SSC Phase 11 Recruitment 2023: સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023

Share This Post

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ગઇકાલે ધોરણ 10 પાસ, 12 પાસ અને સ્નાતક પાસ માટે એક ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. જેમાં Phase11 માટે કુલ 5369 જગ્યાઓ માટેની ભરતીની નોટિફિકેશન સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in ઉપર જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની ssc.nic.in વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતાં પહેલા નીચેની વિગતોને ધ્યાનથી વાંચી અને ઓફિશિયલ નોટિફિકેશન જોઈને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવી.

સ્ટાફ સિલેક્શન કમિશન SSC જુન અથવા જુલાઈ 2023 ના મહિનામાં Phase 11 પસંદગીની પરીક્ષા 2023 નું આયોજન કરશે. પરીક્ષા કોમ્પ્યુટર આધારિત મોડમાં લેવામાં આવશે જેમાં ઉદ્દેશ્ય પ્રકારના બહુવિધ પસંદગીના પ્રશ્નોનો સમાવેશ થાય છે. ઉમેદવારોને સંબંધિત પ્રદેશને લગતી વિવિધ કેટેગરીની પોસ્ટ્સ અને ભરતી પ્રક્રિયાના વિવિધ તબક્કાઓની નવીનતમ માહિતી માટે પ્રાદેશિક કચેરીઓની વેબસાઇટ્સની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

SSC Phase 11 Recruitment 2023 – સ્ટાફ સિલેક્શન કમિશન તબક્કા 11 માટેની ભરતી 2023

  • ઓનલાઈન અરજી કરવાની તારીખ: 6 માર્ચ 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 27 માર્ચ 2023
  • ઓનલાઈન ફી અને ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ: 29 માર્ચ 2023
  • ફોર્મમાં સુધારા વધારા કરવા માટેની તારીખ: 3 એપ્રિલ 2023 થી 5 એપ્રિલ 2023
  • કોમ્યુટર આધારિત પરીક્ષાની સંભવિત તારીખ: જૂન અથવા જુલાઈ

લાયકાત

  • ઉમેદવારો પાસે 10મા, 12મા, સ્નાતકનું પ્રમાણપત્ર/ડિગ્રી અથવા માન્ય સંસ્થા/બોર્ડમાંથી સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.

કુલ જગ્યાઓ

  • 5369 જગ્યાઓ

વય મર્યાદા 

01 જાન્યુઆરી 2023 ના રોજ વય મર્યાદા
  • લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા: 25/27/30 વર્ષ (10 પાસ, 12 પાસ, સ્નાતક)

પગાર ધોરણ

  •  7th Pay Level મુજબ

અરજી ફી

  • SC, ST, Female, Ex-Servicemenમાટે ફ્રી
  • બાકી બધા માટે 100 Rs. 

અરજી કેવી રીતે કરવી?

1) સૌપ્રથમ તો ઉપર આપેલ માહિતી અને ઑફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવી.

2) ત્યારબાદ સ્ટાફ સિલેક્શનની ઓફિશિયલ વેબસાઇટ https://ssc.nic.in/ ખોલવી. આ લિંક તમને નીચે મળી જશે.

3) ઓફિશિયલ વેબસાઇટ ઉપર ગયા બાદ જમણી બાજુ લૉગઈન ફોર્મ જોવા મળશે. જો તમે પ્રથમવાર સ્ટાફ સિલેક્શન કમિશનમાં ફોર્મ ભરો છો તો તમારે New User/Register Now ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને જો તમે પહેલા ફોર્મ ભરેલું છે સ્ટાફ સિલેક્શન કમિશનમાં તો તમારે લૉગ ઈન ફોર્મ ભરવાનું રહેશે. લૉગ ઈન ફોર્મમાં તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનો રહેશે.

4)  ત્યારબાદ કઈ ભરતીમાં તમે ફોર્મ ભરવા માંગો છો તે સિલેકટ કરીને ફોર્મ ભરવાની કાર્યવાહી કરવી.

5) રજીસ્ટ્રેશન કરેલુ હશે તો તમારી થોડી જ વિગતો ભરવાની રહેશે. 

6) ફોર્મ ભરી સબમિટ ઉપર ક્લિક કરો અને જો ફી ભરવાની થતી હોય તો ફી ભરો.

7) ફોર્મ ભરાઈ ગયા બાદ તેની નકલ કાઢવી અને સાચવીને મૂકો.




Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *