RTE Admission 2023-24 | રાઈટ ટુ એજ્યુકેશન 2023-24

Share This Post

Right To Education (RTE) Admission 2023-24.

Gujarat RTE Admission 2023-24: ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલસરી એજ્યુકેશન એક્ટ-2009 ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ 1 જૂન 2023 ના રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

રાઇટ ટુ એજ્યુકેશન (RTE) 2023-24 પ્રવેશ માટે અગ્રતાક્રમ

ક્રમઅગ્રતાક્રમ
1અનાથબાળક
2સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક
3બાળગૃહના બાળકો
4બાળમજૂર/સ્થળાંતરીત મજૂરના બાળકો
5મંદબુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાત વાળા બાળકો/શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-2016 ની કલમ 34 (1) માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો.
6(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી) ની સારવાર લેતા બાળકો
7 ફરજ દરમિયાન શહિદ થયેલ લશ્કરી/અર્ધલશ્કરી/પોલીસદળના જવાન બાળકો
8જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
9રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
100 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી (SC,ST,SEBC, જનરલ તથા અન્ય) ના BPL કુટુંબના બાળકો
11અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
12સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ/અન્ય પછાત વર્ગ/વિચારતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચારતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે.
13જનરલ કેટેગરી/બિન અનામત વર્ગના બાળકો
RTE Admission 2023-24

નોંધ: ક્રમ 8,11,12,અને 13 માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000 ની આવકમર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરેને ધ્યાનમાં લઈને પ્રવેશ આપવામાં આવશે.

પ્રવેશપ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ

પ્રક્રિયાતારીખ
શૈક્ષણિક વર્ષ 2023-24 ના પ્રવેશ માટેની વર્તમાન પત્રોમાં જાહેરાત બહાર પાડવી01/04/2023
ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતાં દિવસ01/04/2023 થી 09/04/2023
ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતાં દિવસ10/04/2023 થી 22/04/2023
જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ/રિજેક્ટ કરવાનો સમયગાળો10/04/2023 થી 23/04/2023
માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો25/04/2023 થી 27/04/2023
માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો25/04/2023 થી 29/04/2023
પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ 03/05/2023
RTE Admission 2023-24 Important Dates

પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઇટ પર તારીખ 10/04/2023 થી તારીખ 22/04/2023 દરમિયાન પ્રવેશફોર્મ ભરી શકશે.

વાલીઓ માટે ફોર્મ ભરવા અંગેની ખાસ સુચના

આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો. અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો. ઝાંખા, ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે.

તથા, રહેઠાણનો પુરાવો જો બે પેજમાં હોય તો બન્ને પેજ PDF સ્વરૂપે અપલોડ કરવાનાં રહેશે. દા.ત, ચુંટણી કાર્ડ અને આધાર કાર્ડમાં રહેઠાણની વિગત પાછળના ભાગે આપેલ હોઈ બન્ને પેજને PDF સ્વરૂપે ફરજિયાત પણે અપલોડ કરવાનું રહેશે. માત્ર આગળનું પેજ અપલોડ કરેલ હશે તો રહેઠાણની વિગતોની ચકાસણી થઈ ન શકવાના સંજોગોમાં આપનું ફોર્મ રદ થવાપાત્ર રહેશે. જેની ખાસ નોંધ લેશો.

સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો

દસ્તાવેજનું નામમાન્ય આધાર-પુરાવાની વિગત
રહેઠાણ નો પુરાવોઆધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
વાલીનું જાતિનું પ્રમાણપત્રમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
જન્મનું પ્રમાણપત્રગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
વાલીની આવકનું પ્રમાણપત્રઆવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો જ માન્ય ગણાશે.
બીપીએલ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
અનાથ બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
બાલગૃહના બાળકોજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોજે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
શહીદ થયેલ જવાનના બાળકોસંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટેગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકોસરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ​
વાલીનું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ​
બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
સેલ્ફ ડિક્લેરેશનપાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
RTE 2023-24

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન અરજી કરો

જાહેરાત વાંચો

ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ

શાળાઓની યાદી

અરજીની સ્થિતિ

પ્રિન્ટ અરજી

એડમીટ કાર્ડ (પ્રવેશ પત્ર)

પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરો

FAQs On RTE Admission 2023-24

ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શું કરવું?

ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકાશે. નવું ફોર્મ ભરશો એટલે જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે.

RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવાપાત્ર છે કે કેમ?

નીચે મુજબના સંજોગોમાં RTE હેઠળ મેળવેલ પ્રવેશ રદ થવા પાત્ર છે.

પ્રવેશ મેળવેલ બાળકનાં વાલીએ પ્રવેશ મેળવવા માટે રજૂ કરેલ આધાર-પુરાવા શાળા/સરકારી વ્યવસ્થા તંત્રને કોઈ પણ તબક્કે શંકાસ્પદ જણાય તો, આવકનાં દાખલા સહિત કોઈ પણ આધારની ખરાઈ કરાવી શકશે, જે તે આધાર-પૂરાવાની ચકાસણીના અંતે પૂરાવા અયોગ્ય જણાય તો સદર વિદ્યાર્થીનો પ્રવેશચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયે થી રદ કરવામાં આવશે, અને વાલી સામે ખોટા આધાર પૂરાવા રજૂ કર્યા બદલ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આવકમર્યાદા લાગુ પડતી હોય તેવી કેટેગરીના સદર યોજના હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનાં વાલીની આવક પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં નાણાકીય વર્ષે નિયત આવક મર્યાદા કરતાં વધુ થાય તો જે તે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. એટલે કે, આ યોજના હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ પછીનાં વર્ષોમાં કોઈ વાલીની આવક નિયત મર્યાદા કરતાં વધે તો સદર યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહી. BPL કેટેગરી હેઠળ પ્રવેશ મેળવનાર બાળકનાં પિતાનું નામ BPL કેટેગરીમાંથી રદ થાય તો તે બાબતે વાલીએ પ્રવેશ મેળવેલ શાળા મારફતે સબંધિત અધિકારીને લેખીતમાં જાણ કરી પ્રવેશ રદ કરાવવાનો રહેશે. સદર કિસ્સામાં જે તે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યાર પછી પ્રવેશ રદ કરવાનો રહેશે તથા આ પ્રકારે પ્રવેશ રદ થયેથી આ નિયમો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શાળા અને વિદ્યાર્થીને આપવામાં આવતી સહાય મળવાપાત્ર રહેશે નહિ. સદર વાલી ઈચ્છે તો પોતાનાં બાળકને જે તે શાળામાં સામાન્‍ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલ ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.

એક માત્ર દીકરી (સીંગલ ગર્લ ચાઈલ્ડ)ના કિસ્સામાંં માતા-પિતા દ્વારા એક જ પ્રસૂતિમાં એક જ દીકરી જન્મેલી હોય એને જ એક માત્ર દીકરી ગણાશે અને આવી દીકરીના જન્મ પહેલા કે ત્યારબાદ કોઇ સંતાન(દીકરો/દીકરી)નો જન્મ થયેલ હોવો જોઇએ નહિ અને જો આ નિયમો હેઠળ આ લાભ આપવામાં આવે ત્યારબાદ જો કોઇ સંતાનનો જન્મ થયેલ હોય તે પ્રસંગે આ નિયમો હેઠળ લીધેલ નાણાકીય સહાય પરત કરવાની રહેશે અને જે-તે ચાલુ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયા બાદ પ્રવેશ રદ કરવાનો રહેશે. આવા કિસ્સામાં પ્રવેશ રદ થયા બાદ માતા/પિતા/વાલી ઈચ્છે તો પોતાની દીકરીને જે તે શાળામાં સામાન્ય વિદ્યાર્થી તરીકે શાળા દ્વારા નક્કી કરવામાં આવેલી ફી ભરી પ્રવેશ ચાલુ રાખી શકશે.

જો ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાશે?

બાળકના રહેઠાણના પુરાવા તરીકે નીચે દર્શાવેલ દસ્તાવેજ પૈકીના કોઈ એક આધાર માન્ય ગણાશે.
આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/

જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં ભણતા બાળકો માટે કયું પ્રમાણપત્ર જોઈશે?

સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

જે માતાપિતાને એકમાત્ર સંતાન હોય અને તે દીકરી જ હોય તો કયું પ્રમાણપત્ર જોઈશે?

ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો રજૂ કરવાનો રહેશે.

શાળા પ્રવેશ આપવાની ના પડે છે તો શું કરશો?

ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર-પુરાવા સાથે જે તે શાળાનો શાળા સમયે સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળા તમારી પાસે જરૂરી આધાર-પુરાવા માંગશે. તમો જરૂરી અધાર-પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / (મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણાધિકારીને મળવું) ની કચેરી ખાતે રૂબરૂ જઈ વાંધા અરજી આપવાની રહેશે.

RTE પ્રવેશના પહેલા રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડના પહેલા શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકાશે?

હા, RTE હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉ‍ન્‍ડ જાહેર થયા બાદ પ્રવેશ ફાળવેલ જે તે શાળામાં જઈ વિદ્યાર્થીઓએ સમયમર્યાદામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. તથા, જે તે શાળાએ જરૂરી તમામ ડોક્યુમેન્‍ટ જમા કરાવી વેબપોર્ટલ પર સમયમર્યાદામાં અપલોડ કરવાનાં રહેશે. સમયમર્યાદામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીનો RTE પ્રવેશ રદ કરવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉ‍ન્‍ડમાં પ્રવેશ ફાળવતા પહેલાં પ્રથમ રાઉન્‍ડનાં અંતે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને SMSથી જાણ કર્યા બાદ જણાવેલ સમયમર્યાદામાં વેબપોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્‍મ તારીખ નાખી લોગ ઈન થઈ ખાલી જગ્યા વાળી ઉપલબ્ધ શાળાઓ પૈકી પોતાની પસંદગી મુજબની શાળાઓ પુનઃ પસંદ કરી શકશે. જો SMS ના મળે તોપણ પ્રથમ રાઉન્‍ડ બાદ વેબપોર્ટલ પર જઈ આપ પસંદગીની શાળામાં જણાવેલ સમયગાળા દરમિયાન ફેરફાર કરી શકશો. પ્રથમ રાઉ‍ન્‍ડમાં જે વિદ્યાર્થિઓને પ્રવેશ ફાળવેલ હોય અને જે તે શાળામાં પ્રવેશ મેળવેલ હોય કે ના મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્‍ડ બાદ અને બીજા રાઉન્‍ડ પહેલા પુનઃ શાળાની પસંદગી કરી શકશે નહી.

RTE હેઠળ કઈ કઈ કેટેગરીને અગ્રતાક્રમ મુજબ પ્રવેશ ફાળવવામાં આવે છે?

શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરીનાં અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે.

1) અનાથ બાળક
2) સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
3) બાલગૃહનાં બાળકો
4) બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
5) મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ 6) ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
7) (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
8) ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો
9) જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
10) રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
11) ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્‍ય) ના BPL કુંટુંબના બાળકો
12) અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
13) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્‍ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
14) જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો

RTE હેઠળ પ્રવેશ મેળવવાની આવક મર્યાદા શું છે?

ઉપરોક્ત દર્શાવેલ ૮,૯,૧૧,૧૨ અને ૧૩ નંબરની કેટેગરીમાં આવતા બાળકો માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારનાં ઠરાવ ક્રમાંક: સશપ/૧૦૨૦૧૧/૪૩૭/અ-૧, તા. ૨૪/૧૦/૨૦૧૭ મુજબ અને આદિજાતિ વિકાસ વિભાગનાં ઠરાવ ક્રમાંક: છતલ/૧૫૨૦૧૧/૯૮/ગ, તા. ૨૪/૧૦/૨૦૧૭ મુજબ આવક મર્યાદા લાગુ પડશે. ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦/-ની આવક મર્યાદા લાગુ પડશે. વધુમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વખતો વખત જે આવક મર્યાદા નક્કી કરવામાં આવશે તે જે તે શૈક્ષણિક વર્ષના પ્રવેશ માટે લાગુ પાડવાની રહેશે. સૌથી ઓછી આવક ધરાવતા કુટુમ્બનાં બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે.

RTE હેઠળ પ્રવેશ મેળવવા માટેની વયમર્યાદા કેટલી છે?

આર.ટી.ઈ અંતર્ગત ધોરણ-૧ માં પ્રવેશ માટે અરજી કરનાર બાળકે પ્રવેશની તારીખે ઉંમરનું ૬ઠ્ઠું વર્ષ પૂરું થયું ન હોય તેવા બાળકોને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમ છતાં, જો બાળક પાંચ વર્ષની ઉંમર પૂરી થયે પ્રવેશ મેળવવા માંગતુ હોય તો તેને પ્રવેશ આપવામાં આવશે, પરંતુ તેણે તે વર્ષના જૂન મહિનાની ૧લી તારીખે પાંચ વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઈશે.

શિક્ષણ વિભાગના તા.૩૧/૦૧/૨૦૨૦ના જાહેરનામા ક્રમાંક: જીએચ/એસએચ/૦૪/પીઆરઆઈ/૧૨૨૦૧૯/સીફા-૨૧-ક મુજબ શૈક્ષણિક વર્ષ: ૨૦૨૩-૨૪ થી ધોરણ-૧ માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ ૧લી જૂનના રોજ પ્રવેશ માટે ૬ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ.

RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે કયા કયા માધ્યમ પસંદ કરી શકાય છે?

આપ જે માધ્યમમાં પ્રવેશ મેળવવા ઇચ્છો છો તે માધ્યમ જ પસંદ કરી શકો છો.એટલે કે આપ ગુજરાતી માધ્યમ અથવા અંગ્રેજી અથવા હિન્‍દી અથવા ઉર્દુ અથવા મરાઠી, વગેરે ઉપલબ્ધ માધ્યમ પૈકી કોઇપણ એક જ માધ્યમની શાળાઓ પસંદ કરી શકશો.

શાળા ફાળવણી કેવી રીતે કરવામાં આવશે?

શાળા ફાળવણી ઠરાવ મુજબ નીચે દર્શાવેલ કેટેગરીનાં અગ્રતાક્રમ મુજબ કરવામાં આવશે.

1) અનાથ બાળક
2) સભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
3) બાલગૃહનાં બાળકો
4) બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
5) મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ 6) ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
7) (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
8) ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો
9) જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
10) રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
11) ૦ થી ૨૦ આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્‍ય) ના BPL કુંટુંબના બાળકો
12) અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
13) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્‍ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
14) જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો

દરેક કેટેગરીમાં આપે પસંદ કરેલી પ્રથમ (૧) ક્રમની શાળામાં જગ્યા હશે તો તે શાળા ફાળવવામાં આવશે. જો પ્રથમ (૧) ક્રમની શાળા વધુ અગ્રતા વાળા બાળકોથી ભરાઈ ચુકી હશે તો બીજા (૨) ક્રમની શાળા ફાળવવામાં આવશે. આમ આપે પસંદ કરેલી શાળાઓ પૈકી પસંદગી ક્રમ મુજબ શાળા ફાળવાશે. જો પસંદ કરેલ કોઈ પણ શાળામાં જગ્યા ખાલી નહીં હોય તો પ્રવેશ મળી શકશે નહીં. આથી શાળા પસંદ કરતી વખતે ઘરથી શાળાનું અંતર, શાળાનું સરનામું, શાળાનું માધ્યમ વગેરે ચકાસી વધારે સંખ્યામાં શાળાઓ પસંદગી કરવી હિતાવહ છે. જેથી, પ્રવેશ મળવાની શક્યતા વધુ રહે છે.

મને કઈ શાળામાં પ્રવેશ મળશે?

આપની કેટેગરીની અગ્રતાક્રમ અને આવકની અગ્રતા મુજબ તથા શાળાના પસંદગી ક્રમ મુજબ આપને પ્રવેશ ફાળવામાં આવશે. જો આપની પસંદગીની ક્રમ નં ૧ ની શાળા ની સીટો ભરાઇ ગઇ હશે તો ક્રમ નં ૨ ની શાળામાં પ્રવેશ મળશે. અને જો ક્રમ ૨ની શાળાની સીટો ભરાઈ ગઈ હશે તો ક્રમ ૩ની શાળામાં પ્રવેશ મળશે. આમ ક્રમશઃ આવતી શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવશે.

મારે કેટલી શાળાઓ પસંદ કરવી જોઈએ?

વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે. દા.ત. આપ જો કુલ ૧ અથવા ૨ શાળા પસંદ કરશો અને તેની સીટો ભરાઇ જશે તો આપ પ્રવેશથી વંચિત રહેશો. આથી નજીકનાં વિસ્તારની વધુ શાળાઓ પસંદ કરવી તથા શાળાઓની પસંદગીમાં પસંદગીક્રમ આપની અનુકુળતા મુજબનો હોય તેનુ ધ્યાન રાખવું. કેટલાક વાલી શાળાઓની પસંદગીનો ક્રમ આપવાનો ભુલી જાય છે. જે યોગ્ય નથી. આથી, શાળાઓની પસંદગી યોગ્ય ક્રમમાં કરવી આવશ્યક છે. ભળતા નામવાળી બીજી શાળા પસંદ ન થઈ જાય તે માટે શાળાનું સરનામું ચકાસીને જ શાળા પસંદ કરવી.

વધુમાં વધુ કેટલી શાળાઓ પસંદ કરી શકાય છે?

શાળા પસંદ કરવા માટે કોઇ મહત્તમ સીમા નથી. આપના રહેઠાણથી ૬ કિમી વિસ્તાર સુધીમાં આવેલી શાળાઓ પૈકી આપ ચાહો એટલી શાળા પસંદ કરી શકો છો. વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે. પરંતુ આપના બાળકની ઉંમરને ધ્યાને લઈ શાળાએ આવવા જવામાં સરળતા રહે તેવી નજીકની શાળાઓ ક્રમાનુસાર પસંદ કરી બાળક માટે હિતાવહ છે.

ફોર્મ ભર્યા બાદ કયા જમા કરાવવું?

વેબપોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જરૂરી ડૉક્યુમેન્ટસ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. ફોર્મ ક્યાય જમા કરાવવાનું નથી.

પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થશે?

આપે દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS દ્વારા આપને જાણ કરવામાં આવશે. નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે કોઇ વાર SMS ના પણ મળે તેથી આપે વખતોવખત વેબપોર્ટલ https://rte.orpgujarat.com જોતા રહેવું. અરજી કન્ફર્મ થયા બાદ આપ કોઇ પણ સમય પર આપનો અરજી નંબર અને જન્મ તારીખ એન્ટર કરી પ્રવેશ ની સ્થિતિ જોઇ શકો છો. આપને પ્રવેશ મળ્યાની જાણ થયા બાદ તુરંત જ જે તે શાળામાં જરૂરી આધાર સાથે શાળાના સમયે પહોચી જઇ પ્રવેશ મેળવી લેવો. જણાવેલ સમયમર્યાદામાં આપ પ્રવેશ નહિ મેળવો તો આપનો પ્રવેશ રદ થઇ જશે અને પછીના ક્રમના બાળકને ફાળવણી થઇ જશે.

ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ શું કાર્યવાહી કરવી?

ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ આપે જણાવેલ સમય મર્યાદામાં જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જો સમય મર્યાદામાં આપ જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ નહિ મેળવો તો જણાવેલ સમય મર્યાદા બાદ પછીનાં ક્રમનાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવશે અને આપનો પ્રવેશ રદ થઈ જશે. ત્યારબાદ આપની કોઈ રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ. જેથી સમયસર પ્રવેશ મેળવી લેવો આપના હિતમાં છે.

મારા બાળકે ધોરણ 1 માં પ્રવેશ કર્યો છે અને ફરીથી ધોરણ 1 માં RTE હેઠળ અરજી કરી શકાય?

આપનું બાળક જો ધોરણ ૧ માં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહિ. જો નિયમ વિરુધ્ધ અરજી કરશો તો પ્રવેશ રદ થશે અને ફોજદારી કાર્યવાહી થઇ શકે છે.

પ્રવેશ મેળવ્યા બાદ કોઈ ફી ભરવાની છે?

આપનો પ્રવેશ તદ્દન નિઃશુલ્ક (મફત) છે. શાળાને નિયામાનુસાર ચુકવવાપાત્ર રકમ સરકાર દ્વારા શાળાને સીધી ચુકવવામાં આવશે. આ ઉપરાંત આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ,બુટ,પુસ્તકો,પરિવહન ખર્ચ,સ્કૂલ બેગ અને અભ્યાસને આનુસંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીદીઠ રૂ.૩૦૦૦/- લેખે સરકારશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.

આવકોનો દાખલો કયા સમયનો જોઈશે?

આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધીકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો જ માન્ય ગણાશે.

RTE હેઠળ વર્ષ 2023-24 માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

RTE ની વેબસાઇટ ઉપર તમે તારીખ 10/04/2023 થી 22/04/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો.

Source: https://rte.orpgujarat.com/

આ પણ વાંચો

જુનિયર ક્લાર્ક પરીક્ષા આપનાર વિધાર્થીને 254 રૂપિયા મળશે અને હેલ્પ લાઇન નંબર જિલ્લા વાઈસ

સ્પીપા યુપીએસસીની તૈયારી માટે પ્રશિક્ષણ વર્ગ માટે ઓનલાઈન અરજી કરો

પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની મુદતમાં વધારો

સાસ્વત બેન્કમા જુનિયર ઓફિસર માટેની ભરતી


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *