SSC CHSL 2023: 12 પાસ માટે 1600 જગ્યાઓ ઉપર ભરતી

SSC CHSL 2023 Application: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા કંબાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ (CHSL-10+2) ની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in ઉપર ઉમેદવારો જોઈ શકે છે અને ઓનલાઈન અરજી કરી શકે છે. સ્ટાફ સિલેક્શન ભરતી 2023 વિશે સંપૂર્ણ માહિતી નીચે વાંચી શકો છો.

SSC CHSL (10+2) Recruitment 2023

SSC CHSL (10+2) Recruitment 2023: ભારત સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓમાં જુનિયર ડિવિઝન ક્લાર્ક (લોઅર ડિવિઝન ક્લાર્ક – LDC), ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO), જુનિયર સચિવાલય સહાયક (JSA) ની લગભગ 1600 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર.

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવામાં આવનાર ઉચ્ચતર માધ્યમિક (10+2) નોટિફિકેશન 2023 મંગળવાર, 9 મે, 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

SSC CHSL 2023 નોટિફિકેશનના પ્રકાશન સાથે, એપ્લિકેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, જે 8 જૂન, 2023 સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા ઉમેદવારો SSC ની વેબસાઇટ ssc.nic.in પર અરજી કરી શકે છે.

સ્ટાફ સિલેક્શન CHSL ભરતી 2023

પરીક્ષા ફી અને ભરવાની પ્રક્રિયા

CHSL પરીક્ષા માટે અરજી કરતી વખતે ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી રૂ.100 ની નિયત ફી ચૂકવવાની રહેશે.

SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો તેમજ તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોએ ફી ચૂકવવાની જરૂર નથી.

ઉમેદવારોએ 10 જૂન સુધીમાં ફીની ઓનલાઈન ચુકવણી કરવાની રહેશે.

ઑફલાઇન મોડમાં, ફી બેંક ચલણ દ્વારા 12 જૂન સુધી ચૂકવી શકાય છે, પરંતુ આ માટે ઉમેદવારોએ નિર્ધારિત છેલ્લી તારીખ એટલે કે 8 જૂન સુધીમાં ચલણ જનરેટ કરવાનું રહેશે.

નિયત પ્રક્રિયા અને ફી સાથે અરજી સબમિટ કરનાર ઉમેદવારો 14 અને 15 જૂન, 2023 વચ્ચે તેમની અરજીઓમાં સુધારા અથવા જરૂરી સુધારા કરી શકશે.

SSC CHSL 2023 માટે કોણ કોણ અરજી કરી શકે છે?

આ ભરતી પરીક્ષા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12મા ધોરણની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

આ ઉપરાંત, ઉમેદવારોની ઉંમર 1લી ઓગસ્ટ 2023 ના રોજ 18 વર્ષથી ઓછી અને 27 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેનો અર્થ એ છે કે ઉમેદવારનો જન્મ 2જી ઓગસ્ટ 1996 પહેલા અને 1લી ઓગસ્ટ 2005 પછીનો ન હોવો જોઈએ.

જો કે, અનામત કેટેગરીના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, વધુ માહિતી અને અન્ય વિગતો માટે ભરતી સૂચના જુઓ.

SSC CHSL 2023 માટે પગાર ધોરણ શું છે?

લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)/ જુનિયર સચિવાલય મદદનીશ (JSA)
Pay Level-2 (Rs. 19,900-63,200)
ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)Pay Level-4(Rs. 25,500-81,100) and Level 5(Rs. 29,200-92,300)
ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ ‘A’Pay Level-4(Rs. 25,500-81,100)

SSC CHSL 2023 માટે પરીક્ષા સેન્ટર

પશ્ચિમ ક્ષેત્ર ગુજરાત માટે પરીક્ષા સેન્ટર અને તેના કોડ આ મુજબ છે. અમદાવાદ(7001), ગાંધીનગર(7012), મહેસાણા(7013), રાજકોટ(7006), સુરત(7007), વડોદરા(7002).

ઉમેદવારને કોઈ પ્રશ્ન હોય અથવા તો મુશ્કેલી જણાય તો નીચે આપેલ એડ્રેસ ઉપર સંપર્ક કરી શકે છે.

Regional Director (WR), Staff Selection Commission, 1st Floor, South Wing, Pratishtha Bhawan,
01, Maharshi Karve Road, Mumbai, Maharashtra-400020 (www.sscwr.net)

SSC CHSL 2023 માટે પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે?

સ્ટાફ સિલેક્શન કમિશનની આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેશે. જે બે ભાગમાં લેવામાં આવશે.

  • Tier-I
  • Tier-II

Tier-I માં તમારું પેપર 200 માર્કસનું આવશે અને તેમાં 100 પ્રશ્નો આવશે. આ પેપર 60 મિનિટનું રહેશે. Tier-I માં અગ્રેજી ભાષા (50 માર્કસ), સામાન્ય બૌદ્ધિક ક્ષમતા (50 માર્કસ), ક્વોન્ટિટીવ એપ્ટીટ્યુડ (50 માર્કસ) ane જનરલ અવોરનેસ (50 માર્કસ) નું રહેશે.

Tier-II માં સેશન-1 અને સેશન-2 એમ કુલ બે સેશન રહેશે. સેશન-1 માં ગણિત, રિઝનિંગ, જનરલ ઇન્ટેલિજન્સ, ઈંગ્લિશ ભાષા અને કોમ્પ્રિહેન્શન, જનરલ અવોરનેસ જેવા વિષયો ઉપર રહેશે. સેશન-1 એ 2 કલાક 15 મિનિટનું રહેશે.

Tier-II માં સેશન-2 માં સ્કિલ ટેસ્ટ/ટાઈપિંગ ટેસ્ટ મોડ્યુલ આધારિત પરીક્ષા આપવાની રહેશે.

સંપૂર્ણ અભ્યાસક્રમ માટે નીચે નોટિફિકેશન આપેલી છે તે આખી વાંચવી અને પછી જ અરજી કરવી.

ઓફિશિયલ નોટિફિકેશન માટે અહિયાં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો

આ પણ વાંચો:

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓક્લિક કરો

Leave a Comment