તલાટી પરીક્ષા 2023 અને સંમતિ પત્રક અંગે માર્ગદર્શન

ઉમેદવારો તલાટીની પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. હવે તલાટીની પરીક્ષા તારીખ 7 મે 2023 લેવાશે એમ જાહેર કરવામાં આવ્યું છે. ઋષિકેશ પટેલ જે રાજ્ય સરકારના પ્રવક્તા છે તેઓએ આ જાહેરાત કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા બીજી વિગત જણાવવામાં આવી છે. હસમુખ પટેલ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા આપવા માટે OJAS પર કન્ફર્મેશન લેવામા આવશે. જે ઉમેદવારો કન્ફર્મેશન નહિ આપે તે પરીક્ષા આપી શકશે નહિ.

તલાટીની પરીક્ષા 2023 અંગે માર્ગદર્શન

તલાટી સંમતિ પત્રક ભરવા અંગે માર્ગદર્શન

Talati Exam Update 2023

તલાટીની પરીક્ષા આપવા માટે ભરવું પડશે ફોર્મ

તલાટીની પરીક્ષાને લઇ ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, સાતમી મેના રોજ તલાટીની પરીક્ષા આપવા માગતા ઉમેદવારોએ ઓજસ પર ફોર્મ ભરવું પડશે. પરીક્ષામાં 50 ટકાથી પણ ઓછા ઉમેદવારો બેસતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવું ફરજિયાત છે અને કન્ફર્મેશન નહીં આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં.

કન્ફર્મેશનના ફોર્મ નહિ ભરનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહિ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કન્ફર્મેશનના ફોર્મ આવતીકાલથી ઓજસ વેબસાઈટ પર ફોર્મ ભરાશે. જે ફોર્મ ભરી કન્ફર્મ કરશે એજ પરીક્ષા આપી શકશે. ફોર્મ ભરવા માટે 6 દિવસનો સમય આપવામાં આવશે અને જે લોકો બીજીવારનું ફોર્મ ભરશે તે ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. બેઠક વ્યવસ્થાને લઇ તેમણે જણાવ્યું હતું કે, જુનિયર કલાર્કની જેમ તલાટીની પરીક્ષા માટે પણ અલગ-અલગ જીલ્લાઓમાં રહેશે.

ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે કન્ફર્મેશન ફોર્મને લઇ જણાવ્યું હતું કે આ ફોર્મ ભરવાનો મુખ્ય હેતુ એટલો છે કે સંશાધનોનો ખોટો ઉપયોગ ન થાય અને ખોટા ખર્ચ અટકાવી શકાય. આ નિર્ણય ભવિષ્યની પરીક્ષા માટે પણ ઉપયોગી સાબિત થશે. તેમજ પેપર છપાવવા અને અન્ય વધારાનો ખર્ચ થાય છે તેના પર કાબુ મેળવી શકાશે.

આ પણ વાંચો : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023, કુલ જગ્યા 1031

મહત્વનું છે કે, સરકારનું કહેવું છે કે તાજેતરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 59 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જેનાથી સંસાધનનો ખોટો બગાડ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે. આ પરિસ્થિતિને જોતા તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગે છે તેવા ઉમેદવારોએ પોતાનું કન્ફર્મેશન આપવું જરૂરી છે.

કન્ફર્મેશન ફોર્મ ભરોઅહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *