Kishan Samman nidhi yojana apply Online: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું નામ તો તમે સાંભળ્યુ હશે. આજે આ લેખમાં તમને કિસાન સન્માન નિધિ યોજના અંગેની માહિતી આપીશું. મિત્રો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેથી ખેડૂતોને મદદરૂપ થઈ શકે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ikhedut નામનું પોર્ટલ બનાવેલ છે જેમાં ખેડૂતોને માટે યોજનાઓ અંગેની માહિતી ઓનલાઈન મૂકવામાં આવે છે અને તેમાં અરજી પણ કરી શકે છે. કિસાન સન્માન નિધિ યોજના ઓનલાઈન એપ્લાય

Kishan Samman Nidhi yojana Online : કિસાન સન્માન નિધિ યોજના
PM Kishan Samman Nidhi Yojana ની શરૂઆત ભારત સરકાર દ્વારા 01 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવી હતી. આ યોજનાથી ખેડૂતોને લાભ થશે. આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા નક્કી કરેલ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ ખેડૂતોને સનમાન રકમ તેમના બેંક ખાતામાં અથવા પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવશે.
PM Kishan Samman Nidhi Yojana નો મુખ્ય હેતુ
આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય રૂપ થવા માટે 100% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી છે.
PM કિસાન સન્માન નિધિ યોજના માટે સહાયનું ધોરણ
આ યોજનામાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂપિયા 6,000/- ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી મળવાપાત્ર થશે. આ રકમ ત્રણ સરખા હપ્તામાં ચાર મહિનાના અંતરે ચૂકવવામાં આવશે.
Smartphone Sahay Yojana 2023: સ્માર્ટફોન સહાય યોજના ikhedut , વાંચો સંપૂર્ણ માહિતી
PM કિસાન સન્માન નિધિ યોજના માટે સહાય મેળવવા માટે પાત્રતા
પતિ પત્નિ અને સગીર બાળકો (18 વર્ષથી ઓછી વયના) કે જેઓ પૈકી કોઈ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય (સંસ્થાકીય જમીન સિવાય) અને તે પૈકીના કોઈ પણ સભ્ય સહાય મળવાપાત્ર નથી તે કેટેગરીમાં સમાવિષ્ટ ન હોય એવા તમામ ખેડૂત કુટુંબને સહાય મળવાપાત્ર છે.
PM Kishan Samman Nidhi Yojana અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
મિત્રો, આ યોજનામાં તમારે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અરજી સાથે જોડવાના રહેશે. હવે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તેની માહિતી નીચે મુજબ છે.
- ખેડૂતનું નામ
- ખેડૂતનું ગામ
- ખેડૂતનું આધાર કાર્ડ
- 7/12 નો ઉતારો
- જમીનનો 8- અ નો ઉતારો
- કેટેગરી
- IFSC કોડ અને બેંક ખાતાની નકલ
PM Kishan Samman Nidhi Yojana સહાય કોને મળવાપાત્ર નથી ?
- યોજના હેઠળ નીચે દર્શાવેલ ઉચ્ચ આર્થિક દરજ્જો ધરાવતા ખેડૂત કુટુંબ લાભ માટે ગેરપાત્ર ઠરશે.
- (અ) સંસ્થાકીય જમીનધારકો
- (બ) જમીન ધારક ખેડૂત કુટુંબમાંની કોઇ એક અથવા વધુ વ્યક્તિ કે જેઓનો નીચેના પૈકી કોઇમાં સમાવેશ થતો હોય.
- ૧.વર્તમાન અને ભુતપુર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ
- ૨. વર્તમાન અને ભુતપુર્વ મંત્રીશ્રી/રાજ્ય્કક્ષાના મંત્રીશ્રી, વર્તમાન અને ભુતપુર્વ લોકસભા /રાજ્યસભા / વિધાનસભાના સભ્શ્રી, વર્તમાન અને ભુતપુર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી
- ૩.સેવારત અને નિવૃત્ત (તમામ) – કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય/કચેરીઓ/ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-૪/ ગ્રુપ- ડી સિવાયના) તમામ અધિકારી, કર્મચારી
- ૪. બ-૨/૩ પૈકીના તમામ વય નિવૃત્ત/નિવૃત્ત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ. ૧૦,૦૦૦/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ-૪/ગ્રુપ-ડી સિવાયના)
- ૫. છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય.
PM Kishan Samman Nidhi Yojana નો લાભ મેળવવા માટે શું કરવું ?
આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ https://www.pmkisan.gov.inપોર્ટલ પર ઓનલાઇન અરજી કોઇ પણ ઇન્ટરનેટ સુવિધા ધરાવતા કેન્દ્ર ઉપરથી કરાવી શકશે.
અરજદાર https://www.pmkisan.gov.in પોર્ટલ તેમજ મોબાઇલ એપ્લીકેશન (PM Kisan App) ઉપરથી Farmer Corner માંથી પણ જાતે અરજી શકશે.
અરજીની પ્રિન્ટ લઈ સાથે આધાર કાર્ડ, જમીનના લગતા ડોક્યુમેન્ટ જેવાકે ગામના નમૂના નં -૭, નમૂના નં-૮ અ તેમજ નમૂના નં-૬ ( ખેડૂત તરીકે દાખલ થયાનું હક્ક પત્રક) ગ્રામ પંચાયત કચેરીમાં તલાટીશ્રી પાસે જમા કરાવવાના રહેશે
PM Kishan Samman Nidhi Yojana HelpLine Number
- Toll Free Number – 18001155266
- Landline Number – 011-23381092
- Helpline Number – 155261
- New Helpline – 011-24300606
- Helpline – 0120-6025109
- E Mail ID – [email protected]
PM કિસાન સનમાન નિધિ યોજના | અહીં ક્લિક કરો |
લાભાર્થીની યાદી | અહીં ક્લિક કરો |
હપ્તા ની સ્થિતિ જોવો | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |