VMC Recruitment: આરોગ્ય વિભાગ વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023

Health Department VMC Recruitment 2023: આરોગ્ય વિભાગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 3 પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો તારીખ 21/05/2023 સુધીમાં ઓનલાઈન અરજી વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઈટ https://vmc.gov.in/ ઉપર જઈને Recruitment વિકલ્પ પસંદ કરી ઓનલાઈન અરજી કરી શકે છે.

VMC Recruitment 2023

VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકમાં આરોગ્ય વિભાગના નવા મંજૂર થયેલા અર્બન સીએચસી (UCHC) ખાતે વીઝીટીંગ તજજ્ઞ (માનદ વેતનથી) નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

આરોગ્ય વિભાગ વડોદરા મહાનગરપાલિકામાં કુલ 8 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં રેડિયોલોજીસ્ટ (3 જગ્યા), ફિઝિશિયન (3 જગ્યા) અને એનેસ્થેટિસ્થ (2 જગ્યા) માટે ભરતી કરવાની થાય છે.

વડોદરા મહાનગરપાલિકામાં આ ભરતીની જાહેરાત તારીખ 12/05/2023 ના રોજ શુક્રવારના રોજ બહાર પાડવામાં આવેલ છે.

જાહેરાત બહાર પડતાંની સાથે આજરોજથી ઓનલાઈન અરજી કરવાનું vmc.gov.in/ વેબસાઈટ ઉપર ચાલુ થઈ ગયેલ છે. ઉમેદવારો તારીખ 12/05/2023 થી 21/05/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

Health Department VMC Recruitment 2023

વડોદરા મહાનગરપાલિકાની રેડિયોલોજીસ્ટ (3 જગ્યા), ફિઝિશિયન (3 જગ્યા) અને એનેસ્થેટિસ્થ (2 જગ્યા) ભરતીની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અન્ય તમામ માહિતી નીચે આપેલ છે. આ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.

કોણ કોણ અરજી કરી શકે છે?

  • રેડિયોલોજીસ્ટ: એમ.ડી. ઈન રેડિયોલોજી અને 2 વર્ષનો કામનો અનુભવ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન રેડિયોલોજી અને 4 વર્ષનો કામનો અનુભવ.
  • ફિઝિશિયન: એમ.ડી./એમ.એસ. ઈન મેડિસિન અને 2 વર્ષ કામનો અનુભવ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન મેડિસિન અને 4 વર્ષનો કામનો અનુભવ.
  • એનેસ્થેટિનસ્થ: એમ.ડી. ઈન એનેસ્થેશિયા અને 2 વર્ષનો કામનો અનુભવ અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઈન એનેસ્થેશિયા અને 4 વર્ષનો કામનો અનુભવ.

આ ભરતી માટે વધુમાં વધુ વય મર્યાદા 67 વર્ષની છે. 67 વર્ષથી વધુ ઉમર અથવા તો નિવૃત્ત વ્યક્તિ અરજી કરી શકશે નહીં. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને લઈને વય મર્યાદા ધ્યાને લેવામાં આવશે.

નોંધ: ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન થયેલું હોવું જરૂરી છે.

પગાર ધોરણ શું છે?

સે.એમ. સેતુ યોજના અંતર્ગત પ્રત્યેકને રૂપિયા 700 પ્રતિ કલાક મુજબ માનદ વેતન (પ્રતિ દિન 3 કલાકથી વધુ નહીં) ના ધોરણે પગાર આપવામાં આવશે.

જરૂરી ધારાધોરણો

  • ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્સ અવશ્ય પાસ કરેલ હોવો જોઈએ.
  • ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
  • ઉમેદવારે અરજી પત્રકમાં કોઈપણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાને લેવામાં આવશે તો તેનું અરજી પત્રક/નિમણૂક કોઈપણ તબક્કે રદ્દ કરવામાં આવશે.
  • આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરીક્ષા/મૌખિક ઈન્ટરવ્યૂ બાબતે વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારી શ્રીઓ દ્વારા નિર્ણય કરવામાં આવશે.

ઑફિશિયલ નોટિફિકેશન માટે અહિયાં ક્લિક કરો

ઓન્લઇન અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો

આ પણ વાંચો:

સ્ટાફ સિલેક્શન કમિશનમાં 12 પાસ માટે 1600 જગ્યાઓ માટે ભરતી 2023

ગુજરાત મેટ્રોમાં નોકરી કરવાની તક, પગાર 33,000 થી શરૂ

ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ભરતીની જાહેરાત 2023

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓક્લિક કરો

Leave a Comment