Manav Garima Yojana 2023: સામાજિક, આર્થિક, શૈક્ષણિક પછાત વર્ગ, લઘુમતી,વિચરતી અને વિમુક્ત જાતિ માટે

Share This Post

Manav Garima Yojana 2023: સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ભાનુબેન ડોબરિયા દ્વારા માનવ ગરિમા યોજના 2023 (Manav Garima Yojana Gujarati) ના ઓનલાઈન ફોર્મ તારીખ 15/05/2023 થી 14/06/2023 સુધી ભરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી અહીથી વાંચો અને અરજી કરો.

Manav Garima Yojana Information In Gujarati 2023

Manav Garima Yojana In Gujarati: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્યની ઓફિશિયલ વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના અંતર્ગત કુલ 25 ટ્રેડના સાધનો (ટૂલ કીટસ) વિનામૂલ્યે આપવામાં આવે છે. જેની કુલ કિંમત રૂપિયા 5,000 થી 25,000 સુધીની હોય છે.

Manav Garima Yojana Mahiti 2023 | માનવ ગરિમા યોજના વિશે માહિતી 2023

માનવ ગરિમા યોજના દ્વારા સામાજિક, આર્થિક, શૈક્ષણિક પછાત વર્ગ, લઘુમતી,વિચરતી અને વિમુક્ત જાતિના અરજદારોને રોજગારીના વિકાસ અર્થે સંબંધિત નિઃશુલ્ક કિટ સહાય રૂપે આપવામાં આવે છે.

આ યોજના હેઠળ http://esamajklyan.gujarat.gov.in પોર્ટલ પર તા.૧૫.૦૫.૨૦૨૩ થી તા.૧૪.૦૬.૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.

સહાય મેળવવાની પાત્રતા શું છે?

અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ તેમજ વિચારતી અને વિમુક્ત જાતિના હોવા જોઈએ.

અરજદારની વાર્ષિક આવક મર્યાદા 6 લાખની હોવી જોઈએ. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત વર્ગ તેમજ વિચારતી વિમુક્ત જાતિ માટે આવક મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવેલ છે.

યોજનાનો હતું શું છે?

માનવ ગરિમા યોજનાનો હેતુ એ છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

કયા કયા સાધનો માટે સહાય મળી શકે?

માનવ ગરીમા યોજના અંતર્ગત દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે. જેની વધુ વિગતો નીચે વાંચો.

1કડીયાકામ
2સેન્‍ટીંગ કામ
3વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
4મોચીકામ
5દરજીકામ
6ભરતકામ
7કુંભારીકામ
8વિવિધ પ્રકારની ફેરી
9પ્લમ્બર
10બ્યુટી પાર્લર
11ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
12ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
13સુથારીકામ
14ધોબીકામ
15સાવરણી સુપડા બનાવનાર
16દુધ-દહી વેચનાર
17માછલી વેચનાર
18પાપડ બનાવટ
19અથાણા બનાવટ
20ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
21પંચર કીટ, ફ્લોર મીલ, મસાલા મીલ
22રુ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
23પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ) અને હેર કટીંગ (વાળંદ કામ)
24મોબાઇલ રીપેરીંગ
25રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે?

માનવ ગરિમા યોજનાનું ફોર્મ ભરવા માટે અન્ર રજૂ કરવાના ડોક્યુમેન્ટનું લિસ્ટ નીચે આપેલ છે.

1આધાર કાર્ડ
2રેશન કાર્ડ
3અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ)
4અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો
5તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો
6અભ્યાસનો પુરાવો
7વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
8બાંહેધરી પત્રક
9અરજદારના ફોટો

માનવ ગરિમા યોજના માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?

1) સૌપ્રથમ તમારે esamajkalyan.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

2) વેબસાઈટ ઉપર ગયા પછી તમારે સીટીઝન લૉગઈનમાં જઈને લૉગ ઈન થવાનું રહેશે. (જો તમે પહેલીવાર અરજી કરો છો તો New User? Please Register Here! ઉપર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.)

Manav Garima Yojana

3) લૉગ ઈન થયાં બાદ નીચે ફોટોમાં જણાવ્યા મુજબ તમારી સ્ક્રીન ઉપર દેખાશે અને તેમાં તમારે માનવ ગરિમા યોજના પસંદ કરવાનું રહેશે.

Manav Garima Yojana

4) માનવ ગરિમા સિલેકટ કર્યા પછી તમને આ મુજબનું ટેબ દેખાશે તેમ તમારે OK ઉપર ક્લિક કરવાનું રહેશે.

Manav Garima Yojana

5) OK ઉપર ક્લિક કર્યા બાદ તમને નીચે મુજબનું તમારી સ્ક્રીન ઉપર દેખાશે.

જેમાં તમારે વ્યક્તિગત માહિતીમાં તમારી સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. જેમાં તમારે તમારું પૂરું નામ, પિતા અથવા પતિનું પૂરું નામ, જન્મતારીખ, ઉંમર, મોબાઈલ નંબર, જાતિ, તમારા ઘરનું સરનામું વગેરે લખવાના રહેશે. આટલું ભર્યા પછી તમારે Save & Next ઉપર ક્લિક કરવાનું રહેશે.

Save & Next ઉપર ક્લિક કરશો એટલે તમે અરજીની વિગતો વાળા ટેબમાં આવી જશો. અરજીની વિગતોમાં તમારે તમારા ધંધાનું નામ, અભ્યાસ, વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી છે કે નહીં, કુટુંબના સભ્યોની વિગત, કુટુંબના સભ્યોની કમાનાર સભ્યોની વિગત, વાર્ષિક આવક, વ્યવસાય ચાલુ છે કે નવો ચાલુ કરવાનો છે, સભ્યોની વિગતો (નામ, સંબંધ, રેશનકાર્ડ અને આધારકાર્ડ નંબર) અને વાર્ષિક આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. આટલું થયાં બાદ Save & Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

Save & Next ઉપર ક્લિક કરશો એટલે તમે ડોક્યુમેન્ટ અપલોડ વાળા ટેબમાં પહોંચી જશો. જેમાં તમારે આધારકાર્ડ, રેશનકાર્ડ, રહેઠાણનો પુરાવો, અરજદારની જાતિનો દાખલો, અભ્યાસનો પુરાવો, વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો, બાંહેધરી પત્રક અને એકરારનામું અપલોડ કરવાનું રહેશે. આટલું અપલોડ થઈ જાય એટલે Save & Next ઉપર ક્લિક કરવાનું રહેશે.

Save & Next ઉપર ક્લિક કરશો એટલે તમે નિયમો અને શરતો વાળા ટેબ ઉપર જતાં રહેશો અને ત્યાં તમારે એક બોક્સમાં ટીક કરવાનું રહેશે જ્યાં લખેલું હશે કે તમે અપલોડ કરેલી તમામ વિગતો સાચી છે. આટલું કર્યા પછી Save Application ઉપર ક્લિક કરવાનું રહેશે. Save Application ઉપર ક્લિક કરશો એટલે એક બોક્સ ખુલશે અને તેમાં લખેલું હશે કે શું તમે તમારી અરજી સબમિટ કરવા માંગો છો તો તમારે સબમિટ કરવી હોય તો હા ઉપર ક્લિક કરવાનું રહેશે.

6) સબમિટ ઉપર ક્લિક કરશો એટલે સ્ક્રીન ઉપર તમને તમારો અરજી નંબર દેખાશે જે તમારે સેવ કરીને રાખવો અને નીચે પ્રિન્ટ એપ્લિકેશન લખેલું દેખાશે તે પ્રિન્ટ કરી લેવી અથવા તો PDF બનાવીને સેવ કરી રાખવી.

7) આમ આટલું થવાથી તમારી અરજી સફળતા પૂર્વક સબમિટ થઈ ગઈ છે. હવે અરજી કન્ફર્મ થઈ છે કે નહિ તેનું સ્ટેટ્સ જોતાં રહેવું પડશે.

અરજીનું સ્ટેટ્સ ચેક કેવી રીતે કરવું?

1) સૌપ્રથમ esamajkalyan.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

2) વેબસાઈટ ઉપર ગયા પછી નીચે તમને Your Application Status નામનું બટન દેખાશે જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.

3) Your Application Status ઉપર ક્લિક કરશો એટલે તમે નવા ટેબમાં જતાં રહેશો અને ત્યાં તમને એપ્લિકેશન નંબર અને જન્મતારીખ નાખવાની રહેશે. આટલું નાખ્યા પછી તમારે સ્થિતિ જુઓ ઉપર ક્લિક કરવાનું રહેશે.

4) સ્થિતિ જુઓ ઉપર ક્લિક કર્યા બાદ તમને નવા ટેબમાં તમારી અરજીની સ્થિતિ દેખાશે કે અરજીની કાર્યવાહી ચાલુ થઈ છે કે નહીં તે. તેમ શું પ્રોબ્લેમ આવી રહ્યો છે તે પણ તમને દેખાશે.

5) જો તમને કોઈ પ્રશ્ન હોય તો તે જ સ્ક્રીનમાં તમારી નજીકની કચેરીનું નામ, એડ્રેસ અને ફોન નંબર આપેલો હશે તો તેનો સંપર્ક કરવો.

ઓનલાઈન અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો

અરજી ફોર્મ માટે અહિયાં ક્લિક કરો

સેકફ ડિક્લેરેશન ફોર્મ માટે અહિયાં ક્લિક કરો

FAQs On Manav Garima Yojana

1) માનવ ગરિમા યોજનાનો લાભ કોને મળે છે?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચારતી અને વિમુક્ત જાતિના ઇસમોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

2) માનવ ગરિમા યોજનાનો લાભ મેળવવા માટે શું કરવું જોઈએ?

આ યોજનાનો લાભ લેવા માટે ઈ સમજ કલ્યાણ (esamajkalyan.gujarat.gov.in) પોર્ટલ ઉપર જઈને માનવ ગરિમા યોજનાનું Online ફોર્મ ભરવાનું રહેશે અને તેમાં જણાવેલ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

3) માનવ ગરિમા યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી છે?

હાલમાં માનવ ગરિમા યોજના માટે આવક મર્યાદા રૂપિયા 6.00,000 ની છે.

4) માનવ ગરિમા યોજના હેઠળ કેટલી રકમની ટૂલ કીટસ મળે છે?

હાલમાં માનવ ગરિમા યોજના હેઠળ રૂપિયા 25,000 ની મર્યાદામાં ટૂલ કીટસ આપવામાં આવે છે.

5) માનવ ગરિમા યોજના હેઠળ સહાય કઈ રીતે મળે છે?

લાભાર્થીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અરજીમાં પસંદ કરેલ વ્યવસાયની ટૂલ કીટ આપવામાં આવે છે.

6) નાણાકીય વર્ષમાં એકવાર લાભ મળ્યા પછી બીજા વર્ષે ફરીથી લાભ મળી શકે છે?

ના, એકવાર લાભ મળ્યા પછી બીજીવાર આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.

7) વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો અપલોડ કરવો જરૂરી છે?

હા, તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે.

8) માનવ ગરિમા યોજના હેઠળ પરિવારના કેટલા સભ્યોને લાભ મળે છે?

માનવ ગરિમા યોજના હેઠળ કૂટુંબના ફક્ત એક વ્યક્તિને જ આ લાભ મળવાપાત્ર છે.

આ પણ વાંચો:

આ પણ વાંચો:

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *