AMC Sahayak Sanitary Sab Inspector Recruitment 2023: અમદાવાદમાં નોકરી કરવાની તક, પગાર 19,950, વાંચો જાહેરાત

Share This Post

AMC Sahayak Sanitary Sab Inspector Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. અરજી કરવાની છેલ્લી તારીખ 29 મે 2023 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગારધોરણ, અરજી કરવાની રીત, અરજી ફી વગેરે માટે આ લેખ વાંચો.

AMC Sahayak Sanitary Sab Inspector Recruitment 2023

AMC Sahayak Sanitary Sab Inspector Recruitment 2023

ભરતી બોર્ડઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટસહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર
કુલ ખાલી જગ્યા52
સત્તાવાર જાહેરાત તારીખ મે 2023
અરજી પ્રક્રિયા ઓનલાઈન
ઓનલાઈન અરજી શરુ તારીખ મે 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 29 મે 2023
Join WhatsApp Group click here

AMC Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 માટે સત્તાવાર જાહેરાત મુજબ સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર ની કુલ 52 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

ભરતીAMC SSI Recruitment 2023
પોસ્ટસહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર
બિન અનામત માટે37 જગ્યા
આ.ન.વ.05 જગ્યા
અનુ. જાતિ10 જગ્યા
કુલ જગ્યા 52
દિવ્યાંગ અનામત જગ્યા– કુલ જગ્યા પૈકી ભરવાની થતી દિવ્યાંગ અનામતની કુલ 07 જગ્યા કેટેગરીમાં સમાવવામાં આવશે.

AMC સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત

AMC SSI ભરતી 2023 અરજી કરવા માટે ઉમેદવારોએ સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

પોસ્ટશૈક્ષણિક લાયકાત
સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરસરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

AMC ભરતી 2023 માટે વય મર્યાદા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની વય મર્યાદા 30 વર્ષથી વધારે હોવી જોઈએ નહિ સિવાય કે AMC માં ફરજ બજાવતા હોય.

પગાધોરણ

AMC સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ભરતી અંગેની જાહેરાત મુજબ હાલ ફિક્સ વેતન 19,950/- ત્રણ વર્ષ સુધી. ત્યાર બાદ કામગીરીના મૂલ્યાંકન ને ધ્યાનમાં લઈ levl- 4 પે મેટ્રિક્સ રૂ.25,500-81,100/- + નિયમ મુજબ મળતાં ભથ્થા.

આ પણ વાંચો: ધોરણ 12 પાસ માટે એરપોર્ટ પર નોકરી કરવાની તક, પગાર 35,000, વાંચો સંપૂર્ણ માહિતી

અરજી ફી

સત્તાવાર જાહેરાત મુજબ બિન અનામત વર્ગના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ અરજી દીઠ રૂપિયા 112/- ઓનલાઈન તારીખ 04/06/2023 સુધીમાં ભરવાના રહેશે.

ઓનલાઈન અરજી કરવાની રીત

બિન અનામત વર્ગના ઉમેદવારો માટે

ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) તમામ ઉમેદવારોએ અરજી ફી રૂ. ૧૧૨/- ભરવાની રહેશે.

સૌ પ્રથમ ઉમેદવારે www.ahmedabadcity.gov.in પર જઈ Recruitment link પર જઈ, જે તે જગ્યા સામે દર્શાવેલ Apply Online પર કલીક કરી, તમામ વિગતો ભરી, અરજી સબમીટ કરવાની રહેશે. ત્યાર બાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર SMS આવશે. જેમાં ઉમેદવારનો એપ્લીકેશન નંબર દર્શાવેલ હશે.

ત્યાર બાદ ઉમેદવારે સદર વેબસાઇટ પર જઈ PUBLIC INFORMATION Recruitment link Fees Payment માં જગ્યાનું નામ, એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ ભરી Submit પર ક્લીક કરવાની રહેશે.

Submit પર ક્લીક કર્યા બાદ ગેટ વે પસંદ કરી ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અથવા નેટ બેંકીગ થી પેમેન્ટની પ્રક્રીયા પૂર્ણ કરવાની રહેશે.

મોબાઈલ નંબરમાં પેમેન્ટ સફળ થયાનો મેસેજ આવ્યા બાદ ફરી Recruitment link Receipt માં જઈને ઓનલાઇન અરજીની રસીદ મેળવવાની રહેશે. Download

અનામત વર્ગના ઉમેદવારો તથા દિવ્યાંગજન વર્ગના ઉમેદવારો માટે :

અનામત વર્ગના ઉમેદવારોએ www.ahmedabadcity.gov.in પર જઈ Recruitment link પર જઈ, જે તે જગ્યા સામે દર્શાવેલ Apply Online પર કલીક કરી, તમામ વિગતો ભરી, અરજી સબમીટ કરવાની રહેશે. ત્યાર બાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર SMS આવશે. જેમાં ઉમેદવારનો એપ્લીકેશન નંબર દર્શાવેલ હશે.

SMS મળેથી ફરી Recruitment link મેળવવાની રહેશે. Download Receipt માં જઈને ઓનલાઇન અરજીની રસીદ મેળવવાની રહેશે.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

હાલમાં ચાલતી ભરતીની માહિતી

ISRO VSSC Recruitment 2023: ધોરણ 10 પાસ અને ITI પાસ માટે ભરતી જાહેરઅહીં ક્લિક કરો
SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 217 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો જાહેરાતઅહીં ક્લિક કરો
HC-OJAS Bharti 2023: હાઇકોર્ટ ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ/કેશિયર માટે ભરતી 2023અહીં ક્લિક કરો
Gujarat Police Bharti News: 7000 જગ્યાઓ ઉપર થશે ગુજરાત પોલીસમાં ભરતીઅહીં ક્લિક કરો

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *