GSRTC Driver Recruitment 2023 : GSRTC દ્વારા 4062 ડ્રાઈવરની ભરતી જાહેર, મળશે રૂપિયા 18,500 પગાર

જે મિત્રો ઘણા સમયથી ડ્રાઈવર ની ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેમનાં માટે એક ખુશખબર છે. GSRTC એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર ની ભરતી અંગેની GSRTC Driver Recruitment 2023 સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ ફૂલ 4062 ડ્રાઈવર ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. અરજી ઓનલાઈન કરવાની રહેશે. GSRTC ડ્રાઈવર ભરતી અંગેની જાહેરાત તારીખ 05 ઓગસ્ટ 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 07 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2023 છે.

GSRTC Driver Bharti 2023

GSRTC Driver Bharti 2023

સંસ્થા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટડ્રાઈવર
કુલ જગ્યા4062
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરુ તારીખ 07 ઓગસ્ટ 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 06 સપ્ટેમ્બર 2023
નોકરી સ્થળ ગુજરાત
સત્તાવાર વેબસાઇટ gsrtc.in

ખાલી જગ્યાની વિગત

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા GSRTC ડ્રાઈવર ભરતી 2023 અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત મુજબ કુલ 4062 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટખાલી જગ્યા
ડ્રાઈવર4062

Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)

GSRTC ડ્રાઈવર ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટલાયકાત
ડ્રાઈવર 12 પાસ

Age Limit (વય મર્યાદા)

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો માટે વય મર્યાદા ઓછામાં ઓછી 25 વર્ષ અને વધુમાં વધુ 34 વર્ષ (જન્મ તારીખ 06/09/1989 થી 06/09/1998) હોવો જોઈએ.

વર્ગપુરૂષ
(વધુમાં વધુ ઉંમર)
સ્ત્રી
(વધુમાં વધુ ઉંમર)
બિન અનામત 34 વર્ષ39 વર્ષ
અનામત39 વર્ષ44 વર્ષ
માજી સૈનિક45 વર્ષ45 વર્ષ

Salary (પગાર)

પસંદગી પામનાર ઉમેદવારોને ડ્રાયવર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક રૂ.૧૮૫૦૦/- ફીકસ પગારથી કરાર આધારીત નિમણુંક અપાશે. તેઓને નિયમ અનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઇપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહિ. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થયેથી ડ્રાઈવર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મૂળ અમલમાં હોય તે મૂળ પગારમાં નિયમિત નિમણુંક મેળવવા પાત્ર થશે.

પોસ્ટપગાર
ડ્રાઈવરરૂપિયા 18,500/-

Application Fee (અરજી ફી)

  1. ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કેટેગરીના (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહિત) તમામ ઉમેદવારોએ અરજીપત્રક ફી રૂ.૫૦+રૂ.૯ (GST ૧૮%)=કુલ રૂ.૫૯/- https://ojas. gujarat.gov.in વેબસાઈટ પર ભરવાની રહેશે. જે ઉમેદવારોના ૧:૧૫ ના રેશિયો મુજબ ૧૦૦ ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ થતો ન હશે તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોએ ભરેલ અરજીપત્રક ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. અરજીપત્રક ફી ભર્યા વગરની અરજી માન્ય રાખવામાં આવશે નહીં.
  2. ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ.૨૫૦/- + પોસ્ટલ ચાર્જ ભરવાનાં રહેશે.
  3. ડ્રાઈવીંગ ટેસ્ટ માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ ડ્રાઈવીંગ ટેસ્ટ ફી પેટે રૂ.૨૨૫/- ભરવાનાં રહેશે.
  4. અનુ.જાતિ, અનુ.જનજાતિ, આર્થિક રીતે નબળા વર્ગ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનાં ઉમેદવારોએ જો જનરલ કેટેગરીમાં અરજી કરેલ હશે તો તે પૈકી ઓપ્ટીકલ માર્ક રીડીંગ (O.M.R) લેખિત પરીક્ષા / ડ્રાઈવીંગ ટેસ્ટ માટે બોલાવેલ તમામ ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.

How to Apply (અરજી કરવાની રીત)

આ જાહેરાતના સંદર્ભમાં નિગમ ધ્વારા ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે. તમો આ જાહેરાતમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન https://ojas.gujarat.gov.in પર અરજીપત્રક ભરી શકશો.

(૧) સૌ પ્રથમ https://ojas.gujarat. gov.in પર જવુ હવે

(ર) “Apply Online Click કરવું.

(૩) ડ્રાયવર કક્ષા પર click કરવાથી તે જગ્યાની વિગતો / અન્ય માહિતી મળશે.

(૪) તેની નીચે Apply Now પર click કરવાથી Application ના Format ખુલશે જેમાં સૌ પ્રથમ Personal Details તમોએ ભરવી. (અહિં લાલ ફુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજીયાત ભરવાની રહેશે.)

(૫) Personal Details ભરાયા બાદ Minimum Educational Details ભરવા માટે Educational Qualification પર Click કરવું.

(૬) અનુભવની વિગતમાં એચ.જી.વી. / એચ.પી.વી. ઇસ્યુ થયા તારીખથી જ અનુભવ દર્શાવવાનો રહેશે. તે પહેલાનો દર્શાવેલ અનુભવ ગણતરીમાં લેવામાં આવશે નહિ. (બ્રેકનો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહિ)

(૭) કોમ્પ્યુટરની જાણકારી માટેની લાયકાત ભરવા માટે Computer knowledge ઉપર Click કરીને તેની વિગતો ભરવી.

(૮) તેની નીચે Self declaration પર Click કરો ત્યાર બાદ

(૯) ઉપરની શરતો સ્વીકારવા માટે “Yes” પર Click કરવું. હવે અરજી પુર્ણ રીતે ભરાઇ ગયેલ છે.

(૧૦) હવે Save પર Click કરવાથી તમારી અરજીનો Online સ્વીકાર થશે.

(૧૧) અરજી કર્યા બાદ તમારો Application Number Generate થશે. જે તમારે સાચવીને રાખવાનો રહેશે.

(૧૨) હવે Upload Photograph પર Click કરો. અહી તમારો Application Number type કરો અને તમારી Birth date type કરો ત્યાર બાદ OK પર Click કરો, અહિં Photo અને Signature Upload કરવાના છે. (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. પહોળાઇ અને Signatureનું માપ ૨.૫ સે.મી. ઉંચાઇ અને ૭.૫ સે.મી. પહોળાઇ રાખવી.) (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.) “Browse” button પર click કરો હવે Choose file ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં jpg format માં તમારો photo store થયેલ છે તે ફાઇલને select કરો અને “open” button ને click કરો. હવે તમારો photo દેખાશે. હવે આ જ રીતે signature પણ upload કરવાની રહેશે.

(૧૩) હવે પેજના ઉપરના ભાગમાં “Confirm Application” પર click કરો અને Application number તથા birth date ટાઇપ કર્યા બાદ ok પર કિલક કરવાથી ર બટન (૧) Show application preview અને (૨) Confirm application દેખાશે. ઉમેદવારે show application preview પર click કરી પોતાની અરજી જોઇ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય તો edit કરી લેવુ. જો અરજી સુધારવાની જરુર ન જણાય તો confirm application પર click કરો તેથી તમારી અરજીનો નિગમમાં online સ્વીકાર થઇ જશે. (અરજી Confirm કરવી ફરજીયાત છે.) અહિં “confirmation number” generate થશે જે હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરુરી હોઇ તમારે સાચવવાનો રહેશે.

(૧૪) હવે અનામત અને બિનઅનામત કેટેગરીના (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહિત) તમામ ઉમેદવારોએ “Online Payment of Fees” પર click કરવું. તમે કરેલ અરજીની જાહેરાત પસંદ કર્યા બાદ તમારો “confirmation number” type કરીને જન્મ તારીખ નાંખી અરજીપત્રક ફી રૂ.૫૦+રૂ.૯ (GST ૧૮%)=કુલ રૂ.૫૯/- “Online Payment Gateway” મારફત ભરવાના રહેશે.

(૧૫) હવે print application પર click કરવું. તમે કરેલ અરજીની જાહેરાત પસંદ કર્યા બાદ તમારો “confirmation number” type કરીને જન્મ તારીખ નાંખવાથી print બટન મળશે print બટન પર click કરી અરજીની પ્રિન્ટ કાઢી સાચવી રાખવી.

SSC CPO Recruitment 2023: પોલીસ વિભાગમાં SI ની નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *