
BIPORJOY Sahay Gujarat: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત ઉપર ત્રાટકેલ બિપોરજોય વાવાઝોડાના કારણે ઘણા બધાના ઘરવખરી અને અન્ય વસ્તુઓને નુકશાન થયેલ. આ નુકશાનની ભરપાઈ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય માટેની જાહેરાત કરવામાં આવી છે. જેની સંપૂર્ણ વિગતો નીચે આપેલ છે.
BIPORJOY Sahay Gujarat | બિપોરજોય વાવાઝોડાને લઇ સહાયની સત્તાવાર જાહેરાત
રાજ્યમાં જૂન-2023 માં આવેલ BIPORJOY વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારો અસરગ્રસ્ત થયેલ હતા. આવા વિસ્તારોમાં વાવાઝોડાના કારણે રહેણાંકણા કાચા/પાક મકાનોને સંપૂર્ણ કે આંશિક નુકશાનનાં કિસ્સા બનેલ છે.
જેથી, રાજ્ય સરકારે માનવતાના ધોરણે વિચારણા કરીએ SDRF અંગેના સંદર્ભ વંચાણે લીધા (1) ના ઠરાવ ઉપરાંત રાજ્યના બજેટમાંથી “ખાસ કિસ્સામાં” સહાય આપવાની બાબત વિચારણા હેઠળ હતી.
જે અંગે સરકારશ્રીએ પુખ્ત વિચારણા અંતે નીચે મુજબ ઠરાવવાનો નિર્ણય કરેલ છે.
BIPORJOY Sahay Gujarat | કપડાં અને ઘરવખરી સહાય
BIPORJOY વાવાઝોડા તેમજ ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં SDRFના ધોરણો મુજબ કુટુંબદીઠ કપડાં સહાય તરીકે રૂપિયા 2500 અને ઘરવખરી સહાય તરીકે રૂપિયા 2500 એટલે કે કુલ રૂપિયા 5000 તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂપિયા 2000 મળી કુલ રૂપિયા 7000 (કુટુંબદીઠ) કપડાં અને ઘરવખરી સહાય તરીકે ચૂકવવાનું ઠરાવવામાં આવે છે. સરકારના બજેટમાંથી રૂપિયા 8500 મળી કુલ 15,000 ની સહાય.
આંશિક રીતે નુકશાન પામેલ ઝૂંપડાઓને SDRF માંથી રૂપિયા 8000 તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂપિયા 2000 મળી કુલ રૂપિય 10,000 ની સહાય.
ઘર સાથે સંકળાયેલ કેટલાક શેડને થયેલ નુકશાન માટે SDRF માંથી રૂપિયા 3000 તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂપિયા 2000 મળી કુલ રૂપિયા 5000 ની સહાય.
BIPORJOY Sahay Gujarat | શરતો
- જે કિસ્સામાં રાજ્ય સરકારના બજેટમાં જણાવેલ હોય તેનો ખર્ચ રાજ્ય સરકારના ભંડોળમાંથી કરવાનો રહેશે.
- State Disaster Response Fund ના ધોરણો અને કાર્યપદ્ધતિઓ ભારત સરકારની વંચાણે લીધેલ માર્ગદર્શિકા મુજબની રહેશે.
- રાજ્ય સરકારના ભંડોળમાંથી કરેલ ખર્ચને અલગથી નિભાવવાનો રહેશે.
- આ ઠરાવની જોગવાઈઓ જૂન-2023 માં આવેલ BIPORJOY વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારના જિલ્લાઓ માટે “ખાસ કિસ્સા” તરીકે લાગુ પડશે.
- દબાણ કરીને બનાવેલ મકાન અંગે જે તે વિભાગના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે અને આ માત્ર સહાય તરીકે ગણવાનું રહેશે. આ સહાયથી કોઈપણ પ્રકારની કાયદેસરતા મળતી નથી.