ઉંમર નું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/ ડોકટર દ્વારા આપેલ ઉંમર નું પ્રમાણપત્ર
2.આધાર કાર્ડ
3.ગરીબી રેખાની યાદીમાં નામ હોય તેનું પ્રમાણપત્ર
4.બેંક / પોસ્ટ ઓફિસ પાસબુક
5.પાસપોર્ટ સાઇઝ ફોટો

ફોર્મ આપવાનું સ્થળ

ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ જોડી ને અરજી ફોર્મ તમે મામલતદાર કચેરીએ / જિલ્લા / તાલુકા જન સેવા કેન્દ્ર એ આપવાનું રહેશે. ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

સહાય કેવી રીતે મળશે

મિત્રો, ડી. બી.ટી દ્વારા લાભાર્થીના બેંક એકાઉન્ટ અથવા પોસ્ટ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

સહાય કયારે બંધ થાય ?

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થી નું નામ જ્યારે 0 થી 20 સ્કોર માંથી દૂર થાય ત્યારે સહાય મળવાની બંધ થાય છે. જો લાભાર્થી નું અવસાન થાય તો આ યોજનાનો લાભ મળવાનો બંધ થાય છે.

Smartphone Sahay Yojana 2023: સ્માર્ટફોન સહાય યોજના ikhedut , વાંચો સંપૂર્ણ માહિતી

ફ્રી સિલાઈ મશીન યોજના, મફતમાં મળશે સિલાઈ મશીન, વાંચો સંપૂર્ણ માહિતી

તબેલા માટે 4,00,000ની લોન મળશે, તબેલા લોન યોજના ગુજરાત 2022 | Tabela Loan Yojana In Gujarat

Dr.Savitaben Ambedkar આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના – મળશે રૂ. ૨,૫૦,૦૦૦/-ની સહાય

અરજી ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
Join WhatsApp Group અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *