Income Tax Department Recruitment 2023 : આવકવેરા વિભાગ, ગુજરાત-અમદાવાદ ખાતે કેન્ટીન સ્ટાફની વિવિધ સંવર્ગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પ્રવર્તમાન ભર્તી નિયમો મુજબ નીચે દર્શાવેલ ઇચ્છિત લાયકાત ધરાવતા પાત્ર વ્યક્તિઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આવક વેરા વિભાગ દ્વારા એક નવી ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો આ લેખ પૂરો વાંચો.
Income Tax Department Recruitment 2023
કેન્ટીન કલાર્ક
સીધી ભરતી માટે ઉપલબ્ધ ખાલી જગ્યાઓની સંખ્યા – 1 (સામાન્ય – 1) પે મેટ્રિક્સ-લેવલ 2 પે મેટ્રિક્સ (રૂ. 19,900-63,200) માં
શૈક્ષણિક લાયકાત
ધોરણ 12 પાસ અથવા માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી કોમર્સ સાથે સમકક્ષ લાયકાત.
સ્કીલ ટેસ્ટ
કમ્પ્યુટર ૫૨ અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનિટ અથવા હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટની ટાઇપિંગ ઝડપ (દરેક શબ્દ માટે સરેરાશ 5 કી ડિપ્રેશન પ્રતિ કલાક 10500 કી ડિપ્રેશન અથવા કલાક દીઠ 9000 કી ડિપ્રેશનને અનુરૂપ છે.
કેન્ટીન એટેન્ડેન્ટ
સીધી ભરતી માટે ઉપલબ્ધ ખાલી જગ્યાઓની સંખ્યા – 7 (સામાન્ય – 4, અ.જ.જા.- 1, અ.પ.વર્ગ- 1, આ.પ.વર્ગ-1) પે મેટ્રિક્સ-લેવલ 1 પે મેટ્રિક્સ (રૂ. 18,000-56,900) માં
લાયકાત
ધોરણ 10 પાસ અથવા માન્ય બોર્ડમાંથી સમકક્ષ
વય મર્યાદા :
ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા માટે વય મર્યાદા- 18 થી 25 વર્ષની વચ્ચે (કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આદેશો મુજબ સરકારી કર્મચારીઓ માટે 40 વર્ષ સુધી છૂટ મળશે.) OBC ના કિસ્સામાં ત્રણ વર્ષની વય મર્યાદામાં અને SC/ST ઉમેદવારોના કિસ્સામાં 5 વર્ષની છૂટ ઉપલબ્ધ છે ઉંમર નક્કી કરવા માટેની નિર્ણાયક તારીખ ઉમેદવારો પાસેથી અરજીઓ મેળવવાની અંતિમ તારીખ એટલે કે 31/03/ 2023 રહેશે.
આ પણ વાંચો
ISRO IPCR ભરતી 2023 , ઇસરોના નોકરી કરવાની તક
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી 2023
પસંદગી પ્રક્રિયા
અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો વેબસાઇટ www.anubandham.gujarat.gov.in પર 27.03.2023 (10 AM) થી 31.03.2023 (06:00 pm) સુધી જ અરજી કરી શકે છે અને અન્ય કોઈપણ મોડ દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં અને આવી અરજી નામંજૂર કરવામાં આવશે.
ઉપરોક્ત ઉલ્લેખિત આવશ્યક લાયકાત ધરાવતા ઉમેદવારોએ (ઉપરોક્ત બંને પોસ્ટ માટે) જ અરજી કરવાની રહેશે અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને લેખિત પરીક્ષા સ્કીલ ટેસ્ટ/ટાઇપિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
આ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સમસ્યા ઊભી થાય તો ઇન્કમટેક્સ, ગુજરાત, અમદાવાદના પ્રધાન મુખ્ય કમિશનરનો નિર્ણય અંતિમ ગણાશે.
જાહેરાત વાંચો – અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો – અહી ક્લિક કરો
FAQ
Income Tax Department Recruitment 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
Income Tax Department Recruitment 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31.03.2023 છે.