Biparjoy Cyclone: આકાશમાંથી આવું દેખાય છે “બિપરજોય વાવાઝોડું” અવકાશયાત્રી એ શેર કરી તસવીર

Biparjoy Cyclone: મિત્રો, અરબ સાગરમાં બિપરજોય વાવાઝોડું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે એમ કેટલાક લોકો ને સલામત જગ્યાએ સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. આ વાવાઝોડાં ના કેટલા ફોટા મૂળ સાઉદી અરેબિયાના અવકાશયાત્રી સુલતાન અલ્નેદીએ અવકાશમાંથી બિપરજોય વાવાઝોડાની લીધેલી તસવીરો શેર કરી હતી.

અવકાશયાત્રીએ શેર કર્યા બિપરજોય વાવાઝોડાની લીધેલી તસવીરો

અરબ સાગરમાં બિપરજોય વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તંત્રએ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે. (Credit: @Astro_Alneyadi)

તસવીરમાં જોઈ શકાય છે કે, ખૂબ મોટું ચક્રવાત છે. વાદળોના સમૂહ ચક્રવાતને ફરતે દેખાઈ રહ્યા છે. આ દૃશ્ય જોઈને જ વાવાઝોડાની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય તેમ છે. (Credit: @Astro_Alneyadi)

લાઈવ વાવાઝોડુ જોવો : LIVE Update, Live Tracker : અહીં ક્લિક કરો

બિપરજોય વાવાઝોડાની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું આવતીકાલે એટલે કે 15મી જૂને જખૌ પાસે દરિયાકાંઠે અથડાશે. આ ઉપરાંત વાવાઝોડાને કારણે હવાની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની હશે તેવું જણાવ્યું હતું. (Credit: @Astro_Alneyadi)

Biparjoy Cyclone Live update – click here

મૂળ સાઉદી અરેબિયાના અવકાશયાત્રી સુલતાન અલ્નેદીએ તેમના ટ્વિટર હેન્ડલ પર સેટેલાઇટનો એક વીડિયો મૂક્યો હતો. જેમાં અરબ સાગરમાં રચાયેલું ઉષ્ણકટિબંધીય ‘બિપરજોય’ વાવાઝોડું અવકાશમાંથી કેવું દેખાય છે તે જોઈ શકાય છે. (Credit: @Astro_Alneyadi)

Post Source: Gujarati.news18.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *