TAT New Exam Pattern: ધોરણ 9 થી 12 ના શિક્ષકોની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 (National Education Policy (NEP) – 2020) અને સ્કૂલ ઓફ એકસીલેન્સના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12 ના શિક્ષકો માટે લેવામાં આવતી શિક્ષક અભિરુચિ કસોટી (Teacher Aptitude Test – TAT) ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. TAT New Exam Syllabus 2023.

TAT New Exam Pattern: ધોરણ 9 થી 12 ના શિક્ષકોની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર.
  • શિક્ષણ વિભાગ દ્વારા 9 થી 12 પરીક્ષા પદ્ધતિમાં ફેરફારનો પરિપત્ર જાહેર.
  • બે ભાગમાં લેવામાં આવશે શિક્ષક અભિરુચિ કસોટી (Teacher Aptitude Test – TAT)
  • પહેલા ભાગમાં OMR પદ્ધતિ અને બીજા ભાગમાં વર્ણાત્મક લેખિત પરીક્ષા.
  • પ્રથમ ભાગ 200 માર્કસ અને બીજો ભાગ પણ 200 માર્કસનો રહેશે.

શિક્ષક અભિરુચિ કસોટી અંગે વિચારણા

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં વિધાર્થીઓને 21મી સદીના કૌશલ્યો જેવા કે કમ્યુનિકેશન, ક્રીટીકલ અને ક્રિએટિવ થિંકિંગ, પ્રોબ્લેમ સોલવિંગ વગેરે શિખવવાની ભલામણ છે. આ ઉપરાંત વિધાર્થીઓને વ્યાવસાયિક કૌશલ્યો શિખવવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ માટે વિધાર્થીઓને ભણાવતા શિક્ષકો પણ આવા કૌશલ્યોથી સજ્જ હોય તે આવશ્યક છે.

વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં એવા શિક્ષકોની જરૂર પડશે કે જેઓ સાક્ષરી વિષયો ઉપરાંત કેટલાક આંતરશાખાકીય અને બહુશાખાકીય કૌશલ્યો ધરાવતા હોય એટલે કે વિજ્ઞાનના સ્નાતક પાસે સાહિત્યનું જ્ઞાન, વાણિજ્યના સ્નાતક પાસે વિજ્ઞાનનું જ્ઞાન, વિનયના સ્નાતક પાસે વાણિજ્યનું જ્ઞાન હોય તેવા શિક્ષકોની જઋરૉયત ઉપસ્થિત થશે. આવા શિક્ષકો પોતાના સાક્ષરી વિષયની તજજ્ઞતાની સાથે વિધાર્થીના સર્વાંગી વિકાસમાં જરૂરી એવા કોમ્પ્યુટર, વ્યાવસાયિક શિક્ષણ, ચિત્ર, સંગીત, કળા, ખેલકૂદ વગેરે જેવા કૌશલ્યો પણ શીખવા સક્ષમ હશે.

બદલાતા જતાં શૈક્ષણિક વિશ્વમાં આગામી સમયમાં શિક્ષકોએ સતત નવું નવું શીખવાની અનિવાર્યતા ઊભી થયેલ છે. સાથે સાથે બદલાતા શૈક્ષણિક પરિપ્રેક્ષ્યમાં આવનારા સમયમાં શાળાઓમાં શીખવવાના થતાં વિષયો અને વિષયવસ્તુમાં થનારા ફેરફારોને પહોંચી વળવા વિધાર્થીઓ તથા શિક્ષણના હિતમાં ઉપરોક્ત કાશલ્યો ધરાવતા શિક્ષકોને ઓળખવાની એક ચોક્કસ પદ્ધતિ વિકસાવવાની જરૂરી છે.

ઉપર જણાવ્યા મુજબના જ્ઞાન, આંતરશાખાકીય અને બહુશાખાકીય કૌશલ્યો ધરાવતા ઉમેદવારોને ઓળખવા એક ચોક્કસ પરીક્ષા પદ્ધતિ ઊભી કરવાનું સરકારશ્રીની વિચારણા હેઠળ હતું. પુખ્ત વિચારણાના અંતે રાષ્ટ્રીય શિક્ષણ નીટી 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તા યુકત શિક્ષણના હેતુ સિદ્ધ કરવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે સમયાંતરે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે ‘શિક્ષક અભિરુચિ કસોટી’ નું આયોજન કરવા આથી ઠરાવવામાં આવે છે. આ ‘શિક્ષક અભિરુચિ કસોટી’ માટે નીચે મુજબની કાર્યપ્રણાલી અનુસરવાની રહેશે.

શિક્ષક અભિરુચિ કસોટી (Teacher Aptitude Test – TAT)

ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં તથા સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે નીચે મુજબની શિક્ષક અભિરુચિ કસોટીઓ લેવામાં આવશે.

  • શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)
  • શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક)

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) અને શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) માટેની લાયકાત ધરાવનાર ઉમેદવાર ઈચ્છે તો બંને કસોટીઓ આપી શકશે.

શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન

‘શિક્ષક અભિરુચિ કસોટી’ નું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે. શિક્ષક અભિરુચિ કસોટી માટેના નીતિનિયમો, સૂચનાઓ તથા માર્ગદર્શક બાબતો અંગેનું સાહિત્ય રાજ્ય પરીક્ષા બોર્ડ તૈયાર કરશે. ‘શિક્ષક અભિરુચિ કસોટી’ ની પરીક્ષા ફી રાજ્ય પરીક્ષા બોર્ડ વખતોવખત નક્કી કરશે.

કસોટીમાં બેસવા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત

1) શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)

  • નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નકકી થયેલ અને તેમાં વખતોવખત થતાં સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) માટે ઉપસ્થિત થઈ શકશે.

2) શિક્ષક અભિરુચિ કસટોરી (ઉચ્ચતર માધ્યમિક)

  • નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નકકી થયેલ અને તેમાં વખતોવખત થતાં સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) માટે ઉપસ્થિત થઈ શકશે.

શિક્ષક અભિરુચિ કસોટીનું દ્વિસ્તરીય સ્વરૂપ

‘શિક્ષક અભિરુચિ કસોટી’ પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે.

1) પ્રાથમિક પરીક્ષા: આ પરીક્ષા બહુ વિકલ્પ પ્રકારની રહેશે.

2) મુખ્ય પરીક્ષા: આ પરીક્ષા વરણાત્મક લેખિત પ્રકારની રહેશે.

પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) નું સ્વરૂપ

  • પ્રાથમિક પરીક્ષા 200 ગુણની MCQ આધારિત રહેશે.
  • 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે સરખો રહેશે.
  • 100 ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત રહેશે.
  • આ કસોટીના બંને વિભાગ ફરજિયાત રહેશે.
  • કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
  • ખોટા જવાબ દીઠ 0.25 માર્કસનું નકારાત્મક મૂલ્યાંકન રહેશે.

મુખ્ય કસોટી (Main Exam) નું સ્વરૂપ

પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારી માટે મુખ્ય કસોટી યોજાશે જે વર્ણાત્મક લેખિત સ્વરૂપની હશે. આ કસોટીમાં માળખું નીચે મુજબનું રહેશે.

પ્રશ્નપત્ર 1: ભાષા ક્ષમતા

1) ગુજરાતી ભાષા ક્ષમતા (ગુજરાતી માધ્યમ માટે) 100 ગુણ

અથવા

2) હિન્દી ભાષા ક્ષમતા (હિન્દી માધ્યમ માટે) 100 ગુણ

અથવા

3) અંગ્રેજી ભાષા ક્ષમતા (અંગ્રેજી માધ્યમ માટે) 100 ગુણ

પ્રશ્નપત્ર 2: વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર

  • વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર એ 100 ગુણનું રહેશે. જે તે વિષય માટે અરજી કરી હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર રહેશે.

શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણ

  • પ્રાથમિક પરીક્ષા: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ કટ ઓફ થી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે.
  • મુખ્ય પરીક્ષા માટે કટ ઓફથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારે અલગથી અરજી કરવાની રહેશે નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખપત્ર ઓનલાઈન માધ્યમથી આપવામાં આવશે.
  • મુખ્ય પરીક્ષા: મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવેલ ઉમેદવારોને મેરીટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે.

શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લિસ્ટની સમયમર્યાદા

શિક્ષક અભિરુચિ કટોરીનું આયોજન સમયાંતરે કરવામાં આવશે. કોઈપણ વર્ષે યોજાયેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લિસ્ટની માન્યતા અવધિ ત્યારબાદ લીધેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધીની રહેશે.

શિક્ષક અભિરુચિ કસોટીનો અભ્યાસક્રમ (TAT Exam Syllabus)

This is the image of Gujarat TAT New Exam Syllabus 2023.
This is the image of Gujarat TAT New Exam Syllabus 2023.
This is the image of Gujarat TAT New Exam Syllabus 2023.
This is the image of Gujarat TAT New Exam Syllabus 2023.
This is the image of Gujarat TAT New Exam Syllabus 2023.
This is the image of Gujarat TAT New Exam Syllabus 2023.
This is the image of Gujarat TAT New Exam Syllabus 2023.
This is the image of Gujarat TAT New Exam Syllabus 2023.

આ પણ જુઓ: ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તક ડાઉનલોડ કરો.

આ પણ જુઓ: ગુજરાત પોલીસમાં 7000 જગ્યાઓ માટે ભરતી અંગે સમાચાર

આ પણ જુઓ: હાઇકોર્ટ ઓફ ગુજરાતમાં કેશિયર અને આસિસ્ટન્ટ માટેની ભરતી

Leave a Comment