
GPSSB Junior Clerk Answer Key 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) પરીક્ષા તારીખ 09/04/2023 ના રોજ રવિવાર બપોરે 12:30 થી 01:30 સુધી યોજવામાં આવી હતી. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી, OMR Sheet અને ફાઈનલ આન્સર કી અહિયાં મૂકવામાં આવવાની છે. જેને તમે નીચે આપેલ લિંક દ્વારા સરળતાથી ડાઉનલોડ કરી શકશો અથવા તો અહિયાં જ જોઈને તમારા જવાબો ચેક કરી શકશો.
GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 Overview
સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
પરીક્ષાનું નામ | જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) |
પરીક્ષાની તારીખ | 09/04/2023 |
પરીક્ષાનો સમય | 12:30 થી 01:30 |
જાહેરાત ક્રમાંક | 12/2021-22 |
પરીક્ષાનો પ્રકાર | હેતુલક્ષી |
પ્રોવિઝનલ આનસર કી | 11/04/2023 |
GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 નું એનાલિસીસ
અંગ્રેજી વ્યાકરણ | 20 માર્કસ |
ગુજરાતી વ્યાકરણ | 14 માર્કસ |
કરંટ અફેર્સ | 12 માર્કસ |
ગણિત અને રીઝનિંગ | 10 માર્કસ |
બંધારણ | 7 માર્કસ |
ભારતનો ઇતિહાસ | 6 માર્કસ |
ગુજરાતી સાહિત્ય | 5 માર્કસ |
ભારતની ભૂગોળ | 5 માર્કસ |
પંચાયતી રાજ | 4 માર્કસ |
અર્થવ્યવસ્થા | 4 માર્કસ |
સામાન્ય વિજ્ઞાન | 3 માર્કસ |
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો | 2 માર્કસ |
ગુજરાતનો ઇતિહાસ | 2 માર્કસ |
ભારતનો સાંસ્કૃતિક વારસો | 2 માર્કસ |
ગુજરાતની ભૂગોળ | 1 માર્કસ |
પર્યાવરણ | 1 માર્કસ |
રમત ગમત | 1 માર્કસ |
GPSSB જુનિયર ક્લાર્ક OMR Sheet
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) પરીક્ષાની તમામ જિલ્લાની OMR Sheet ગઈકાલે પરીક્ષા પૂર્ણ થયાં પછી થોડા જ કલાકોમાં અપલોડ થવાની શરૂ થઈ ગઈ હતી. ઉમેદવરો પોતાના જિલ્લાની અને પોતાના જ પરીક્ષા સેન્ટરની OMR Sheet નીચે આપેલ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે. અહિયાં બે લિંક આપવામાં આવી છે જેના દ્વારા તમે તમારી OMR ડાઉનલોડ કરી શકશો.
OMR ડાઉનલોડ કરવા માટે તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે, તમારો રોલ નંબર અને તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે અને પછી તમારી જન્મતારીખ નાખવાની રહેશે અને ત્યારબાદ લૉગઇન કરીને તમે તમારી OMR Sheet ડાઉનલોડ કરી શકો છો. OMR ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.

GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 પ્રોવિઝનલ આન્સર કી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ની જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) ની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 11/04/2023 ના રોજ જાહેર કરવામાં આવશે તેવું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે. જુનિયર ક્લાર્ક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયાં બાદ પોતાના જવાબો ચેક કરી લેવા અને આન્સર કી માં ભૂલ જણાય તો તમે પુરાવા સાથે ફોર્મ ભરી જવાબ મોકલી શકો છો. તેની સંપૂર્ણ માહિતી તમને આન્સર કી જાહેર થશે તે દિવસે મળી જશે.
પ્રોવિઝનલ આન્સર કી માટેની લિંક
પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારના વાંધા/સૂચનો

વાંધા અરજી મોકલવા માટે અહિયાં ક્લિક કરો
GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 ફાઈનલ આન્સર કી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ની જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) ની ફાઈનલ આન્સર કી આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયાં બાદ જાહેર કરવામાં આવશે. આ આન્સર કી ના જવાબો પ્રોવિઝનલ આન્સર કી માં સુધારા વધારા કરીને જાહેર કરવામાં આવશે. જેથી પ્રોવિઝનલ આન્સર કી માં ભૂલ હોય તો તે ચેક કરીને મંડળને ફોર્મ ભરી વિગતો મોકલી આપવી.
ફાઈનલ આન્સર કી માટેની લિંક (પ્રોવિઝનલ આન્સર કી જાહેર થયાં બાદ જાહેર થશે)
આ પણ વાંચો: