ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજરોજ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (MPHW) ની પરીક્ષાની ફાઇનલ પરિણામ જાહેર કરી દીધું છે. જે મિત્રોએ આ પરીક્ષા આપી હતી તે પોતાનું પરિણામ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/ ઉપર જોઈ શકે છે અથવા તો નીચે આપેલી લિંક દ્વારા સીધી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી તમારું પરિણામ જોઈ શકો છો.
GPSSB MPHW Final Result 2022
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર માટે કુલ 1866 જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને તેનું પરિણામ મંડળ દ્વારા હાલ ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે જેની લિંક તમને નીચે મળી જશે. આ ફાઇનલ સિલેક્શન લિસ્ટ મંડળની ફાઇનલ આન્સર કી ના આધારે મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ ના આધારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ જાહેર કરવામાં આવ્યું છે.