
વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી અંગે જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. આ જાહેરાતની સ્પર્ધાત્મક પરીક્ષા આવનાર ત્રણ મહિનાની અંદર લેવામાં આવનાર છે. VMC Junior Clerk Exam Syllabus 2023.
આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે તેવી જાહેરાત VMC દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઈટ vmc.gov.in ઉપર કરવામાં આવી છે. વડોદરા મ્યુનસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્ક પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ અહિયાં આપેલ છે અને તે મુજબ જ પરીક્ષા લેવામાં આવશે.
VMC Junior Clerk Syllabus 2023
કુલ પ્રશ્નો | 200 પ્રશ્નો |
કુલ માર્કસ | 200 માર્કસ |
એક પ્રશ્નના ગુણ | 1 ગુણ |
સમય | 120 મિનિટ |
VMC Junior Clerk Exam Syllabus 2023
વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પરીક્ષાનું માળખું નીચે મુજબનું રહેશે અને તે મુજબ જ પરીક્ષાની તૈયારી કરવાની રહેશે.
ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો | 30 ગુણ |
ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા | 20 ગુણ |
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો | 40 ગુણ |
ભારતીય અર્થતંત્ર | 15 ગુણ |
સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા | 30 ગુણ |
ભાષાકીય જ્ઞાન: ગુજરાતી અને અંગ્રેજી | 40 ગુણ |
કોમ્પ્યૂટર અંગેનું સામાન્ય જ્ઞાન | 25 ગુણ |
1) ગુજરાતનો ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસો
ઈતિહાસ
- ગુજરાતના મહત્વના રાજવંશો-અસરો અને પ્રદાન, મહત્વની નીતિઓ, તેમનું વહીવટી તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ
- ભારતનો 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત
- 19 મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો
- ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા
- સ્વાતંત્ર્ય અને પૂર્વ સ્વાતંત્રયત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન
- ગુજરાત રાજ્યની સ્થાપના અને મહાગુજરાત આંદોલન
- સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતનાં દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાંઓ અને સિદ્ધિઓ
સાંસ્કૃતિક વારસો
- ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળાસ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય
- ગુજરાતની લોકસંસ્કૃતિ અને પરંપરા: તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો
- ગુજરાતની કળા અને કસબ: સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન
- આદિવાસી જનજીવન
- ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો
2) ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા
- આમુખ
- મૂળભૂત અધિકારો અને ફરજો
- રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
- સંસદની રચના
- રાષ્ટ્રપતિની સત્તા
- રાજ્યપાલની સત્તા
- ભારતીય ન્યાયતંત્ર
- અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઇઓ
- એટર્ની જનરલ
- નીતિ આયોગ
- સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ અને પંચાયતી રાજ
- ભારતીય નાણાંપંચ અને રાજ્યનું નાણાંપંચ
- બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ – ભારતનું ચૂંટણીપંચ, સંઘ લોકસેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, કોમ્પટ્રોલર અને ઓડિટર જનરલ,કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ, વગેરે.
- વાર્ષિક નાણાકીય પત્રક
3) સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો
- સામાન્ય વિજ્ઞાન
- ગુજરાત સરકારની નીતિઓ અને યોજનાઓ
- ગુજરાતની સામાજિક ભૂગોળ: વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, મહાનગરીય પ્રદેશો
- ગુજરાતની આર્થિક ભૂગોળ: ગુજરાતની કૃષિ, ઉધોગો, ખનીજ, વેપાર અને પરિવહન
- વિજ્ઞાન અને ટેકનોલોજી: ઈન્ફર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ, વિકાસ અને સંસ્થાઓ
- ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન
- ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ
- પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ
4) ભારતીય અર્થતંત્ર
- ભારતીય અર્થતંત્ર
- ભારતીય અર્થતંત્ર: નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ: ઉદ્દેશ્યો, બંધારણ અને કાર્યો
- ભારતીય વિત્ત વ્યવસ્થા: ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાધ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નાણાકીય સંબંધો
- ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન: ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, કૃષિ વન, જળ સંસાધનો, ખાણ ઉધોગ અને સેવા ક્ષેત્ર. આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. ગુજરાતમાં સહકારી ક્ષેત્ર.
5) સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા
- તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા
- સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેના ઉકેલો
- ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો
- ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂલ, ઘનમૂળ, લ.સા.અ. અને ગુ.સા.અ.
- ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકશાન
- સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર
- સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ
- માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ
6) ભાષાકીય જ્ઞાન: ગુજરાતી અને અંગ્રેજી
ગુજરાતી ભાષાકીય જ્ઞાન | અંગ્રેજી ભાષાકીય જ્ઞાન |
રૂઢિપ્રયોગોના અર્થ અને પ્રયોગ | Tenses, Voices |
કહેવાતોનો અર્થ | Narration (Direct-Indirect) |
સમાસનો વિગ્રહ અને તેની ઓળખ | Use of Articles and Determiners, |
સમાનાર્થી શબ્દો / વિરુદ્ધાર્થી શબ્દો | adverbs, noun, pronoun, verbs |
શબ્દ સમુહ માટે એક શબ્દ | Use of prepositions |
વાક્ય પરિવર્તન | Use of Phrasal Verbs |
સંધિ જોડો કે છોડો | Transformations of sentences |
જોડણી શુદ્ધિ | One word substitution |
લેખન શુદ્ધિ / ભાષા શુદ્ધિ | Synonyms / Antonyms |
ગધ્યા સમીક્ષા | Comprehension |
અર્થગ્રહણ | Jumbled words and sentences |
ગુજરતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર | Translation from English to Guajarati |
નોંધ: ગુજરાતી ભાષાકીય જ્ઞાનના પ્રશ્નો ગુજરાતીમાં પૂછાશે. | નોંધ: અંગ્રેજી ભાષાકીય જ્ઞાનના પ્રશ્નો અંગ્રેજીમાં પૂછાશે. |
7) Knowledge Of Computer
Topic | Sub Topic |
Computer Basics | Introduction Uses of Computers Input/Output devices (Peripherals) Keyboard Shortcuts Central Processing Unit (CPU) Computer Memory Back-up Devices (Memory Devices) PORTs Windows Explorer General Awareness of computer |
Software | MS Word MS Excel MS Power Point MS Outlook Microsoft Windows and utilities other operating systems Indic PDF formats and usage ZIP, RAR utilities and usage |
Working with the Internet and E-mail | Web Browsing & Searching Downloading & Uploading Managing an E-mail Account E-Banking Calendar and scheduling meetings |
Basics of networking andcyber security | Networking devices and Protocols Network and information security threats like hacking, Virus, worms, Trojan etc… Preventive Measures |
નોંધ: | કોંપ્યુટર અંગે સામાન્ય જ્ઞાન અને રોજબરોજના ઉપયોગની જાણકારીને અનુલક્ષીને પ્રશ્નો પૂછાશે તેમજ આ પ્રશ્નોનું માધ્યમ અંગ્રેજી રહેશે. |
નોંધ
ગુજરાતી જોડણી, વ્યાકરણ અને ભાષા સંબંધે વિવાદના સંજોગોમાં સાર્થ જોડણીકોશ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પ્રકાશનો તથા ભાષા નિયામકશ્રીની કચેરી દ્વારા પ્રસિદ્ધ થયેલ પ્રકાશનો આધારભૂત સ્ત્રોત તરીકે માન્ય ગણવામાં આવશે.