જુનિયર કલાર્ક પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્ક પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. 1181 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક (વહીવટ અને હિસાબ) ની તારીખ 289/01/2023 ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી જેથી હવે જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક (વહીવટ અને હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09/04/2023 ના રોજ સવારે 11:00 થી 12:00 કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવશે. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ જાહેર 2023
ભરતી બોર્ડ – ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામ – જુનિયર ક્લાર્ક
પરીક્ષા તારીખ – 09 એપ્રિલ 2023
આ પણ વાંચો –
બેંક ઓફ બારોડા દ્વારા 500 જગ્યા ભરતી જાહેર
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2023