
Deesa Nagarpalika Bharti 2023: ડીસા નગરપાલિકા દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના મેરીટને આધારે પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી કુલ 5 વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવાર લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા અને અન્ય વિગતો અહીથી વાંચી શકે છે અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
ડીસા નગરપાલિકા ભરતી 2023 | Deesa Nagarpalika Recruitment 2023
આ ભરતી માટે અરજી કરવાનો સમયગાળો જાહેરાત પ્રસિદ્ધ થયેથી કુલ 15 દિવસની અંદર અરજી કરી શકો છો. વધુ માહિતી માટે નીચે વાંચો.
પોસ્ટ
1 | ક્લાર્ક |
2 | ટાઈપિસ્ટ |
3 | પ્લંબર |
4 | લાઇટ મિકેનિક |
5 | આસી. લાઇટ મિકેનિક |
જગ્યાની સંખ્યા
ક્લાર્ક | 05 |
ટાઈપિસ્ટ | 01 |
પ્લંબર | 01 |
લાઇટ મિકેનિક | 01 |
આસી. લાઇટ મિકેનિક | 01 |
શૈક્ષણિક લાયકાત
ક્લાર્ક | ધોરણ 12 પાસ અને CCC પરીક્ષા પાસ |
ટાઈપિસ્ટ | ધોરણ 12 પાસ અને CCC પરીક્ષા પાસ |
પ્લંબર | ધોરણ 12 પાસ/આઈટીઆઈ ડિપ્લોમા ઈન પ્લંબર |
લાઇટ મિકેનિક | ધોરણ 12 પાસ/આઈટીઆઈ ડિપ્લોમા ઈન ઇલેક્ટ્રિકલ વાયરમેન |
આસી. લાઇટ મિકેનિક | ધોરણ 12 પાસ/આઈટીઆઈ ડિપ્લોમા ઈન ઇલેક્ટ્રિકલ વાયરમેન |
અરજી કરવાનું સ્થળ
ચીફ ઓફિસર શ્રી, ડીસા નગરપાલિકા, ડીસા, જિ. બનાસકાંઠા, પિન કોડ 385535. ફક્ત રજી. પોસ્ટ એડીથી મોકલી આપવાની રહેશે.
મહત્વની સૂચનાઓ
1 | ડીસા નગરપાલિકાએ તારીખ 15/09/2021 ના રોજ ઉપરોક્ત જગ્યાઓ માટે જાહેરાત આપેલ તે જાહેરાત વહીવટી કારણોસર રદ્દ કરવામાં આવે છે. તેમાં અરજી કરેલ ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેશે. |
2 | અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો 1 નંગ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. |
3 | અનામત વર્ગના ઉમેદવારે સક્ષમ અધિકારીશ્રીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. |
4 | અરજી કવર ઉપર જે તે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. |
5 | વય મર્યાદા સરકારશ્રીના નીતિનિયમ મુજબ રહેશે અને અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળશે. |
6 | મંજૂર થયેલ ભરતી બઢતીના નિયમો મુજબ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. |
7 | અધૂરી કે સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં અને આ અંગે કોઈ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં. |
8 | આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ કારણોસર ફેરફાર કરવાની કે રદ્દ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવાની કે ન કરવી તે અંગે ડીસા નગરપાલિકાને અબાધિત અધિકાર રહેશે. નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં. |
9 | અનામત વર્ગના ઉમેદવાર સામાન્ય જગ્યાઓ ઉપર અરજી કરે છે તો અનામતનો કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહીં અને સામાન્ય વર્ગના ઉમેદવાર તરીકેની તમામ શરતો લાગુ થશે. |
10 | એક ઉમેદવાર એક જગ્યા માટે જ અરજી કરી શકે છે. |
11 | ભરતી પ્રક્રિયા માટે જરૂરી ફી ની જાણ અરજદારોને માન્ય ઉમેદવારોની યાદી નક્કી થયાં બાદ જાણ કરવામાં આવશે. |
12 | આ ભરતીની જાહેરાત વાંચીને પછી જ અરજી કરવી. |
જાહેરાત વાંચવા માટે અહિયાં ક્લિક કરો
આ પણ વાંચો
GSRTC ભરતી 2023 – વિવિધ જગ્યાઓ માટે ભરતી