રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા સ્પેશિયલ એજ્યુકેટર ટેટ 1 અને 2 ની ભરતીનું (SEB Special Educator – TET 1 & 2 Recruitment 2023) જાહેરનામું તેમની ઓફિશિયલ વેબસાઇટhttps://www.sebexam.org/ ઉપર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં વર્તમાનપત્રોમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ 17/02/2023 છે અને ઉમેદવારો માટે ઓન્લઇન અરજી કરવા માટેની તારીખ 23/02/2023 થી 09/03/2023 છે.
SEB Recruitment 2023 | Special Teacher Eligibility Test (TET1-I & TET2-II)
નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની ફાઇલનાં અનુસંધાને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં દિવ્યાંગ બાળકો માટેના ખાસ શિક્ષકોની જગ્યા માટે TET પરીક્ષા આયોજિત કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડને સૂચના આપવામાં આવેલ છે. જે અંતર્ગત સ્પેશિયલ એજ્યુકેટર ટેટ 1 અને 2 ના ઓનલાઈન ફોર્મ તારીખ 23/02/2023 થી 09/03/2023 સુધી ઓનલાઈન ભરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત:
ધોરણ 1 થી 5 સ્પેશિયલ એજ્યુકેટર માટે Have passed Higher Secondary Certificate Examination Form the Secondary And Higher Secondary Education Board, and process:D.Ed. In Special Education from a RCI approved institute and process valid RCI CRR number Or D. El. Ed with recognized qualification (certificate into diploma) from RCI approved institution equivalent to D.Ed. in special education and posses valid RCI CRR number in respective category or disability.
ધોરણ 6 થી 8 સ્પેશિયલ એજ્યુકેટર માટે Have passed a bachelor degree from any of the universities established or incorporated by or under the central or state act in India or any other educational institute recognized as such or declared to be deemed as a University under section 3 of the university grants commission act, 1956 or possess an equivalent qualification recognized as such by the Government.
And
B.Ed. in Special Education from an RCI-approved institute and possess a valid RCI CRR number or B.Ed. with a recognized qualification (certificate into diploma) from RCI approved institution equivalent to B.Ed. in special education and possesses valid RCI CRR number in respective category or disability.
શિક્ષક યોગ્યતા કસોટી TET1-I & TET2-II નો કાર્યક્રમ
- જાહેરનામું બહાર પાડવાની તારીખ: ૧૭/૦૨/૨૦૨૩
- વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ: ૧૭/૦૨/૨૦૨૩
- ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો: ૨૩/૦૨/૨૦૨૩ થી ૦૯/૦૩/૨૦૨૩
- નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો: ૨૩/૦૨/૨૦૨૩ થી ૧૩/૦૩/૨૦૨૩
- પરીક્ષાનો સંભવિત માસ: એપ્રિલ/મે – ૨૦૨૩
શિક્ષક યોગ્યતા કસોટી TET1-I નું પરીક્ષા માળખું
- આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (MCQS) રહેશે.
- વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો રહેશે અને તેનો સળંગ સમય ૯૦ મિનિટનો રહેશે.
- તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે.
- તમામ વિભાગોનું એક જ પેપર રહેશે.
- પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે.
- વિભાગ-૧: બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (દિવ્યાંગતા આધારિત): ૩૦ બહુહેતુક પ્રશ્નો: દરેકનો એક ગુણ
- વિભાગ-૨ અને ૩: ગુજરાતી અને અંગ્રેજી: ૬૦ પ્રશ્નો: દરેકનો એક ગુણ
- વિભાગ-૪: ગણિત: ૩૦ પ્રશ્નો: દરેકનો એક ગુણ
- વિભાગ-૫: પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી: ૩૦ પ્રશ્નો: દરેકનો એક ગુણ
- આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં.
શિક્ષક યોગ્યતા કસોટી TET2-II નું પરીક્ષા માળખું
- આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (MCQS) રહેશે.
- આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧ માં ૭૫ પ્રશ્નો તથા વિભાગ-૨ માં ૭૫ પ્રશ્નો
- આ કસોટીના બંને વિભાગ અને તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે. આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
- આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો માટેના પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૨૦ મિનિટનો રહેશે.
- પપ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી ભાષાનું રહેશે.
- વિભાગ-૧: કુલ પ્રશ્નો ૭૫: દરેકનો એક ગુણ
- બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (દિવ્યાંગતા આધારિત): ૨૫ પ્રશ્નો: દરેકનો એક ગુણ
- ભાષા: ગુજરાતી અને અંગ્રેજી: ૨૫ પ્રશ્નો: દરેકનો એક ગુણ
- સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી: ૨૫ પ્રશ્નો: દરેકનો એક ગુણ
- વિભાગ-૨: કુલ પ્રશ્નો ૭૫: દરેકનો એક ગુણ
- વિભાગ-૨ માં સંયુક્ત રીતે ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી, ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન વિષયોના પ્રશ્નો પૂછવામાં આવશે. (વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યાવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે).
- આ કસોટી માટે ધોરણ ૬ થી ૮ નો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણનો રહેશે. તેમજ અધ્યયન-અધ્યાપન પદ્ધતિમાં દિવ્યાંગતાને ધ્યાને રાખી પ્રશ્નો પૂછવામાં આવશે.
- દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
- આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં.
- પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગ દ્વારા વખતો વખત ઠરાવવામાં આવે તે મુજબનો રહેશે.
પરીક્ષા ફી
SC, ST, SEBC, PH, EWS કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ૨૫૦ રૂપિયા જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ૩૫૦ રૂપિયા ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી આપવાનો રહેશે.
ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહિયાં ક્લિક કરો,
આ પણ વાંચો: