ITBP Recruitment 2023: ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં જોડાવા માટે ભારતીય મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગવવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવતાં ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરી શકે છે. ITBP દ્વારા કામચલાઉ નિમણૂકના આધારે ગ્રુપ ‘સી’ માં હેડ કોન્સ્ટેબલ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે.

ITBP Recruitment 2023
લેખનું નામ | ITBP Recruitment 2023 |
સંસ્થાનું નામ | Indo Tibetan Border Police Force |
પોસ્ટ નું નામ | Head Constable (Midwife) |
લાયકાત | ધોરણ 10 પાસ |
ટુંકી જાહેરાત તારીખ | જૂન 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ | 09 જૂન 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 08 જૂલાઈ 2023 |
સત્તાવાર વેબસાઇટ | itbpolice.nic.in |
Join WhatsApp | click here |
ખાલી જગ્યાની માહિતી
ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા કુલ 81 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં મહિલાઓ અરજી કરી શકે છે.
કેટેગરી | ખાલી જગ્યા |
UR | 34 |
OBC | 22 |
SC | 12 |
ST | 06 |
EWS | 07 |
Total | 81 |
Educational Qualification (શૈક્ષણિક લાયકાત)
ઉમેદવારોએ 10માં ધોરણની પરીક્ષા કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી પાસ કરી હોવી જોઈએ. ઉપરાંત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સહાયક નર્સિંગ મિડવાઇફરી (ANM) કોર્સ પૂર્ણ કરેલો હોવો આવશ્યક છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
આઇટીબીપી ભરતી 2023 માટે 18થી 25 વર્ષની વયની મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે.
Age Limit | વર્ષ |
લઘુત્તમ વય મર્યાદા | 18 |
મહત્તમ વય મર્યાદા | 25 |
Salary (પગાર)
પસંદગી પામેલા ઉમેદવારોને સાતમા સીપીસી મુજબ માસિક પગાર 25500થી 81100 (લેવલ-6) આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ (PET) અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST)ના આધારે કરવામાં આવશે. આ ટેસ્ટમાં સફળ થનારા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે. આ પછી લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેવું પડશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર ક્લાર્ક સિલેબસ 2023 જાહેર
અરજી કરવાની રીત
- આ ભરતી માટે અરજી કરવા માટે સૌ પ્રથમ ઓફિશ્યલ વેબસાઇટwww.recruitment.itbpolice.nic.inપર જાઓ.
- અહીં હોમ પેજ પર ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવા માટે એક લિંક આપેલી હશે તેના પર ક્લિક કરો.
- ફોર્મમાં માંગવામાં આવેલી તમામ જરૂરી માહિતી દાખલ કરો અને તેને સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો.
- ભવિષ્યના રેફરન્સ માટે એક પ્રિન્ટ આઉટ લો.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | Registration | Log in |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |