VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અને મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના હેઠળ વર્ષ-૨૦૨૩ ના સત્રમાં નીચે જણાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

VMC Recruitment For Apprentice Posts 2023
ભરતી બોર્ડ | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ | એપ્રેન્ટીસ |
જગ્યા | જાહેરાત વાંચો |
અરજી પ્રક્રિયા | Offline |
છેલ્લી તારીખ | 27 એપ્રિલ 2023 |
VMC ભરતી 2023
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફીસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ (બેક ઓફીસ)ની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો જાહેરાત વાંચો અને જાહેરાતમાં જણાવ્યા મુજબ તમે અરજી કરી શકો છો.
શૈક્ષણિક લાયકાત
સ્નાતક (સામાન્ય /વાણિજય પ્રવાહ) વર્ષ-૨૦૧૬ કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
સ્ટાઇપેન્ડ
સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
હાલમાં ચાલુ ભરતીની માહિતી
- સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023, કુલ 1031 જગ્યા માટે ભરતી, મળશે 41,000 પગાર
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડ્રાઈવર ભરતી 2023
- ગાંધીનગરમાં પરીક્ષા વગર નોકરી, NFSU ભરતી 2023
VMC ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?
અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે. ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૨૭ -૦૪-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે.
વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહીં. અગાઉ પી.આર.ઓ.નં.૧૦૮૧/૨૨-૨૩ થી આપેલ જાહેરાત સંદર્ભે અરજી કરેલ એપ્રેન્ટીસ ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
VMC ભરતી 2023 માટે મહત્ત્વની તારીખ
છેલ્લી તારીખ | 27 એપ્રિલ 2023 |
VMC ભરતી 2023 FAQs
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ભરતી 2023 માટે છેલ્લી તારીખ કઈ છે?
જવાબ. 27 એપ્રિલ 2023