Gyaan Sadhana Scholarship Yojana: ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયા, વાંચો સંપૂર્ણ માહિતી

Share This Post

Gyaan Sadhana Scholarship Yojana: ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ-૧ માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વખતે આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત તમામ બોર્ડ સાથે સંલગ્ન સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશ મેળવી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે આવા ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ધોરણ- ૯ થી ૧૨ સુધી તેમના પસંદગી મુજબના સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની નવી ‘જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના’ અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં દર વર્ષે નવા ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-૯ થી ૧૦ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૦,૦૦૦ અને ધોરણ-૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ! ૨૫,૦૦૦ની સ્કોલરશીપ આપવામાં આવશે.

આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે યોજાનાર “જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા” રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનું ઠરાવવામાં આવેલ છે. આ પરીક્ષા નીચેની વિગતે યોજવામાં આવશે.

Gyaan Sadhana Scholarship Yojana

Gyaan Sadhana Scholarship Yojana, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

લેખGyaan Sadhana Scholarship Yojana, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
ક્યાં ધોરણના વિદ્યાર્થીઓને મળશે લાભ?ધોરણ 9 થી 12
સહાયની રકમ રૂપિયા 25,000 સુધી
પરીક્ષા કુલ ગુણ 120 ગુણ
પરીક્ષા સમય150 મિનિટ
સત્તાવાર વેબસાઇટ https://www.sebexam.org/

Gyaan Sadhana Scholarship Yojana 2023 : પરીક્ષામાં બેસવા માટે લાયકાત

સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય.

અથવા

આરટીઈ એકટ ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ૨૫% ની મર્યાદામાં જે તે સમયે ધોરણ-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૮માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,

અને ઉપર (a) અને (b)ના કિસ્સામાં જેઓના વાલીની આવક આરટીઈ એક્ટ, ૨૦૦૯ની કલમ ૧૨(૧)(સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા હાલ શહેરી વિસ્તાર માટે રૂ! ૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ! ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.

માનવ ગરીમા યોજના: ધંધો કરવા માટે સાધન સહાય, ફ્રી સિલાઈ મશીન, બ્યુટી પાર્લર કીટ અને અન્ય ૨૭ જેવા ધંધા માટે સાધન સહાય યોજના

પરીક્ષા ફી

જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે કોઇપણ ફી રહેશે નહી.

કસોટીનું માળખુ

પ્રવેશ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question-MCQ Based) રહેશે.

પરીક્ષાના કુલ ગુણ અને સમય

પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.

અરજી કરવાની રીત / How to Apply Online for Gyaan Sadhana Scholarship Yojana

1) આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:.૧૧/૦૫/૨૦૨૩ (બપોરે ૦૩:૦૦ કલાક) થી

તા.ર૬/૦૫/૨૦૨૩ (રાત્રીના ૧૨:૦૦ કલાક) દરમિયાન http://www.sebexam.org પર ઓનલાઈન

જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની

સૂચનાઓ નીચે મુજબની છે. વિદ્યાર્થીએ અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

2) અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.

3) સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.

4) સરકારી/અનુદાનિત શાળાના વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા પણ કરવાની રહેશે.

5) સૌ પ્રથમ http://www.sebexam.org પર જવું.

6) “Apply Online” પર Click કરવું.

7) Apply Now ч Click sale Application Format val. Application Format i ч Adhar UDI નાખવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે. (અહીં લાલ(*) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)

8) Confirm Application પર Click કરવાથી વિદ્યાર્થીની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે.

અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ

વિદ્યાર્થીએ સાચવવાનો રહેશે. વિદ્યાર્થીએ બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે

પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.

9) વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પ્રવેશ પરીક્ષા આપી શકશે.

અરજી કરવાની લિંકઅહીં ક્લિક કરો
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ ક્લિક કરો

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *