Junagadh Vanya Prani Mitra Bharti 2023: વન વિભાગ, જુનાગઢ દ્વારા ગીર તેમજ બૃહદગીરમાં વન્યપ્રાણી સંરાક્ષણ માટેના સંકલિત યોજના હેઠળ વન્યપ્રાણી મિત્ર ભરતી 2023 માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખ, પગારધોરણ અને અરજીની કરવાની માહિતી અહીથી વાંચી શકે છે.

Junagadh Vanya Prani Mitra Bharti 2023
સંસ્થા | વન વિભાગ, |
પોસ્ટનનું નામ | વન્યપ્રાણી મિત્ર |
અરજી કરવાની અંતિમ તારીખ | 08/07/2023 |
પસંદગી પ્રક્રિયા | રૂબરૂ મુલાકાત દ્વારા |
સ્થળ | જુનાગઢ, ગુજરાત |
ઓફિશિયલ વેબસાઈટ | https://forests.gujarat.gov.in/ |
Junagadh Forest Department Vanya Prani Mitra Bharti 2023
1) ઉમેદવાર જે તે ગ્રામ પંચાયત વિસ્તારના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.
2) ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધની તારીખ સુધીમાં 18 વર્ષથી ઓછી નહીં અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
3) લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. રૂબરૂ મુલાકાતના 50 ગુણ અને નીચે મુજબ શૈક્ષણિક લાયકાતના 50 ગુણ મળી 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
4) ઉમેદવાર 12 મુ ધોરણ પાસ કરેલા હોવા જોઈએ. 12 મુ ધોરણ પાસ કરેલ ઉમેદવાર મળશે નહીં તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાને લેવામાં આવશે.
ધોરણ 10/12 માં મેળવેલ ગુણના આધારે તેમજ તાંત્રિક/વ્યવસાય લક્ષી તાલીમ, સ્નાતક, સરકારશ્રીએ નિયત કરેલ જરૂરી કોમ્યુટર કૌશલ્ય પાસ કરેલ ઉમેદવારને અગ્રતા માટેના ગુણ આપવામાં આવશે.
બે ઉમેદવારના સરખા ગુણ થયે કૃષિ વિષયક, ડિપ્લોમા કે ડિગ્રી વાળા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
5) વધુ શરતો અને વધુ વિગતો સંબધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરીએથી જાણી શકાશે.
6) અરજી ફોર્મ ગુજરાત સરકારની વેબસાઈટ http://www.forest.gujrat.gov./ ઉપરથી ડાઉનલોડ કરવાનું રહેશે.
7) અરજી ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરી સાથે એક ફોટાની પાછળ પોતાનું નામ લખી સ્ટેપલ કરી, જોડવાના થતાં પ્રમાણપત્રો/માર્કશીટોની પ્રમાણિત નકલો 27*12 સે.મી. નું પોતાનું સરનામું લખેલ અને રૂ. 5 ની ટિકિટ ચોટાડેલ કવર સાથે રૂબરૂમાં અથવા તો રજી. એ.ડી. પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસ સુધીમાં પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ડુંગર ઉત્તર રેન્જ લીમડા ચોક જુનાગઢની કચેરીએ મોકલી આપવાની રહેશે. અરજી ચકાસણી બાદ પાત્રતા ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે.
8) * નિશાની વાળા ગામોમાંથી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના અને ** નિશાની વાળા ગામોમાંથી અનુસૂચિત જનજાતિ અને *** નિશાની વાળા ગામોમાંથી અનુસૂચિત જાતિના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
9) આ ભરતી માટે કુલ જગ્યા 11 છે.
1 | જુનાગઢ | બલિયાવાડ, ચોકલી |
2 | ભેંસાણ | દૂધાળા* માલીડા પાટલા છોડવડી મેંદપરા** સામતપરા |
3 | જુનાગઢ | પાદરીયા* ખડીયા |
4 | સુત્રાપાડા | ધામળેજ** |
અરજી ફોર્મ મોકલવાનું સરનામું
પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ડુંગર ઉત્તર રેન્જ જુનાગઢ લીમડાચોક, જુનાગઢ
જુનાગઢ, 362001
ફોન નંબર: 0285-2651763
મહત્વની તારીખો
અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની તારીખ અને સમય | 29/06/2023 સવારે 11 વાગ્યાથી 07/07/2023 ના સાંજે 6 વાગ્યા સુધી |
અરજી ફોર્મ ભરીને મોકલવાનું સરનામું | પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ડુંગર ઉત્તર રેન્જ જુનાગઢ લીમડાચોક, જુનાગઢ, 362001 |
અરજી ફોર્મ ભરીને મોકલવાની અંતિમ તારીખ | 08/07/2023 |
અરજી ચકાસણી અર્થે ખોલવાની તારીખ | 11/07/2023 |
મહત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચો | અહિયાં ક્લિક કરો |
અરજી ફોર્મ ડાઉનલોડ કરો (29 તારીખથી ડાઉનલોડ કરી શકાશે.) | અહિયાં ક્લિક કરો |