Smartphone Sahay Yojana ikhedut: ખેડૂતો માટે ખુશખબર છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતના હિતને ધ્યાનમાં લઇને એક સરસ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનું નામ ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ikhedut પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતોને કોઈ પણ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ખેડૂત માટેની યોજનાનો લાભ લેવા માટે ikhedut પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી પણ કરી શકે છે. ખેડૂત માટે જે યોજના અમલમાં મુકાઈ હોય તે યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે આ બધી માહિતી ikhedut પોર્ટલ પરથી મેળવી શકાય છે. Smartphone Sahay Yojana ikhedut, ખેડૂત સહાય યોજના મોબાઈલ, Khedut Smartphone Sahay Yojana, Gujarat smartphone Sahay Yojana, smartphone Sahay Yojana Gujarat.

Khedut Smartphone Sahay Yojana, ખેડૂત માટે મોબાઈલ સહાય યોજના 2023
યોજનાનું નામ | Smartphone Sahay Yojana, ikhedut |
વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
યોજનાના લાભાર્થી | રાજ્યના ખેડૂત |
યોજનાનો લાભ | રાજ્યના ખેડૂત 15,000 રૂપિયા સુધીનો મોબાઈલ ખરીદે તો રૂપિયા 6,000 સુધીની સહાય અથવા ખરીદ કિંમત પર 40% સહાય |
સત્તાવાર વેબસાઇટ | ikhedut.gujarat.gov.in |
સત્તાવાર વેબસાઇટ માટે લિંક | અહીં ક્લિક કરો |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
Khedut Smartphone Sahay Yojana GR Download | click here |
Gujojas Home Page | click here |
Join Our WhatsApp Group | click here |
Gujarat Khedut Smartphone Sahay Yojana
ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કર્યેથી રૂ.૧૫૦૦૦/- સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે. જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦% સહાય અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે. દા.ત. કોઈ ખેડૂત રૂ.૮૦૦૦/- ની કિમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતનાં ૪૦% મુજબના રૂ.૩૨૦૦/- અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે એટલે કે રૂ.૩૨૦૦/- સહાય મળવાપાત્ર થાય અને જો કોઈ ખેડૂત રૂ.૧૬૦૦૦/- ની કિમતનો સ્માર્ટફોન ખરીદ કરે તો ખરીદ કિંમતના ૪૦% લેખે રૂ.૬૪૦૦/- અથવા રૂ.૬૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે એટલે કે રૂ.૬૦૦૦/- સહાય મળવાપાત્ર થાય.
Khedut Smartphone Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ
ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે અરજી કરવા જરૂરી ડોક્યુમેન્ટની માહિતી નીચે મુજબ છે. અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે?
- અરજી કરનારનું આધાર કાર્ડ
- સ્માર્ટફોન નું GST નંબર ધરાવતું બિલ
- સ્માર્ટફોન આઇએમઇઆર નંબર
- ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ ની નકલ
- 8 – અ ની નકલ
- ખેડૂતનો રદ થયેલ ચેકની નકલ
- બેંક ખાતામાં પાસબુકની નકલ
ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે કોણ અરજી કરી શકે ?
અરજી કરનાર ગુજરાત રાજ્યના હોવા જોઈએ અને પોતાની જમીન ધરાવતા હોવા જોઈએ. અરજી કરવા માટે ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- અરજી કરનાર ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ.
- ગુજરાત રાજ્યમાં પોતાની માલિકીની જમીન હોવી જોઈએ.
- આ યોજનાનો લાભ ફકત એક જ વખત મળે છે.
- ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે એક જ વખત મળે છે. અને આ યોજનામાં મોબાઈલની બેટરી, ચાર્જર, એસેસરીઝ જેવા સાધનોનો સમાવેશ થતો નથી.
ખેડૂત મોબાઈલ સહાય યોજના ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |
join WhatsApp Group | click here |
આ પણ વાંચો
Manav Garima Yojana 2023: સામાજિક, આર્થિક, શૈક્ષણિક પછાત વર્ગ, લઘુમતી,વિચરતી અને વિમુક્ત જાતિ માટે
તબેલા માટે 4,00,000ની લોન મળશે, તબેલા લોન યોજના ગુજરાત 2022 | Tabela Loan Yojana In Gujarat
આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY)
સરદાર પટેલ આવાસ યોજના વિશે માહિતી અને ફોર્મ
વિદેશમાં અભ્યાસ અર્થે લૉન, વિદેશમાં અભ્યાસ માટે 15,00,000 રૂપિયાની લૉન આપવામાં આવશે
Dr.Savitaben Ambedkar આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના – મળશે રૂ. ૨,૫૦,૦૦૦/-ની સહાય