RBI એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ હોય તો તમે બેંકમાં જમા કરાવી શકો છો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 2019થી 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું.

રૂપિયા 2000ની નોટ તમારી પાસે હોય તો જાણો આ માહિતી, 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી
હવે RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે, રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. મળતી માહિતી મુજબ, RBI એ આ નિર્ણય ક્લીન નોટ પોલિસી અંતર્ગત લીધો છે. આરબીઆઈએ કહ્યું છે કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રીતે માન્ય રહેશે.


2000 રૂપિયાની નોટ કઈ તારીખ સુધી બેંકમાં જમાં કરાવી શકાય ?
મળતી માહિતી મુજબ, RBI એ આ નિર્ણય ક્લીન નોટ પોલિસી અંતર્ગત લીધો છે. આરબીઆઈએ કહ્યું છે કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રીતે માન્ય રહેશે. RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. હવેથી બેંકો 2000ની નોટ નહીં આપે.
આ પણ વાંચો – 55,200 રૂપિયા પગાર મળશે, RBI દ્વારા ભરતી 2023 , વાંચો સંપૂર્ણ માહિતી
રિઝર્વ બેન્ક દ્વારા જાહેરાત કરવામાં આવી
બેન્કમાં રેગ્યુલર સર્વિસમાં કોઈપણ જાતની અસુવિધા ઊભી ના થાય એ માટે 2000ની નોટ બદલાવવાની તારીખ મે 23, 2023થી શરૂ થશે. 2000 નોટનું એક્સચેન્જ 20000 રૂપિયાની મર્યાદા સુધી કરી શકાશે. આ આખી પ્રોસેસને સરખી રીતે પૂરી કરવા માટે જનતાને બેન્કમાં 30 સપ્ટેમ્બર, 2023 સુધીનો સમય આપ્યો છે, એટલે કે જનતાને 5 મહિના જેટલો સમય મળશે.
નોંધ: આ લેખ માત્ર માહિતી મેળવવા માટે છે. સોર્સ – ન્યુઝ ચેનલ