હેલ્થ મેલેરિયા વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એન.વી.બી.ડી.સી.પી. સબ કમિટી, અ.મ્યુ.કો. ખાતે મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝરની જગ્યા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના નામ, સરનામું, ઉમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવ અંગેની વિગત આ સાથે સામેલ ફોર્મેટમાં સ્વઅક્ષરે ભરી અરજી પત્રક તથા જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તા.૧૫/૦૩/૨૦૨૩ સુધીમાં સાંજના ૬:૦૦ વાગ્યા સુધીમાં હેલ્થ મેલેરિયા મધ્યસ્થ કચેરી, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જુનું ટી.બી હોસ્પિટલ કંપાઉન્ડ, જુના એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદીર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ – ૩૮૦૦૨૨ ખાતે રૂબરૂ અથવા રજીસ્ટર એ. ડી. મોકલવાની રહેશે.
ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પસ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.
AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ભરતી 2023
જગ્યાનું નામ
મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર (કુલ-૦૧ જગ્યા)
જરૂરી શૈક્ષણિક લાયકાત
બી.એસ. સી. (ગ્રેજ્યુએટ બાયોલોજી વિષય સાથે) અથવા ૧૨ સાયન્સ પાસ સાથે ગ્રેજ્યુએટ.
ઉમેદવાર દ્વિચક્રી વાહનનું સરકાર માન્ય લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.
અનુભવ
સરકારી સંસ્થા / અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન / અર્બન હેલ્થ સોસાયટી માં આરોગ્યલક્ષી કાર્યક્રમને લગતી કામગીરી અથવા વાહકજન્યરોગ નિયંત્રણની કામગીરીનો અનુભવ ધરવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
ઉંમર
મહત્તમ ૪૦ વર્ષ
પગાર
રૂ.૧૬,૦૦૦/- ફિકસ
શરતો :
1. અરજદારે અરજી ફોર્મ સાથે લાયકાત તથા અનુભવનાં તમામ પ્રમાણપત્રની પ્રમાણીત નકલ જોડવાની રહેશે. જો પ્રમાણપત્રની નકલ જોડેલ નહી હોય તો તેવી અરજી રદ્દ ગણવામાં આવશે તેમજ અરજી ફોર્મ ભર્યા બાદ અરજીમાં દર્શાવેલ વિગતોના તથા અરજી સાથે જોડેલ પ્રમાણપત્રના અસલ પુરાવા રજૂ નહી કરે તો અત્રેની ઓફીસેથી લીધેલ નિર્ણય છેલ્લો ગણાશે. તે અંગે ઉમેદવારનો કોઇ હક્ક દાવો રહેશે નહી.
2. આ જગ્યાની ભરતી પ્રકીયાનાં અનુસંધાને આ જાહેરાતમાં કોઇપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ્દ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ખાતાના ઉચ્ચ અધિકારીને સંપૂર્ણ હક્ક અધિકાર રહેશે અને ઉચ્ચ અધિકારી આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી.
3. સીલેકટ થયેલ ઉમેદવારની નિમણૂંક ૧૧ માસ માટે રહેશે. કોન્ટ્રાકટ પૂર્ણ થતાં જો કર્મચારીની કામગીરી સંતોષકારક હશે તો ૧ દિવસનો બ્રેક આપી તેનો કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવશે.
4. સીલેકટ થયેલ ઉમેદવારે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એન.વી.બી.ડી.સી.પી. સબ કમિટી, અ.મ્યુ.કો. ના વખતોવખત નક્કી થતા ધારાધોરણો પ્રમાણે કામગીરી કરવાની રહેશે. 5. પસંદ થયેલ ઉમેદવારોએ નિમણૂંક અગાઉ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એન.વી.બી.ડી.સી.પી. સબ
કમિટી, અ.મ્યુ.કો. સાથે કરાર કરવાનો રહેશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કોઇ હક્ક
દાવો રહેશે નહી.
6. ઉપરની જગ્યા માટે જે તે તબકકે કોઇપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવશે તો તેઓની નિમણુક રદ કરવામાં આવશે.
7. ઉમેદવારનાં માર્કસ ગ્રેડમાં હોય તેવા ઉમેદવારે જે યુનિર્વસીટીમાંથી ડીગ્રી મેળવી હોઇ તે યુનિર્વસીટીનું ગ્રેડને ટકાવારીમાં ફેરવવા અંગેનો પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે.
8. સ્ટેટ હેલ્થ સોસાયટી દ્વારા વખતો વખત મળતી સુચના મુજબ પગાર ધોરણમાં સુધારા વધારા કરવામાં આવશે,તેમજ ઉમેદવારને તેઓની નિમણુક અંગેની સરકારશ્રીના TOR ની જોગવાઈઓ બંધનકર્તા રહેશે.
9. પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂંક અધિકારી ઠરાવે તે શરતોને આધીન નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
10. ઉમેદવારની મેરીટ યાદી ઉમેદવારની આવેલ અરજીઓ ઉપરથી તૈયાર કરવામાં આવેલ હોવાથી જો તેમાં કંઇ પણ ક્ષતિ અથવા ખોટું કરેલ હોય તેવું જણાશે તો જે ઉમેદવારનું મેરીટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહી.
11. ઉમેદવારની નિમણૂંક અંગે રાજય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા સુધારો સુચવવામાં આવે તો તે મુજબ સક્ષમ સત્તધિકારીશ્રીની મંજૂરીથી તેમાં સુધારો કરવામાં આવશે.
જાહેરાત – અહી ક્લિક કરો
છેલ્લી તારીખ – 15/03/2023