
યુ.પી.એસ.સીની તૈયારી કરતાં અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિધાર્થીઓ માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ દ્વારા યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ (IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ “A” કેન્દ્રીય સેવાઓ માટે લેવાતી પરીક્ષાઓની તૈયારી માટે પ્રશિક્ષણવર્ગ 2023-24 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. રસ ધરાવતા વિધાર્થીઓ અહિયાં આપેલ વિગતો ધ્યાનથી વાંચી અને ઓફિશિયલ નોટિફિકેશન વાંચી અરજી કરી શકે છે.
યુ.પી.એસ.સી સિવિલ સર્વિસીઝ (IAS, IFS, IPS etc.) પ્રશિક્ષણવર્ગ માટે ઓનલાઈન અરજી તારીખ 27/03/2023 થી 30/04/2023 સુધી ગુજરાત સરકારની વેબસાઇટ http://ojas.gujarat.gov.in/ ઉપર ઉમેદવાર અરજી કરી શકે છે. વધુ માહિતી અને જૂના પેપર ડાઉનલોડ કરવા માટે તમે સ્પીપાની ઓફિશિયલ વેબસાઇટ https://spipa.gujarat.gov.in/ ઉપર જઈ શકો છો.
SPIPA Entrance Exam for UPSC CSE Training Programme 2023-24
ઉપરોક્ત જણાવેલ પ્રશિક્ષણવર્ગ 2023-24 ની વિગતો નીચે આપેલ છે જે ધ્યાનથી વાંચવી અને પછી આ માટે અરજી કરવી.
શૈક્ષણિક લાયકાત અને પાત્રતા
- કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સિટી/ડીમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા હોવા જોઈએ.
- જે ઉમેદવારો સ્નાતક કક્ષાના છેલ્લા સેમિસ્ટરમાં હોય તે પણ અરજી કરી શકે છે. (સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષમાં છેલ્લા સેમિસ્ટરમાં હોય તેવા ઉમેદવારોની પરીક્ષા જો યોજાયેલ ના હોય/પરિણામ જાહેર થયેલ ના હોય તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોને પ્રવેશ સંબંધિત સંસ્થાનો નિર્ણય આખરી રહેશે.)
નોંધ: જે ઉમેદવારો છેલ્લા વર્ષ/સેમિસ્ટરમાં હોય તેઓએ અરજી કરતી વખતે Appeared/Yet to Appear for Last Year/Semester of Graduation, Exam/Result awaited કિસ્સામાં Percentage, No. Of Trials & Last Trial Seat No. માં શૂન્ય (0) લખવું અને Class મા Not Applicable (NA) પસંદ કરવું.
વયમર્યાદા (01/08/2024) ની સ્થિતિએ
- ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ સુધી.
- બિનઅનામત (General Category) અને આર્થિક રીતે નબળા (Economically Weaker Section) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે નહીં.
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (SEBC) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
- અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
- માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
- અંધ ઉમેદવાર અને શારીરિક વિકલાંગ ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
પરીક્ષા ફી
- તમામ કેટેગરીના તમામ ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષાની ફી ભરવી ફરજિયાત છે. અન્યથા પ્રવેશ પરીક્ષામાં બેસી શકશે નહીં. પરીક્ષા ફી Non Refundable છે.
- પ્રવેશ પરીક્ષા ફી https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ ઉપર ફક્ત ઓનલાઈન મોડમાં જ ભરવાની રહેશે. તારીખ 27/03/2023 થી 30/04/2023 સુધી ઓનલાઈન મોડમાં ફી ભરવાની રહેશે. અન્ય કોઈપણ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં.
- પરીક્ષા ફી સામાન્ય વર્ગના (General Category) ના ઉમેદવારો માટે 300 રૂપિયા અને અન્ય તમામ ઉમેદવારો માટે 100 રૂપિયા ભરવાની રહેશે.
પ્રવેશ પરીક્ષા
- પ્રવેશ પરીક્ષા તારીખ 11/06/2023 ના રવિવારના રોજ લેવામાં આવશે.
- પરીક્ષામાં પ્રથમ તબક્કો અને દ્રિતીય તબક્કો એમ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ તબક્કામાં બે પેપર હશે અને બંને પેપર હેતુલકલક્ષી પ્રકારના હશે. બીજા તબક્કામાં નિબંધ લેખન આવશે.
- પ્રથમ તબક્કામાં સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2 એમ બે પેપર આવશે. સામાન્ય અભ્યાસ-1 200 માર્કસ અને સામાન્ય અભ્યાસ-2 100 માર્કસનું હશે.
- બીજા તબક્કામાં નિબંધ લેખન હશે જે 100 માર્કસનું હશે અને જેમાં અંદાજે 1000 શબ્દોની મર્યાદામાં નિબંધ લખવાનો રહેશે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર જાહેર
RTE હેઠળ વિનામૂલ્યે પ્રવેશની જાહેરાત 2023-24