
નમસ્કાર મિત્રો, ઈન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ, ભારત સરકાર દ્વારા હમણાં જ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક (Pan-Aadhar Link In Gujarati) કરવાની જે મુદત 31 માર્ચ 2023 હતી તે વધારીને હવે 30 જૂન 2023 કરવામાં આવે છે. આ જાહેરાત ઈન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ Income Tax India ઉપર નોટિફિકેશન શેર કરી કરવામાં આવી છે. આ ઓફિશિયલ નોટિફિકેશન તમને નીચે મળી જશે.
ઈન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ, ભારત સરકાર દ્વારા જાહેર કરેલ નોટિફિકેશન મુજબ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવાની તારીખ 31 માર્ચ 2023 થી વધારીને હવે 30 જૂન 2023 કરી દેવામાં આવી છે. જે લોકોએ પોતાનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હજુ સુધી કર્યું નથી તે પોતાનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે 30 જૂન 2023 સુધી લિંક કરી શકે છે. જે લોકો પોતાનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવામાં નિષ્ફળ જશે તે લોકોને પાન સામે કોઈ રિફંડ કરવામાં આવશે નહીં, જે સમયગાળા દરમિયાન PAN નિષ્ક્રિય રહે છે તે સમયગાળા માટે આવા રિફંડ પર વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે નહીં; અને TDS અને TCS અધિનિયમમાં જોગવાઈ કર્યા મુજબ, ઊંચા દરે કપાત/એકત્ર કરવામાં આવશે.
જે વ્યક્તિ (i) NRI (ii) ભારતના નાગરિક નથી (iii) તારીખ મુજબ ઉંમર > 80 વર્ષ (iv) રહેઠાણનું રાજ્ય આસામ, મેઘાલય અથવા જમ્મુ અને કાશ્મીર છે તેવા વ્યક્તિઓને પાનકાર્ડ આધારકાર્ડ લીંકીંગમાંથી મુક્તિ આપવામાં આવી છે એટલે કે તેઓએ પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાનું રહેતું નથી. જો તમે હજુ સુધી લિંક નથી કર્યું તો તમે ઈન્કમ ટેક્સ વિભાગનું ઈ-પોર્ટલ eportal.incometax.gov.in ઉપર જાઈએને ઓનલાઈન ફી ભરી પાન-આધાર લિંક કરાવી શકો છો. જેમાં તમારે પહેલા પોતાનો પાનકાર્ડ નંબર અને પછી આધારકાર્ડ નંબર નાખીને વેરીફાઈ કરવાનું રહેશે અને પછી રાહ જોવાની રહેશે.
ચેક કરો પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં – Check Pan-Aadhar Linking Status Online In Gujarati
- સૌપ્રથમ તમારા ફોન અથવા તો કોંપ્યુટરમાં https://www.incometax.gov.in/ વેબસાઇટ ખોલો.
- વેબસાઇટ ખોલ્યા પછી ક્વીક લિંકસમાં જઈને Link Aadhaar Status ઉપર ક્લિક કરો.
- Link Aadhaar Status ઉપર ક્લિક કર્યા બાદ એક નવી વિન્ડો ખુલશે અને તેમાં તમારે તમારો પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર બોક્સમાં નાખવાનો રહેશે. પહેલા પાનકાર્ડ નંબર અને પછી આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે.
- આટલું કર્યા પછી તમારે View Link Aadhaar Status ઉપર ક્લિક કરવાનું રહેશે.
- View Link Aadhaar Status ક્લિક કરશો એટલે જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હશે તો ઉપર લખેલું આવી જશે કે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે અને નહીં હોય તો નથી એમ લખેલું આવી જશે.
જો તમે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે ઘરેબેઠા લિંક કરવા માંગો છો તો તમે નીચે આપેલ લિંક દ્વારા એમાં આપેલા સ્ટેપ ફોલો કરીને તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરી શકો છો. નીચે આપેલી વેબસાઇટ એ ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ છે જેમાં સરસ રીતે ફોટાઓ દ્વારા સમજણ આપવામાં આવી છે.
https://www.incometax.gov.in/iec/foportal/help/how-to-link-aadhaar