PVC Aadhar Card: ઘરે બેઠા PVC આધાર કાર્ડ મંગાવો, જાણો રીત

Share This Post

ઘરે બેઠા PVC આધાર કાર્ડ ઓર્ડર કરો: આધાર કાર્ડ એક મહત્ત્વનો દસ્તાવેજ છે. ઘણી વખત આધાર કાર્ડ ફાટી જાય છે. જો તમારી પાસે PVC AADHAR CARD હસે તો આધાર કાર્ડ ફાટી જવાનો પ્રશ્ન થશે નહિ. ઘરે બેઠા હવે તમે પ્લાસ્ટિકનું આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો. પિવિસી આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે તમારે આ સરસ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

How to order PVC Aadhar Card ? PVC આધાર કાર્ડ માટે ઓર્ડર કેવી રીતે કરવો ?

How to order PVC Aadhar Card ? PVC આધાર કાર્ડ માટે ઓર્ડર કેવી રીતે કરવો ?

મિત્રો, જો તમારે પણ PVC આધાર કાર્ડ માટે ઓર્ડર કરવા માંગતા હોય તો આ લેખમાં PVC આધાર કાર્ડ કઈ રીતે ઓર્ડર કરવું તેના સરસ સ્ટેપ્સ આપેલ છે. તે પ્રમાણે પ્રક્રિયા કરી તમે ઘરે બેઠા PVC આધાર કાર્ડ મંગાવી શકો છો.

PVC આધાર કાર્ડ કોણ ઓર્ડર કરી શકે ?

જે પણ વ્યક્તિનું આધાર કાર્ડ કઢાવેલ હોય તે વ્યક્તિ તેનું PVC આધાર કાર્ડ મંગાવી શકે છે. PVC આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે ઓનલાઈન પ્રોસેસ કરીને ઓર્ડર કરી શકાય છે.

How to order PVC Aadhar card ? PVC આધાર કાર્ડ ઓર્ડર કરવાની રીત

સ્ટેપ 1: સૌ પ્રથમ તમારે UIDAI ની સત્તાવાર વેબસાઇટ www.uidai.gov.in ખોલવી પડશે.

સ્ટેપ 2: હવે તમારે ‘My Aadhaar’ પર ટેપ કરવું પડશે અને ‘Order Aadhaar PVC Card’ પર ક્લિક કરવું પડશે.

સ્ટેપ 3: તમારી સિસ્ટમ પર એક નવી ટેબ ખુલશે. આમાં તમારે ‘Order Aadhaar PVC Card’નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

સ્ટેપ 4: અહીં તમારે 12 અંકના આધાર નંબર અથવા 28 અંકના રજીસ્ટ્રેશન IDની મદદથી લોગિન કરવાનું રહેશે. લોગીન માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP આવશે. જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર નોંધાયેલો નથી, તો તમારે એક વૈકલ્પિક મોબાઈલ નંબર આપવો પડશે જેના પર OTP આવશે.

સ્ટેપ 5: OTP આપ્યા પછી, તમારે ‘ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ’ની સામેના ચેક બોક્સ પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 6: હવે તમારે PVC કાર્ડ માટે ચૂકવણી કરવી પડશે. તમે ચુકવણી માટે ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, UPI નો ઉપયોગ કરી શકો છો.

પેમેન્ટ થઈ ગયા પછી, તમને સ્લિપ મળશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો. આમાં 28 અંકનો સર્વિસ નંબર  હશે, જે તમને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS દ્વારા પણ મોકલવામાં આવશે.

UIDAI સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
PVC આધાર કાર્ડ માટે ઓર્ડર કરોઅહીં ક્લિક કરો
PVC આધાર કાર્ડ સ્ટેટ્સ ચેક કરોઅહીં ક્લિક કરો

આ પણ વાંચો :


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *