GSEB Board Exams 2023: ધોરણ-૧૨ માર્ચ-૨૦૨૩ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાની પ્રવેશપત્ર(હોલટિકિટ) બાબત

This is the photo of Std. 12 Science Hall Ticket Downloading Start From Today.


GSEB 12th Science Hall Ticket 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) ની હૉલ ટિકિટ (પ્રવેશપત્ર) બાબતે એક સૂચના જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રી, વાલીઓ અને તથા વિધાર્થીઓને જણાવવાનું કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના તમામ ઉમેદવારોની માર્ચ ૨૦૨૩ ની જાહેર પરીક્ષા ૧૪/૦૩/૨૦૨૩ થી શરૂ થવાની છે.


પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર તારીખ ૨૮/૦૨/૨૦૨૩ થી બોર્ડની વેબસાઇટ sci.gsebht.in અથવા તો gsebht.in અથવા તો gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઈન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ. ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશપત્ર ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના માર્ચ ૨૦૨૩ ના પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો/માધ્યમની ખરાઈ કરીને પ્રવેશપત્રમાં નીચે નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીનો સહી-સિક્કો (અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે અને તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની સૂચના (નંબર ૧ થી ૨૪) પ્રવેશપત્રના પાછળના ભાગે પ્રિન્ટ કરીને પરીક્ષાર્થી અને આચાર્યશ્રીની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે.

પ્રવેશપત્ર સાથે ઓનલાઈન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં પ્રવેશપત્ર તથા સૂચનપ્રાપ્ત આપ્યા બદલની પરીક્ષાર્થીની સહી લેવાની રહેશે. જેની તમામ સંબંધીતોને નોંધ લેવા અને સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહો કરવા વિનંતી કરવામાં આવે છે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડના ગાંધીનગર ખાતેની કચેરીની વિજ્ઞાન પ્રવાહ (ક) શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવો. વિધાર્થી મિત્રો કે જેઓ આ પરીક્ષા આપવાના છે તેઓ શાળા ખાતેથી પોતાની હોલટિકિટ એટલે કે પ્રવેશપત્ર પરીક્ષાના બે અથવા તો ચાર દિવસ પહેલા શાળા ખાતેથી મેળવી લે.

આ પણ વાંચો:


Leave a Comment