BMC Sanatory Sub Inspector (SI) Recruitment 2023: ભાવનગર મહાનગરપાલિકાના “સેનેટરી સબ ઈન્સ્પેકટર” સંવર્ગની હાલ ખાલી રહેલ તથા ભવિષ્યે ખાલી પડનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે http://ojas.gujarat.gov.in/ ગુજરાત વેબસાઈટ પર અગાઉ અરજીઓ મંગાવવામાં આવી હતી જેની જગ્યામાં વધારો થતાં રોસ્ટર પોઈન્ટ મુજબ પુનઃ અરજીઓ મંગવવામાં આવે છે.
ખાસ નોંધ: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવેલ તે તમામ સંવર્ગોની લેખીત પરીક્ષા એક જ તારીખ અને સમયે લેવામાં આવનાર છે. આ ધ્યાને લઈને આ સંવર્ગમાં અરજી કન્ફર્મ કરવા તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે.
Bhavnagar Municipal Corporation (BMC) Recruitment 2023
ભાવનગર મહાનગરપાલિકામાં અગાઉ જાહેર કરેલ સેનેટરી સબ ઈન્સ્પેકટરની જગ્યામાં વધારો થતાં પુનઃ અરજીઓ ઓજસની વેબસાઈટ ઉપર તારીખ 20/05/2023 ના બપોરે 14:00 કલાકથી તારીખ 30/05/2023 ના રાત્રિના 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. ભરતી વિશેની તમામ વિગતો તમને નીચે મળી જશે.