Gujarat Police Bharti News: 7000 જગ્યાઓ ઉપર થશે ગુજરાત પોલીસમાં ભરતી

Share This Post

Gujarat Police Bharti News: ગુજરાત પોલીસ ભરતીને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા હાઇકોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં મોટી ભરતીને લઈને આયોજન કરવામાં આવશે તેવું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ ભરતીને લઈને સારા સમાચાર મળી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

Gujarat Police Bharti News.
  • હાઇકોર્ટમાં રાજ્યસરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું એફિડેવિટ.
  • રાજ્યમાં પોલીસ વિભાગમાં કુલ 20,000 કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી.
  • પોલીસ ભરતી બાબતે સરકાર ગંભીર છે તેવો સરકારનો દાવો.

ગુજરાત પોલીસ ભરતી સમાચાર: Gujarat Police Bharti News

રાજ્યમાં ગુજરાત પોલીસ ઉપર વધતાં જતાં કામના ભારણને કારણે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી બાબતે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેમાં સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે પોલીસ વિભગમાં કુલ 20,000 કરતાં પણ વધુ જગ્યાઓ હાલમાં ખાલી પડી છે. આવનાર દિવસોમાં રાજ્ય સરકાર 7000 જેટલી જગ્યાઓ ઉપર પોલીસ જવાનોની ભરતી કરશે તેવું એફિડેવિટ સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે.

પોલીસ ભરતી મામલે સરકાર ગંભીર

ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં એમ જણાવવામાં આવ્યું છે કે સરકાર પોલીસ ભરતી બાબતે ગંભીર છે અને આગામી સમયમાં ભરતી બાબતે નિર્ણય લેશે. ગુજરાત હાઇકોર્ટ દ્વાર જનહિત અરજી બાબતે વધુ સુનવણી ઓગષ્ટ મહિનામાં કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

પોલીસ વિભાગ ઉપર કામનો બોજો

થોડા સમય પહેલા હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી અને આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત પોલીસ ઉપર કામનો બોજો વધુ પડતો છે અને તેની સામે પોલીસ સ્ટાફની સંખ્યા ખૂબ જ ઓછી છે. આ અરજી ઉપર કોર્ટ દ્વારા સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો હતો અને સરકારે આજરોજ સુનાવણીમાં આગામી સમયમાં 7000 પોલીસ જવાનોની ભરતી કરશે તેવું જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: પંચામૃત ડેરીમાં આવી મોટી ભરતી 2023

આ પણ વાંચો: જામનગર મ્યુનસિપાલ કોર્પોરેશન ભરતી 2023

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમાં કેશિયર અને આસિસ્ટન્ટ માટેની ભરતી 2023


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *