વ્હાલી દીકરી યોજના | ફોર્મ | અરજી કેવી રીતે કરવી?

Share This Post

Vahali Dikri Yojana | Vahali Dikri Yojana Form | How To Apply

વ્હાલી દીકરી યોજના : મિત્રો, 2019ની બજેટ સેશનમાં ગુજરાત સરકારે વ્હાલી દીકરી યોજના લોન્ચ કરી હતી આ વ્હાલી દીકરી યોજના હેઠળ તમારી દીકરીને મળશે 1,10,000 રૂપિયાની સહાય. તમને પ્રશ્ન થશે કે, કઈ રીતે આ 1,10,000 મળશે તમને ?, વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું? , કોને કોને આ યોજનાનો લાભ મળશે ? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? આ બધી માહિતી તમારે વાંચવી હોઈ તો આ પોસ્ટ પુરી વાંચજો. 

Vahali Dikri Yojana In Gujarati | વ્હાલી દીકરી યોજના |  વ્હાલી દીકરી યોજના ફોર્મ |  અરજી કઈ રીતે કરવી |  કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?   બધી જ માહિતી અહીથી મેળવો

મિત્રો, વ્હાલી દીકરી યોજના વિશે તમને માહિતી તો મળી જ હશે કે વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરી ને 1,10,000 રૂપિયાની સહાય મળે છે. આ પોસ્ટ દ્વારા તમને વ્હાલી દીકરી યોજનાની માહિતી મળશે.

આ યોજના દીકરીના જન્મદર વધારવા અને એમને મળતું ભણતર વધારવા માટે આ યોજના લોન્ચ કરી છે. જેમાં 1,10,00 રૂપિયા મળવા પાત્ર છે. હવે જાણો કઈ રીતે મળશે 1,10,000 …..


વ્હાલી દીકરી યોજનામાં ત્રણ હપ્તા મળશે

 • સૌથી પહેલો હપ્તો મળશે 4,000 રૂપિયાનો , જ્યા દીકરી પહેલા ધોરણમાં આવશે ત્યારે તેને ચા હજાર રૂપિયા મળશે.
 • બીજો હપ્તો જ્યારે દીકરી 9માં ધોરણમાં આવશે એટલે કે હાઈસ્કૂલમાં આવશે ત્યારે દીકરીને બીજો હપ્તો એટલે કે 6,000 રૂપિયાનો હપ્તો મળશે.
 • ત્રીજો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે કે પછી લગ્ન કરવા માટે એમને 1,00,000 રૂપિયાનો હપ્તો મળશે. 
 • આ ત્રણ હપ્તા મળીને કુલ 1,10,000 રૂપિયાની સહાયતા મળશે.

વ્હાલી દીકરી યોજનાનો હેતુ / ઉદ્દેશ

હવે આ યોજના સરકાર દ્વારા કેમ બહાર પાડવામાં આવી? કેમ આ યોજના લોંચ કરી ગુજરાત સરકારે? મિત્રો, દીકરીના જન્મ દર વધારવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. બીજી વાત એ કે દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે.દિકરીઓનું શિક્ષણ વધે અને બાદ લગ્ન અટકાવવા માટે યોજના લોન્ચ કરવામાં આવી છે.


વ્હાલી દીકરી યોજનાનો લાભ કોને કોને મળશે?

 • વ્હાલી દીકરી યોજનાનો લાભ 2 ઓગસ્ટ 2019 ના દિવસે કે તેના પછી જન્મ લીધેલ દીકરીઓ આ યોજનાનો લાભ લઇ શકશે.
 • તમારા ઘરમાં 2 દિકરીઓનું જન્મ થાય છે તો તમે 2 દીકરી સુધી આ લાભ લઇ શકો છો. ત્રીજી દીકરી આ યોજનાનો લાભ નહિ લઈ શકે. કારણ કે બીજી દીકરી પછી તમારે સંતતિ નિયમન નું ઓપરેશનનો પુરાવો આપવો પડશે. 
 • જો તમારા ઘરમાં પહેલા દીકરાનો જન્મ થાય અને પછી દીકરીનો જન્મ થાય છે તો આ દીકરી આ યોજનાનો લાભ લઇ શકશે.
 • દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે.
 • દંપતીની વાર્ષિક આવક 2,00,000 કે તેથી ઓછી હશે તો જ આ યોજનાનો લાભ મેળવી શકાશે.


વ્હાલી દીકરી યોજનાનો લાભ કઈ રીતે મેળવી શકાશે?

 • વ્હાલી દીકરી યોજનાનો ફોર્મ તમને વિના મૂલ્યે ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્ર, CDPO કચેરીથી મળશે કે પછી મહિલા અને બાળ અધિકારી પાસેથી મળશે. 
 • 2 ઓગસ્ટ 2019 કે તેના પછી જન્મેલી દિકરીઓનું પ્રમાણપત્ર સાથે વધુમાં વધુ 1 વર્ષની અંદર તમારે અરજી કરવાની રહેશે
 • તમે તમારું અરજી ભરીને  જન સેવા કેન્દ્ર અને સેવસેતુમાં સબમિટ કરી શકશો .
 • અરજી કર્યાના 45 દિવસમાં તમને તમારી અરજી મંજુર થઈ છે કે નામંજુર થઈ છે એ જણાવમાં આવશે.


વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

 • દીકરીનું જન્મ પ્રમાણપત્ર
 • માતાના જન્મનું પ્રમાણપત્ર
 • માતા પિતાનું આધારકાર્ડ
 • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
 • કુટુંબમાં જન્મેલા અને હયાત બાળકોનું જન્મનું પ્રમાણપત્ર
 • બીજી દીકરી હોઈ તો એનું ફોર્મ ભરવાનું હોય ત્યારે તમારે સંતતિ નિયમનના ઓપરેશન નું પ્રમાણપત્ર પણ જમા કરાવવું પડશે.

વ્હાલી દીકરી યોજના ફોર્મ – અહીં ક્લિક કરો


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *